જલેબી – આજે થોડો સમય કાઢીને બાળકો અને પરિવાર માટે ખાસ બનાવીએ જલેબી…

આજે આપડે ઘર માં રહેતી સામગ્રી માંથી જ ક્વિક રેસીપી શીખવીશ …જે ઝટપટ રેડી થશે …અને બાળકો અને મોટા ને ભાવશે …અને એ છે ઈન્સ્ટન્ટ જલેબી …..તો કોઈ ટેન્શન વગર આજે જ બનાવો …

અને મને ક્યારેક અચાનક સ્વીટ ખાવાનું મન થાય છે? આવા સમયે ફટાફટ શું બનાવવું એવ સૂઝતુ ન હોય તો યાદ રાખી લો આ ઈન્સ્ટન્ટ જલેબીની રેસિપી. માત્ર 20 જ મિનિટમાં બની જતી આ સ્વીટ તમે એક વાર ટ્રાય કરશો તો પછી ફરી ફરી બનાવવાનું મન થશે.

સામગ્રી :

  • – 1 વાડકી મેંદો
  • – 1/2 વાડકી ખાટૂ દહીં
  • – 1 વાડકી ખાંડ
  • – 1 વાડકી પાણી
  • – 1 ચમચી ફૂડ કલર
  • – ચપટી એલચી પાવડર
  • – સોસ ની બોટ્ટલ
  • – તેલ જરૂર મુજબ ( તળવા માટે )
  • – 1/2 ચમચી બકીંગ સોડા ( tata )

રીત

1..જલેબી બનાવવા માટે સૌપ્રથમ મેદામાં બૅકિંગ soda મેળવી ચાળી લો. તે પછી મેંદામાં પાણી અથવા દહીં નાંખી ક્રીમ જેટલું પાતળુ બનાવી લો અને તે ઘોળને 10-15 મિનિટ માટે ગરમ સ્થળે મૂકી દો કે જેથી હળવો આથો આવી જાય. જલેબીમાં આથાનું ખુબજ મહત્વ છે.જરૂર લાગે એટલુજ પાણી લેવું ..

2..ત્યારબાદ 1 વાટકી ખાંડમાં 1 વાટકી પાણી નાંખો અને એક તારની ચાસણી બનાવી ઉકાળી લો. તે પછી ચાસણીમાં હુંફાળા પાણીમાં ઘોળેલા કેશર ગુલાબ જળ તથા એલચી નાંખો. ચાસણી તૈયાર થઈ ગયા બદા…

3.. કઢાઈમાં ઘી ગરમ કરો અને મેદાનાં ઘોળને એક બોટ્ટેલ માં નાંખી લો અને નીચેથી નાનકડું કાણુ ખોલી દેવું ..ધ્યાન રાખો કે ઘોળ ન વધુ પાતળું હોય કે ન વધુ ગાઢું. તે પછી ઘોળ bottel દ્વારા કઢાઈમાં ગોળ-ગોળ જલેબીઓ બનાવીને ઉતારી લો. સારી તળેલી જલેબીઓ ચાસણીમાં નાંખો. 5 મિનિટ બાદ ચાસણીમાંથી કાઢી ગરમ-ગરમ જલેબી પિરસો.

નોંધ ;- ખાટૂ દહીં જ લેવું તો જલેબી ના ખીરૂ સરસ બનશે ..

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.