પવિત્ર સ્થળ કેદારનાથ વિશે જાણો શું છે અહીંની ખાસ પ્રથાઓ જેનાથી પૌરાણિક કાળથી બની રહ્યું છે શિવભક્તો માટે આગવું યાત્રાધામ…

દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી પ્રમુખ એવા કેદારનાથ મહાદેવનું છે અદ્વિતિય મહત્વ… જાણો શા કારણે ભગવાન શંકરે અહીં આવીને કર્યો હતો વસવાટ… પવિત્ર સ્થળ કેદારનાથ વિશે જાણો શું છે અહીંની ખાસ પ્રથાઓ જેનાથી પૌરાણિક કાળથી બની રહ્યું છે શિવભક્તો માટે આગવું યાત્રાધામ…


કેદારનાથ મંદિરનો ઇતિહાસ મહાભારતમાં પાંડવોની પૌરાણિક કથાથી જોડાયેલ છે. હજારો ભક્તોએ દ્વાર ખુલતાં જગાવી બમ બમ ભોલેની અલખ ધૂન…

ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રિદેવે રચેલ સમસ્ત સૃષ્ટિની રચનાને આધારભૂત માનીને દરેક દેવોનું આગવું મહત્વ અને તેમનું દાર્શનિક સ્થાન છે. તે પ્રમાણે આપણાં દેશના પ્રમુખ યાત્રાધામોમાંથી એક છે. હિમાલયની મહાકાય પર્વતીય શૃંખલાને ટેકે આવેલ આ ઐતિહાસિક મંદિરનું એટલું તો મહત્વ છે કે તેનો ઉલ્લેખ પૌરાણિક ગ્રંથોમાં પણ કરાયેલો છે. જેથી આપણે કહી શકીએ કે આ મંદિર સદીઓ નહીં પણ યુગો પુરાણું છે.


ચારધામ યાત્રા આ મંગળવારે શરૂ થઈ છે. અને હવે ગુરુવારે સવારે કેદારનાથ મંદિરના દ્વાર પણ ખોલવામાં આવ્યા છે. ગંગોત્રી અને યમનોત્રીરીના દરવાજા મંગળવારે ખુલ્લા થઈ ગયા છે અને હવે ૧૦મી મેના રોજ બદ્રીનાથનું દ્વાર પણ ખોલવામાં આવ્યું છે. હિન્દુ ધાર્મિક સંસ્કૃતિમાં ચારધામ યાત્રાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો આ ધામની મુલાકાત લે છે. ભગવાન શિવના પ્રમુખ ૧૨ જ્યોતિર્લિંગમાંથી એક પૈકી કેદારનાથ મંદિરને ખાસ મહત્વ આપવામાં આવે છે.

ક્યાં આવેલું છે આ મંદિર? શું છે તેની વિશેષતાઓ?


આ આ યાત્રા સ્યળ જે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલ છે, તે ત્રણ બાજુએથી પર બર્ફાચ્છાદિત મહાકાય પર્વતોથી ઘેરાયેલ છે. જ્યાં પ્રમુખ જ્યોતિર્લિંગના દર્શન થાય છે તેવું કેદારનાથ મંદિર તેના મુખ્ય ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. સૌ પ્રથમ તેના ભૂગર્ભની વાત કરીએ તો તેના વિશે કહેવાય છે કે તે ૮૦મી સદીની આસપાર બન્યું છે. બીજું દર્શનમંડપ છે જ્યાં લોકો મોટી પ્રાર્થના કરવા ઊભા રહે છે અને અહીં જ તેમની ઉપાસના કરે છે. ત્રીજું, યાત્રાળુઓ સભામંડપમાં એકસાથે દર્શન કર્યા બાદ ભેગા થાય છે.


ભગવાન શિવનું આ પૌરાણિક મંદિરની ઊંચાઈ ૮૫ ફૂટ, ૧૮૭ ફૂટની લંબાઈ અને ૮૦ ફૂટ જેટલી પહોળાઈ છે. ૧૨ પ્રમુખ જ્યોતિર્લિંગમાંથી આની એવી માન્યતા પ્રચલિત છે કે તેનું મહત્વ મહાભારતના સમયકાળ સાથે સંકળાયેલું છે. કહેવાય છે કે બદ્રીનાથ સમાન આ મંદિરની પણ સ્થાપના આદિ શંક્રાચાર્ય દ્રારા જ કરવામાં આવી હતી.

શું છે પૌરાણિક મહત્વ આ મંદિરનું?

773 (601) Southside of temple, Kedarnath, Garhwal, Griesbach 1882.

આ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળના સમયથી પણ જૂનો છે તેવું માનવામાં આવે છે. જો કે આ મંદિરની સ્થાપના કરનાર વિશે કોઈ સત્તાવાર સ્પષ્ટતા આજ સુધી મળી શકી નથી, પરંતુ કેટલીક પૌરાણિક કથાઓમાં, આ મંદિરની સ્થાપનાનું વર્ણન મળ્યું છે.


એવું માનવામાં આવે છે કે જ્યારે મહાભારત યુદ્ધમાં પાંડવો દ્વારા તેમના પિતરાઈ ભાઇઓ એટલે કે કૌરવો માર્યા ગયા, ત્યારે તેઓ ખૂબ દુઃખી થયા. પંડવોએ પિતૃહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની ઉપાસના કરવા ઇચ્છતા હતા. પરંતુ પાંડવો પર ક્રોધ કરનારા ભગવાન શિવ, તેમને જોવા ન માંગતા હતા, જેના કારણે તેમના દર્શન કાશી વિશ્વનાથમાં કરવા આવેલા પાંડવોને મહાદેવે દર્શન ન આપ્યા અને કેદારમાં આવીને અંતર્ધાન થયા અને અહીં તેમણે સ્થાયી થવા વિચાર્યું. પરંતુ પાંડવોએ તેમના ઇષ્ટ દેવ ભગવાન શિવને શોધીને આકરું તપ કર્યું અને ભોળાનાથની ભક્તિથી ભગવાન શિવને પ્રસન્ન કર્યા.


તે પહેલાં શિવે એક લીલા કરી. પાંડવો જ્યારે કેદાર પહોંચ્યા ત્યારે શિવે એક બળદનું રૂપ ધારણ કર્યું. જ્યારે પાંડ્વોમાંથી ભીમે આ રહસ્ય જાણ્યું કે અહીં શિવ બળદ સ્વરૂપે હાજર છે તો તેમણે એક યુક્તિ કરી. તેમણે પોતાનું વિશાળકાય સ્વરૂપ ધારણ કરીને પડાડને બે ભાગમાં ચીરી મૂક્યો. ત્યાંથી બધા બળદ અને ગાય પસાર થઈ ગયા પરંતુ બળદના રૂપમાં ભગવાન શંકર પસાર થયા નહીં. ભીમ જેવા તેમનાથી નજીક જવા લાગ્યા આ બળદે તેમનું આખું શરીર જમીનમાં સમાવવા લાગ્યું. આ જોઈને ભીમે તેમની પ્રાર્થના યાચના કરી ત્યારે માત્ર બળદની પીઠ બહાર હતી. ભોળાનાથનો આક્રોશ સમ્યો ત્યાર બાદ અહીં જ્યોતિર્લિંગ પ્રગટ થયું.


કેદારનાથના આ ભૂમિ પર તેમણે પાંડવોને બધા પાપોથી ભોલનાથ છુટકારો આપ્યો. એવું કહેવાય છે કે ત્યારથી આ મંદિર ત્યાં સ્થપાયું હતું. અહીં શિવલિંગ સ્વરૂપે બળદની પીઠને પૂજવામાં આવે છે.

તે સમયની એક દંતકથા પણ પુરાણોમાં પ્રચલિત છે કે મહા સંન્યાસી પુરુષો અને નારાયણના ઋષિઓએ અહીં કઠોર તપસ્યા દ્વારા શિવને પ્રસન્ન કર્યા હતા. તે ઋષિઓને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ભગવાન શિવને તેમની તપસ્યાથી પ્રસન્ન કરી અને તેમને જ્યોતિર્લિંગના સ્વરૂપમાં હંમેશ માટે અહીં સ્થાયી થવાનું વરદાન માગ્યું હતું. કહેવાય છે કે અહીં આજે પણ મહાદેવના આશીર્વાદ સાક્ષાત મળે છે. દ્વાર ખુલતાં ભક્તોએ બમ બમ ભોલેના શબ્દોથી આકાશ ગૂંજવ્યું…


આ વર્ષના દર્શન ખુલતાં જ ત્યાં દ્વાર પર હજારો ભક્તોની ભીડ જામી હતી. અને તેમની ખુશીનો પાર ન રહ્યો હતો. હિમાલયની પર્વતીય હારમાળાનો કઠીન પ્રવાસ ખેડીને પહોંચેલા શ્રધ્ધાળોએ કેદારનાથના દ્વાર ખુલ્યા પછી ઝૂમ ભક્ત, બમ બમ ભોલે… જય જય ભોલેના સૂત્રોચ્ચાર કર્યા… ઢોલની થાપ પર તેઓએ ભાંગડા નૃત્ય કરીને આનંદ વ્યક્ત કર્યો.

પ્રાતઃકાળ સવારે ૫ વાગ્યાને પાંચ મિનિટે આ દ્વાર ખુલ્યાં હતાં


આ અવસરના સક્ષી બનવા માટે દેશભરમાંથી પાંચ હજારથી પણ વધુ સંખ્યામાં ભક્તો દ્વારની બહાર આવીને દર્શન કરવા આતુરતાથી ઊભા હતા. જેવા દ્વ્રાર ઉગ્ડ્યા સૌએ બાબા કેદારનાથના નામના જયકારા બોલાવ્યા. આ દર્શન વર્ષમાં ૬ મહિના સુધી ખુલ્લાં રહેશે.

કઈરીતે થઈ હતી પહેલી પૂજા


વહેલી સવારે મંદિરના મુખ્ય પૂજારીએ કેદારનાથ બાબાની ડોલીની પૂજા કરી હતી. આ ઉત્સવની તૈયારીમાં શિવલિંગની નિત્યપૂજા બાદ તેમને ભોગ ધરાવ્યા બાદ ડોલી સજાવવામાં આવી હતી.

કેવી હતી સુરક્ષા?


ભારતીય આર્મી સેનાના સુરક્ષા કર્મી જવાનોનો ચાપતો બંદોબસ્ત હતો અને તેમની જ સેનાના જમ્મુ – કાશ્મીરના લાઈટ ઇન્ફન્ટ્રીના બૅન્ડની સાથે, આખા મંદિરના પરિસરને તેમની ધૂનથી ગૂંજવી મૂક્યું હતું.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ