Hyundaiની આ નવી કારનું બે મહિનામાં જ 35,000 ગ્રાહકોએ કરાવ્યું બુકિંગ, જાણો અને તમે પણ કરાવું બુકિંગ

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ (Hyundai Motor India Limited) એ નવી હ્યુન્ડાઇ i20 ને ભારતીય બજારમાં ગ્રાહકો તરફથી જબરદસ્ત કહી શકાય તેવો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આના પરથી એ પણ અંદાજ લગાવી શકાય કે ભારતીય કાર ચાહકોને Hyundai ની i20 કાર પસંદ પડી રહી છે અને એટલે જ તેનું બમ્પર વેંચાણ નોંધાયું છે. અહીં એ વાત નોંધનીય છે કે હ્યુન્ડાઇ કંપનીએ ગત દિવાળીએ એટલે કે બે મહિના પહેલા નવેમ્બર માસમાં જ આ કાર લોન્ચ કરી હતી અને ત્યારબાદ માત્ર બે મહિનાના સમયગાળામાં જ આ કારને 35000 બુકીંગ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. કંપનીના જણાવ્યા મુજબ માત્ર ડિસેમ્બર મહિનામાં જ તેના 8000 જેટલા યુનિટ્સનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું હતું.

image source

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત i20 કાર લોન્ચ કર્યા બાદ 40 દિવસોમાં જ હ્યુન્ડિયા i20 2020 ના 20,000 યુનિટસનું ભારતીય માર્કેટમાં વેંચાઈ ગયા હતા. જ્યારે આ દરમિયાન કંપનીને 10000 યુનિટ્સની ડિલિવરી પણ કરી નાખી હતી.

image source

એ પણ ઉલ્લેખનીય છે કે હ્યુન્ડાઇની નવી Hyundai i20 ભારતીય માર્કેટમાં ચાર અલગ અલગ વેરીએન્ટમાં ઉપલબ્ધ છે. તેમાં Magna, Sportz, Asta અને Asta (O) નો સમાવેશ થાય છે. કંપનીએ તેને 6.80 લાખ રૂપિયાની શરૂઆતી એક્સ શોરૂમની કિંમતે લોન્ચ કરી હતી.

Hyundai i20 2020 નું એન્જીન

image source

કંપનીએ Hyundai i20 2020 ને ત્રણ એન્જીન વિકલ્પ સાથે લોન્ચ કરી છે. જેમાં 1.2- લીટર Kappa પેટ્રોલ, 1.5- લીટર ડીઝલ અને 1.0- લીટર ટર્બોચાર્જડ પેટ્રોલ એન્જીનનો સમાવેશ થાય છે. ટ્રાન્સમિશનની વાત કરીએ તો કંપનીએ તેમાં ગ્રાહકોને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન યુનિટ સાથે ઇન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ આપ્યો છે.

Hyundai i20 2020 નું પરફોર્મન્સ

image source

Hyundai i20 2020 નું 1.2 લીટર પેટ્રોલ એન્જીન IVT વર્ઝન 87 bhp નો મેક્સિમમ પાવર અને 115 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. જ્યારે તેનું મેન્યુઅલ વર્ઝન ઇ2 bhp નો મેક્સિમમ પાવર અને 115 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે.

image source

Hyundai i20 2020 નું 1.5 લીટર ડીઝલ એન્જીન 99 bhp નો મેક્સિમમ પાવર અને 240 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. જ્યારે તેનું 1 લીટર ટર્બો પેટ્રોલ એન્જીન 118 bhp નો મેક્સિમમ પાવર અને 172 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ