એકના હાથ પર ‘આશા’ અને બીજાના હાથ પર ‘તુલસી’ લખ્યું હતું; ગીત ગાઇને બોલ્યા…”છોરી તુમસે 10 દિન પહલે કહ દિયા થા મરેંગે”…આખરે કેમ 2 ભાઈએ ટ્રેન આગળ કૂદીને કરી આત્મહત્યા?

રેલવે ટ્રેક પર જ્યાથી બન્નેના મૃતદેહ મળ્યા હતા. તેમની નજીકથી બાઈક પણ મળી આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે બન્ને યુવક મહેન્દ્ર અને દેવરાજ બાઈકથી ટ્રેક પર આવ્યા, ત્યારબાદ બન્ને એક સાથે ટ્રેનની
આગળ કૂદકો લગાવી આત્મહત્યા કરી લીધી. બૂંદી જિલ્લાના કેશવરાયપાટનમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે.

image source

અહીં રવિવારે મોડી રાત્રે બે ભાઈઓએ એક સાથે ટ્રેનની આગળ કુદીને આત્મહત્યા કરી લીધી. બન્ને પિત્રાઈ ભાઈઓ હતા. સોમવારે સવારે ટ્રેક પરથી તેમના ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસના આધાર પર પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના પ્રેમ પ્રકરણ સાથે સંકળાયેલ છે. બન્નેએ આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ ઘટના ગુડલા નજીક દિલ્હી-મુંબઈ રેલવે લાઈન પરની છે.

બન્નેએ મરતા પહેલા બનાવ્યો વીડિયો

image source

બન્નેએ મરતા પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો. જેમા તેમણે કહ્યું કે અમારી ઉપર મરવાનું કોઈ જ દબાણ નથી. બસ યોગ્ય લાગી રહ્યું નથી, માટે મરવા જઈ રહ્યા છીએ. અમારી ઉપર એકબીજાનું કોઈ જ પ્રેસર નથી. અમારા ગયા બાદ કોઈની સાથે લડતા પણ નહીં.અન્યથા અમારા આત્મા પણ દુખી થશે. ઘરના લોકો પણ વધારે દુખી ન થતા. શાંતિથી રહેશો. ગમે ત્યારે તો જવાનું જ હતું.

image source

ગીત ગાતા બોલ્યા- “છોરી તુમસે 10 દિન પહલે કહ દિયા થા મરેંગે” આ સાથે બન્નેનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જે કેટલાક દિવસ અગાઉનો હોવાનું માનવામાં આવે છે. જેમાં બન્ને યુવકો ગીત ગાતા કહી રહ્યા છે કે- ”છોરી તુમસે 10 દિન પહેલ કહ દિયા થા મરેંગે” કોઈ યુવતીના પ્રેમમાં હતા

image source

બન્ને મૃતકો દબલાના પોલીસ સ્ટેશન હેઠળ ગામ કેશવપુરના રહેવાસી હતા. જે રીતે એકના હાથ પર આશા અને બીજાના હાથ પર તુલસી લખેલુ મળ્યું છે, તેના આધાર પર એવી આશંકા દર્શાવવામાં આવે છે કે બન્ને બે યુવતીના પ્રેમમાં હતા. કોઈ વાતને લઈ વિવાદ અથવા કોઈ એવી ઘટના બની હશે કે જેને લીધે બન્નેએ એક સાથે જીવ આપી દીધો. અત્યારે મૃતકો પાસેથી મળેલા મોબાઈલ પરથી પોલીસે પરિવારજનોને જાણકારી આપી છે અને આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો, પડોશીઓની પણ પૂછપરછ

image source

પોલીસે બન્ને મૃતકોના મોબાઈલ જપ્ત કર્યાં છે. મોબાઈલના આધારે સુસાઈડ પાછળનું કારણ જાણી શકાશે. બન્ને ભાઈ જ્યાં રહેતા હતા ત્યાં પણ પડોશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!