પ્રેમીએ લગ્ન માટે કર્યું પ્રપોઝ, અચાનક ઉંડી ખીણમાં પડતા પડતા પ્રેમિકા બોલી…

દરિયાનો કિનારો હોય કે પછી બરફથી ઢંકાયેલ મેદાન… જેટલું સુંદર દૃશ્ય હશે એટલું જ રોમેન્ટિક વાતાવરણ બની જાય છે. મોટે ભાગે આવા સ્થળોએ પ્રેમીઓ તેમના જીવનસાથી સામે પ્રેમની અભિવ્યક્તિ કરે છે. જેથી તે સ્થળની રંગીન યાદો તેમના પ્રેમની ગવાહ બની જાય છે. અને તે આખી જિંદગી બન્નેને યાદ રહે છે.

image source

દુનિયા ભરમાં લોકો પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે કઈ પણ કરવા માટે તૈયાર હોય છે ઘણા લોકોતો પ્રેમિકાને ખુશ કરવા માટે પોતાનો જીવ પણ જોખમમાં નાખી દે છે. આવી જ એક યોજના યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાના એક દંપતીની હતી. બધું બરાબર હતું પરંતુ જેવુ છોકરાએ ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું કે તે હસિન દ્રશ્ય એક ખૌફનાક દ્રશ્યમાં ફેરવાય ગયું. જો કે સદનશીબે તે બન્નેના જીવ બચી ગયા.

શું છે સંપૂર્ણ ઘટવા?

image source

હકીકતમાં આ દંપતી ઓસ્ટ્રિયાના કારિંથિયામાં ફાલ્કાર્ટ ટેકરી પર રોમેન્ટિક સમય પસાર કરવા ગયું હતું. આ દરમિયાન 27 વર્ષીય વ્યક્તિએ તેની 32 વર્ષીય ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. ગર્લફ્રેન્ડને જવાબમાં જેવી હા પાડી તો તેનો પગ લપસી ગયો અને લગભગ 650 ફૂટ ઉંડી ખાઈમાં નીચે પડી ગઈ. મળતી માહિતી મુજબ જેવી પ્રેમિકા નીચે પડી તો તુરંત તે શખ્સે તેને બચાવવા છલાંગ લગાવી દીધી. પરંતુ તે ખડક પરથી કૂદ્યો જરૂર પણ 50 ફૂટ નીચે આવીને એક જગ્યાએ અટવાય ગયો.

સંતુલન બગડતા નીચે પડ્યા

image source

એક પોલીસ અધિકારીએ કહ્યું, “બંને ખૂબ નસીબદાર હતા. જો બરફની ચાદર ન હોત તો આ અકસ્માતનું ચિત્ર કંઇક જુદું હોત. તેમણે વધુમાં કહ્યું કે, આ દંપતી ખડકના કિનારા પર ઉભું હતું અને સંતુલન બગડતા પહેલા તે છોકરી અને તેની પાછળનો છોકરો શિખર પરથી નીચે પડ્યો. જ્યારે તે 50 ફૂટ નીચે પડ્યો અને ત્યાં અટવાઈ ગયો જ્યારે તેની પ્રેમિકા 650 ફૂટ નીચે બરફની ચાદર પર પડી.

હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા

image source

તમને જણાવી દઈએ કે, એક રાહદારીએ મહિલાને જોઇ અને તેણે પ્રશાસનને જાણ કરી, ત્યારબાદ મહિલાને હેલિકોપ્ટરની મદદથી બચાવવામાં આવી. બંનેને કેટલાક ફેક્ચર થયા છે. હવે બંનેની હાલત સારી થઈ રહી છે.

પ્રેમીએ મેદાન પર આવીને લગ્ન માટે પ્રપોઝ કર્યું

image source

લોકો પોતાનો પ્રેમ પામવા માટે શું શું નથી કરતા, પ્રેમી પોતાના પ્રેમિકાને વિવાહનો પ્રસ્તાવ આપવા માટે અજીબોગરીબ સ્ટાઈલ અપનાવતા હોય છે. પોતાની પ્રેમિકાને સરપ્રાઈઝ આપવાનો એક અંદાજ ક્રિકેટ પણ જોવા મળ્યો હતો. મહિલા બિગ બૈશ લીગ ફ્રેન્ચાઈઝી (WBBL) એડિલેડ સ્ટ્રાઈકરની પ્લેયર અમાન્ડા વેલિંગટન મેચ બાદ એકદમ ચોંકી ગઈ હતી. કારણ કે, તેના પ્રેમીએ મેદાન પર આવીને તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ