સુપર ફૂડ – 1 જામફળના પલ્પને લાંબા સમય માટે કેવીરીતે સ્ટોર કરીશું અને તેનો પરફેક્ટ ઉપયોગ…

આજે આપણે સુપર ફૂડ એપિસોડ 1: જામફળના પલ્પ ને કેવી રીતે બનાવવું અને સ્ટોર કરવું તેના માટેની પરફેક્ટ ટિપ્સ જોઈશું. સુપર ફૂડ એટલે તેમાંથી ઘણા બધા ફાયદા મળતા હોય. આવા ફૂડ વિશેની આજે આપણે જાણકારી મેળવીશું.

1- સૌથી પહેલા આપણે જામફળ વિશે જોઈશું. જામફળ એક એવું ફૂડ છે કે તેમાં થી ઘણા ફાયદા થાય છે. પહેલું કે તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં છે. અને શિયાળામાં બહુ સારા એવા પ્રમાણમાં જામફળ મળતા હોય છે.તો શિયાળામાં સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરી શકીએ છીએ. પણ તેના પછી બેનીફીટ લેવો હોય તો શું કરવું જોઈએ? તો તેનો પલ્પ બનાવીને રાખી શકીએ છે.

2-જો જામફળ અત્યારે બહુ સરસ આવી રહ્યા છે. લાલ જામફળ આવી રહ્યા છે. ગ્રીન જામફળ આવી રહ્યા છે. અને જામફળ ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. પણ ઘણા લોકોને જામફળ ની અંદર જે બી હોય છે ને તે નથી ગમતા.તેના લીધે જામફળ નથી ખાતા. હંમેશા જામફળ જમ્યા પહેલાં જ ખાવાનું જેથી કરીને પાચનક્રિયામાં ખૂબ જ હેલ્પફૂલ થાય છે અને તેની અંદર બીજ રહેલા છે એ તમારી પાચનક્રિયાને સુધારે છે. અને કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો પણ તે દૂર થાય છે. એટલે જામફળ હંમેશા ખાવું જોઈએ. અને આ સિઝનમાં જામફળ તો ખૂબ મળતા હોય છે. જામફળ ને આપણે લાંબો ટાઈમ કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ ને તેના વિશે જોઈશું.

3- આજે જામફળનો પલ્પ કેવી રીતે બનાવવું તે જોઈશું. હંમેશા આપણે જ્યારે પણ સીઝન આવે ત્યારે આ ફ્રુટ બહુ સારા એવા પ્રમાણમાં મળે છે તો તેને સ્ટોર કરીને રાખીએ તો લાંબો ટાઈમ સુધી વાપરી શકીએ. અને જામફળ એક એવું ફ્રૂટ છે કે તેનો પલ્પ બનાવીને રાખ્યો હોય તો તમે તેમાંથી અલગ અલગ શરબત બનાવી શકો છો. જો તમારે ઘરે કોઈ ગેસ્ટ આવે તો જામફળનો પલ્પ તૈયાર હોય તો બહુ સરસ રીતે સર્વે પણ કરી શકો છો અલગ રીતે.

4- સૌથી પહેલાં જામફળનો પલ્પ કેવી રીતે બનાવી શું તે જોઈશું. મોટાભાગે લોકો જામફળનો પલ્પ તમે પણ બનાવતા હશો. તો જામફળ ને કટ કરી બીજ નો ભાગ રહેવા દેતા હોય છે. અને જામફળ ની અંદર ખાંડ નાખી.ક્રશ કરી અને તેને સ્ટોર કરી લેતા હોય છે. પણ આવું નથી કરવાનું. જ્યારે આપણે જામફળ લઈએ ત્યારે બહુ સરસ જામફળ લેવાના છે. જામફળ ને કેવા પસંદ કરવા? જ્યારે પલ્પ માટેના જામફળ લેતા હોય ત્યારે બહુ પોચા પણ નહીં અને બહુ કડક પણ નહીં તેવા જામફળ લેવાના છે. અને લાલ જામફળનો પલ્પ બનાવતા હોય તો તેનો સ્વાદ અલગ આવશે.

સફેદ જામફળનો પલ્પ બનાવતા હોય તો તેનો સ્વાદ પણ અલગ આવશે. તો જ્યારે તમે સફેદ જામફળનો પલ્પ બનાવતા હોય ત્યારે થોડા પીળાશ પડતા વધારે પાકેલા ના હોય એવા જામફળ લેવાના. જેથી કરીને તેનો માવો બહુ સરસ નીકળશે. તેવી જ રીતે જ્યારે તમે લાલ જામફળ લેતા હોય ત્યારે એકદમ સાચા હોય તેવા લાલ જામફળ નથી.લેવાના કાચા જામફળ લેશો તો તેનાથી પેટમાં પણ દુખાવો થાય છે. થોડા પાકેલા હોય તેવા જામફળ લેવાના છે.

5- હવે જામફળને સરસ રીતે ધોઈ ને સમારી લેવાના છે.અને ઘણા લોકો બીજ નો ભાગ કાઢી લેતા હોય છે. પણ બીજ નો ભાગ ન કાઢો તો પણ ચાલે. જો બહુ વધારે પ્રમાણમાં બીજ નથી ગમતા તો.જો કે પલ્પ તૈયાર થશે તેને ગાળી જ લેવાનો છે. એટલે મોઢામાં તો બીજ આવવાના જ નથી. જો તમે 500 ગ્રામ જામફળ લેતા હોય તો તેની સામે 500 ગ્રામ ખાંડ લેવાની. હવે તમે પીડા જામફળ લો કે લાલ જામફળ લો. હવે એક પેન લેવાનું છે.

તેમાં ખાંડ ઉમેરી તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરવાનું છે. ખાંડ ઓગળે ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે. ખાંડ ઓગળી જાય એટલે જામફળ ના કટકા કરીને રાખ્યા હતા. તે જામફળ તેમાં ઉમેરી દઈશું. અને થોડીવાર ઉકળવા દેવાના છે. એટલે એમ કરવાથી શું થશે કે જામફળનો કલર પણ બદલાઈ જશે અને થોડા કુક થઈ જશે.

6- આમ કરવાથી તેનો પલ્પ લાંબો ટાઈમ સુધી ટકાવી શકશો. હવે જામફળ પણ સોફ્ટ થઈ ગયા હશે. અને તમારું મિશ્રણ છે તેમાં લાલ કલર ચાસણી માં આવી જશે. હવે ગેસ બંધ કરી દઈશું. તેની અંદર બે થી ત્રણ ચમચી લીંબુનો રસ એડ કરીશું. અને તેની સાથે એક ચમચી મીઠું ઉમેરીશું. અને એક ચમચી સંચળ પાવડર ઉમેરી શું. આ મિશ્રણને ઠંડું કરી લઈશું.

ઠંડુ થઈ ગયા પછી જામફળ એકદમ સોફ્ટ થઈ ગયા હશે. એટલે તમે હાથ થી પણ મસળી શકશો. એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જશે. મિશ્રણ સરસ તૈયાર થઇ જશે. તેને મિક્સરમાં ક્રશ નથી કરવાના. જો તમે ક્રશ કરશો તો તેના બી પણ ક્રશ થઈ જશે તેનો ટેસ્ટ સારો નહીં આવે. હવે તેને ગાળી લેવાનો છે. પછી જે તમારો પલ્પ તૈયાર થશે પછી તે પલ્પને લાંબા ટાઇમ સુધી સ્ટોર કરી શકશો.

7- આ પલ્પ લગભગ છ મહિના સુધી સારો રહેશે. અને જ્યારે તમે ફ્રિઝરમાં સ્ટોર કરશો ને ત્યારે બહાર લેશો અને ત્યારે ચમચીથી લેશો તો એકદમ ઈઝીલી લઈ શકાશે. આ પલ્પ જામી નય જાય. આ પલ્પ તમે જામ ની જેમ પણ લઈ શકશો. અને તેનો સ્વાદ પણ બહુ સરસ આવશે. એટલે લાલ જામફળ ને જામ પણ કહી શકશો અને તેને બ્રેડ પર સ્પ્રેડ કરી યુઝ કરી શકો છો.

8- જામફળનો પલ્પ સાથે ફુદીનો પણ એડ કરી શકો છો તેનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે. જ્યારે તમે બનાવતા હોય ત્યારે ફુદીનો એડ કરવો હોય તો જ્યારે જામફળને ઉકાળતા હોય ત્યારે તેની સાથે 25થી 30 ફુદીનાના પાન એડ કરી દેવાના. જ્યારે તમે ગ્રીન જામફળ નો પલ્પ તૈયાર કરતા હોય ત્યારે તેની અંદર ફુદીનો એડ કરશો તેનો સ્વાદ બહુ સરસ લાગશે. લાલ જામફળ સાથે ફુદીનાનો સ્વાદ સરસ નહિ લાગે.

9- જ્યારે પણ ગેસ્ટ આવે ત્યારે એકથી બે ચમચી પલ્પ લેવાનો અને ઠંડુ પાણી લઈશું. અને પછી બ્લેન્ડ કરી લેવાનું છે. એટલે મસ્ત મજાનો જામફળનો શરબત તૈયાર થઈ જશે. આવી રીતે અલગ અલગ વેરીએશન કરી શકો છો. એટલે તમે જામફળ નું શરબત બનાવ્યો.તેમાં ઓરેન્જ નો જ્યુસ પણ એડ કરી શકો છો. લીચી પણ એડ કરી શકો છો. તો આવી રીતે એક પલ્પમાંથી બહુ અલગ અલગ વાનગીઓ બનાવી શકશો. તો ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.