જાણી લો આ પવિત્ર વસ્તુઓ વિશે, જે ખાધા પછી તમે કરી શકો છો પૂજન અને દરેક કામમાં પછી મળે છે સફળતા

મિત્રો, આપણો દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણા દેશમા મોટાભાગના લોકો ઈશ્વર પર અતુટ શ્રદ્ધા ધરાવતા લોકો છે. પોતાનુ કોઈપણ કાર્ય અહી લોકો ઈશ્વરનુ નામ લીધા વગર શરુ કરતા નથી. આપણા દેશમા ધર્મનુ જ્ઞાન આપતા અનેકવિધ મહાન લોકો જન્મ લઇ ચુક્યા છે અને તેમણે પોતાના અનુભવના તમામ નીચોડ પોતાના શાસ્ત્રોમા ઉલ્લેખ કરેલા છે.

image source

આજે આ લેખમા આપણે આવા જ એક મહાન વ્યક્તિના શાસ્ત્ર વિશે વાત કરવાની છે કે, જેમા ઉલ્લેખ કરવામા આવેલ નીતિ-નિયમોનુ જે કોઈપણ યોગ્ય રીતે પાલન કરે છે, તેમના જીવનમા ક્યારેય પણ કોઈપણ પ્રકારની સમસ્યાઓ આવતી નથી તો ચાલો જાણીએ.

આચાર્ય ચાણક્યને તો આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ. તેમણે પોતાના નીતિશાસ્ત્રમા જીવન સાથે સંકળાયેલ અનેકવિધ પાસાઓનો ઉલ્લેખ કર્યો છે. પોતાના આ શાસ્ત્રમા આચાર્યે પૈસા, વ્યવસાય, નોકરી, બઢતી, દુશ્મનાવટ સિવાય સ્વચ્છતા અને શુદ્ધતા અંગે પણ વાત કરી છે.

image source

આજે અમે તમને આચાર્ય દ્વારા રચિત એક એવા દિવ્ય શ્લોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેના ઉચ્ચારણમા તમને અમુક એવી પવિત્ર વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેનુ સેવન તમે પૂજા કાર્ય કર્યા પહેલા પણ કરી શકો છો, તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ?

image source

આચાર્યના નીતિશાસ્ત્રમા જણાવેલો આ શ્લોક કઈક આ પ્રમાણે છે. ઇક્ષુરાપ: પાયો મૂળમ તમ્બુલમ ફલામસૌધમ્. ભક્ષાયૈતપિ કર્તવ્ય: સ્નાન દનાદિકા: ક્રિયાપદ:. આ શ્લોક મુજબ તમે આ વિશેષ વસ્તુઓનુ સેવન કર્યા બાદ પણ તમારા ધાર્મિક કાર્ય પતાવી શકો છો.

image source

આચાર્યએ જણાવેલા આ શ્લોકમા એવુ કહેવામા આવ્યુ છે કે, આપણા શાસ્ત્રોમા પાણી, શેરડી, દૂધ, કંદ, સોપારી, ફળ અને દવાને ખુબ જ પવિત્ર ગણવામા આવ્યા છે. તેથી, તેનુ સેવન કર્યા પછી પણ વ્યક્તિ કોઈપણ ધાર્મિક કાર્ય કરી શકે છે. સામાન્ય રીતે ભારતીય લોકોની સમજણ કઈક અલગ જ હોય છે.

image source

સામાન્ય રીતે ભારતીય લોકોમા એવી માન્યતા છે કે, પૂજા-અર્ચના કર્યા પછી જ પાણી, દૂધ, ફળો અને દવા પીવી જોઈએ પરંતુ, આચાર્યના મત મુજબ માંદગી અથવા અન્ય કોઈપણ પરીસ્થિતિમા દૂધ, પાણી, ફળો, કંડમુલ, સોપારી પાન, શેરડી અને દવા પી શકાય છે પરંતુ, આચાર્ય જણાવે છે કે, આ વસ્તુઓનુ સેવન કરવાથી વ્યક્તિને ક્યારેય પણ કોઈપણ પ્રકારનુ પાપ નથી લાગતુ. આ સાત વસ્તુઓનુ સેવન કરવાની સાથે કોઈપણ વ્યક્તિ પૂજા પાઠ અને ધાર્મિક કાર્ય કરી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ