ચૈત્ર નવરાત્રિમાં માતાની પૂજામાં કરો આ મંત્રોનો જાપ, માતા થશે પ્રસન્ન અને વધશે સુખ શાંતિ

ગઈકાલથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ દિવસે તમે ઘટ સ્થાપના અને અન્ય અનેક વિધિ કરી હશે. ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે મા શેલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તો જાણો આ સમયે માતાની કયા મંત્રો સાથે પૂજા કરવામાં આવે તો તમને લાભ થાય છે અને માતાની કૃપા તમારા પર બની રહે છે.

image source

ચૈત્ર નવરાત્રિ દર વર્ષે એક વાર આવે છે. આ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ વખતે તે ગઈકાલથી 13 એપ્રિલથી શરૂ થઈ છે. નવરાત્રિના પહેલા દિવસે શુભ મૂહૂર્તમાં કળશ સ્થાપના કે ઘટ સ્થાપના કરાય છે. આ પછી વિધિ વિધાન સાથે માતા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના ભક્તો નવરાત્રિના પહેલા જ દિવસે વ્રત કરે છે.

આવા છે મા શૈલપુત્રીના સ્વરૂપ

image source

હિન્દુ શાસ્ત્રઓમાં માતા શૈલપુત્રીના એક હાથમાં ત્રિશૂળ અને અન્ય હાથમાં કમળ લઈને વૃશભ પર સવાર છે. જે આખા હિમાલય પર રાજ કરે છે. હિંદુ શાસ્ત્રમાં મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રી પર્વતરાજ હિમાલયની પુત્રી છે. પૂર્વ જન્મમાં આ સતીના નામે ઓળખાતી હતી અને પ્રજાપતિ દક્ષની કન્યા હતી.

મા શૈલપુત્રીની પૂજા વિધિ

image source

ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદાના શુભ મૂહૂર્તમાં કળશ કે ઘટ સ્થાપના કરીને નવરાત્રિની પૂજા અને વ્રતનો સંકલ્પ કરો. આ પછી માતા શૈલપુત્રીની નીચે આપેલા મંત્ર સાથે પૂજા કરો. તેમને લાલ ફૂલ, સિંદૂર, ચોખા, ધૂપ, ગાયના ઘીનો દીવો, ગંધ વગેરે ચઢાવો. હવે નીચે આપેલા માતાના મંત્રનું ઉચ્ચારણ કરો. આ પછી દુર્ગા ચાલીસાનો પાઠ કરો. અંતમાં ગાયના ઘીનો દીવો અને કપૂર કરીને માતાની આરતી પણ કરો. આ સિવાય તમે માતાજીને જે પ્રસાદ ધરાવ્યો છે તેને વહેંચી લો.

મા શૈલપુત્રીનો મંત્ર

image source

નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરાય છે અને સાથે જ પછીના દિવસોએ પણ માતાના સ્વરૂપ અનુસાર તેમની પૂજા કરાય છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી તેમની કૃપા ભક્તો પર કાયમ બની રહે છે. માન્યતા છે કે ભક્તોને બળ, બુદ્ધિ, સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય સાથે સ્વસ્થ જીવન આપનારી માતા છે. તેમની મનોકામના પૂરી કરે છે. મા શૈલપુત્રીની પૂજા ખાસ મંત્ર સાથે કરવાથી ખાસ ફળ મળે છે. તો જાણો કયા મંત્રનો જાપ તમારી મદદ કરી શકે છે.

ओम ऐं ह्रीं क्लीं शैलपुत्र्यै नमः

वन्दे वाज्छितलाभाय चन्द्रार्घकृतशेखराम्।

वृशारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम् ।।

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ