જન્મ રાશિના આધારે ઓળખો તમારા ઇષ્ટદેવતાને અને તેની પુજા કરી મેળવો યોગ્ય પરિણામ

કોઈપણ માણસ જ્યારે પુજા કરે ત્યારે તે તેને ઈચ્છા અને પૂરી શ્રધ્ધા સાથે કરતો હોય છે પરંતુ, તેમા પણ દરેક વ્યક્તિએ તેના ઇષ્ટદેવતાની ઉપાસના કરવી જોઈએ. આપણા ઇષ્ટદેવતાની પુજા કરવી એ આપણા માટે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. આપણા જીવન અને આપણા કામ સાથે આપણા ઇષ્ટદેવતા પણ જોડાયેલા હોય છે. અમુક ધાર્મિક માન્યતાના આધારે ઇષ્ટદેવતા આપણા કામ અને આપણા જીવનમા આવી રહેલ સમસ્યાને દૂર કરે છે.

image source

તેનાથી આપણને અનેક લાભ મળી શકે છે. ઇષ્ટદેવતાની પુજા કરવાથી વ્યક્તિને શુભ અને અશુભ ફળ મળી શકે છે પરંતુ, ઘણા લોકોને તેના ઇષ્ટદેવતા કોણ છે તેના વિશે કઈ જ ખબર હોતી નથી. તેને એ પણ ખબર હોતી નથી કે, તેના ઇષ્ટદેવતા કોણ છે? અને તેને કેવી રીતે ઓળખવા? તેના માટે આજે આપણે રાશીની મદદથી જાણીએ કે કઈ રાશિના લોકોના ઇષ્ટદેવતા ક્યાં છે તેનાથી તમે યોગ્ય રીતે તમારા ઇષ્ટદેવતાની પુજા કરી શકો છો.

મનુષ્યની કુંડળીમાં પાંચમા ભાવથી જાણી શકાય છે ઇષ્ટદેવતાને :

image source

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મનુષ્યના ઇષ્ટદેવતા તમારી જન્મ તારીખ અને તમારા નામના પહેલા અક્ષર અથવા તમારી કુંડળીના આધારે જાણી શકાય છે. ઘણા લોકો જાણતા હશે કે અરુણ સંહિતા વિષે. તે લાલ કિતાબ તરીકે ઓળખવામાં આવે છે. તેના પ્રમાણે આપના ઇષ્ટદેવતા આપણે કરેલા પાછલા જન્મના કર્મોના આધારે નક્કી કરવામાં આવે છે તેના પરથી આપણને આપણા ઇષ્ટદેવતા વિષે જાણી શકાય છે. આજે આપણે રાશિના આધારે ઇષ્ટદેવતાને ઓળખીએ.

રાશિના આધારે જાણો તમારા ઇષ્ટદેવતા વિષે :

મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ :

image source

આ રાશિના લોકોના ઇષ્ટદેવતા જાણવા માટે તમારી રાશિના માલિક વિષે જાણવું જોઈએ. આ રાશિનો માલિક મંગળ છે તેથી આ રાશિના ઇષ્ટદેવતા ભગવાન રામ અને હનુમાનજી છે.

વૃષભ રાશિ અને તુલા રાશિ :

image source

આ રાશિના જાતકોને તેના ઇષ્ટદેવતા જાણવા માટે તમારે શુક્ર વિષે જાણવું જોઈએ. આ રાશિનો સ્વામી શુક્ર છે તેથી આ રાશિના લોકના ઇષ્ટદેવી માતા દુર્ગા છે તેથી તમારે દુર્ગા પુજા અવશ્ય કરવી જોઈએ.

મિથુન રાશિ અને કન્યા રાશિ :

image source

આ રાશિના જાતકોને ઇષ્ટદેવતા તેમની રાશિના માલિક પરથી ઓળખી શકાય છે આનો સ્વામી છે બુધ તેથી આ રાશિના ઇષ્ટદેવતા છે ભગવાન ગણેશ અને ભગવાન વિષ્ણુ.

કર્ક રાશિ :

image source

આ રાશીનનો સ્વામી ચંદ્ર ગ્રહ છે તેના પરથી તેના ઇષ્ટદેવતા ભગવાન શિવ છે તેથી આ લોકોએ હમેશા ભગવાન શિવની પુજા કરવી જોઈએ.

સિંહ રાશિ :

આ રાશિના લોકોનો અને આ રશોનો સ્વામી સૂર્ય છે તેના પરથી આ રાશિના ઇષ્ટદેવતા ભગવાન હનુમાન અને માતા ગાયત્રી છે.

image source

ધન રાશિ અને મીન રાશિ :

આ રાશિનો માલિક એટલે કે સ્વામી ગુરુ ગ્રહ છે તેના પરથી આ રાશિના ઇષ્ટદેવતા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી છે.

મકર રાશિ અને કુંભ રાશિ :

image source

આ બંને રાશિનો સ્વામી શનિ ગ્રહ છે. તેથી રાશિના ઇષ્ટદેવતા ભગવાન શિવ અને ભગવાન હનુમાન છે તેથી તમારે આ બંનેની પુજા કરવી જોઈએ. તેનાથી યોગ્ય પરિણામ મળી શકશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ