ધરતીનું અમૃત છે ગંગાજળ, પ્રયોગ કરવાથી દૂર થાય છે વાસ્તુદોષ, જાણો આ ઉપાયો વિશે તમે પણ

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગંગાજીના દર્શન માત્રથી મનુષ્યને કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને ગંગાજળના સ્પર્શથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પાઠ, યજ્ઞ, મંત્ર, હોમ અને દેવર્ચન વગેરે જેવા શુભ કામોથી પણ જીવને એ ગતિ નથી મળતી જે ગંગાજળના સેવનથી મળે છે. માઁ ગંગા દૈહિક, દૈવિક અને ભૌતિક તાપોનું સમન કરનાર, ધર્મ, અર્થ, કામ તેમજ મોક્ષ ચારેય પુરુષાર્થ આપનારી શક્તિ સ્વરૂપા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા ગંગામાં ન્હાવાથી તેમજ પૂજા કરવાથી ઘણા પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. એનું વૈજ્ઞાનિક કારણ એ પણ માનવામાં આવે છે કે ગંગાના પાણીમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણો રહેલા છે જેમાં ન્હાવાથી ઘણા પ્રકારના રોગ ખતમ થઈ જાય છે. એટલું જ નહીં ગંગાજળના પ્રયોગથી ઘરના વાસ્તુદોષ દૂર થઈને ઘરમાં સુખ શાંતિ આવે છે.

આવશે સકારાત્મક ઊર્જા.

image source

જો ઘરમાં વાસ્તુદોષ છે અને તમે એનાથી પરેશાન રહેતા હોવ તો તમારા ઘરમાં નિયમિત ગંગાજળનો છંટકાવ કરો. આવું નિયમિત રીતે કરવાથી વાસ્તુ દોષનો પ્રભાવ ખતમ થઈ જાય છે અને ઘર પર સકારાત્મક ઊર્જા આવે છે. ઘરમાં ગંગાજળનો રોજ છંટકાવ કરવો જોઈએ.

નકારાત્મકતા થશે દૂર.

image source

પારિવારિક સભ્યોમાં ક્લેશ રહે છે તો રોજ સવારે આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. આ ઉપાયથી ઘરની નકારાત્મકતાનો નાશ થાય છે અને સકારાત્મક માહોલ બને છે.

ઉતરશે નજર.

image source

જો કોઈ વ્યક્તિ કે બાળકને નજર લાગી ગઈ છે તો એને તમે ગંગાજળના છાંટા નાખીને નજરના દુષ્પ્રભાવને ઘણો જ ઓછો કરી શકો છો.

આરામથી આવશે ઊંઘ.

image source

જો તમને કે બાળકોને રાત્રે ડર લાગતો હોય કે ખરાબ સપના આવતા હોય તો હંમેશા સુતા પહેલા પથારીમાં ગંગાજળનો છંટકાવ કરી દો. આવું કરવાથી બિહામણા સપના માણસને હેરાન નથી કરતા.

આવશે સમૃદ્ધિ.

image source

જો વાસ્તુદોષના કારણે તમારા ઘરમાં તકલીફો આવી રહી હોય તો તમે ગંગાજળને પિત્તળની બોટલમાં ભરો અને એને તમારા ઘરમાં પૂર્વ દિશામાં મૂકી દો. એનાથી તમારી તકલીફ જલ્દી સોલ્વ થઈ જશે. ગંગાજળનવા હંમેશા તમારા પૂજા સ્થળ અને કિચનના ઉત્તર પૂર્વમાં રાખો, ધીમે ધીમે તમને તરક્કી અને સફળતા મળશે. જે ઘરમાં ગંગાજળ હોય છે ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે, એ ઘરમાં સુખ સમૃદ્ધિ હોય છે.

પાચન તંત્ર થશે તંદુરસ્ત.

image source

ગંગાજળ વિજ્ઞાન માટે પણ ચમત્કાર છે કારણ કે એ વર્ષો સુધી બોટલમાં રહેવા છતાં ખરાબ નથી નથી. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ રોજ ગંગાજળ પીવે છે એ નિરોગી રહે છે અને વધુ ઉંમર સુધી જીવન વ્યતીત કરે છે. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે ગંગાજળ બુદ્ધિ વધારનાર અને પાચક તંત્રને મજબૂત કરવાની શક્તિ રાખે છે.

શનિદોષોમાં મુક્તિ.

image source

જો સોમવારની શિવની પૂજામાં તમે શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરશો તો ભોલેનાથ જલ્દી પ્રસન્ન થશે. જીવનમાં બધા વિકાર નષ્ટ થઈ જાય છે. આ રીતે દર શનિવારે એક લોટામાં ચોખ્ખું જળ ભરો અને એમાં થોડું ગંગાજળ નાખીને એ જળ પીપળાને ચડાવો. આવું કરવાથી શનિના અશુભ પ્રભાવમાંથી મુક્તિ મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ