શું તમારો ફોન નંબર પણ કોઈએ બ્લોક કરી દીધો છે? તો જાણી લો આ રીતે

જો તમારો પણ ફોન નંબર કોઈએ બ્લોક કરી લીધો છે અને તમારે તે વિષે કન્ફર્મ કરવું છે તો તમારા માટે જ આ માહિતી છે. તેના માટે તમારે સામેવાળા નંબર પર કોલ કરવાનો રહેશે.

image source

હંમેશા જ્યારે આપણા કોઈ મિત્ર સાથે આપણે કોઈ વાતને લઈને નાનકડો ઝઘડો થતો હોય છે ત્યારે કાંતો આપણે તેનો નંબર બ્લોક કરીએ છીએ અથવા તો તે આપણો નંબર બ્લોક કરી દે છે. અને આજકાલ તો નંબર બ્લોક કરવો એ સાવ જ સામાન્ય વાત થઈ ગઈ છે. નાની-નાની વાતો પર લોકો એકબીજાના નંબર બ્લોક કરી દે છે. જો તમારો પણ ફોન નંબર કોઈએ બ્લોક કરી લીધો છે અને તમે તે બાબતે કન્ફર્મ કરવા માગતા હોવ તો તમારા માટે જ આ માહિતી છે.

તમારે કરવો પડશે ફોન કૉલ

image source

બ્લોક કરવામાં આવેલા નંબર વિષે આ રીતે જાણો. જો તમને એવું લાગતુ હોય કે તમારો નંબર બ્લોક કરવામા આવ્યો છે તો તમારે તે નંબર પર કોલ કરવો, જો ફોન વારંવાર બિઝી આવે તો તો શક્યતા છે કે તમારો નંબર બ્લોક કરી દેવામા આવ્યો હોય.

image source

જો તમારો કોલ ડિસકનેક્ટ થઈ રહ્યો હોય તો બીજા કોઈ નંબરથી કોલ કરીને જુઓ. બીજા નંબરથી જો લાંબી રિંગ જશે અને સામેવાળી વ્યક્તિ કોલ ઉઠાવી લે તો પછી ચોક્કસ તમારો નંબર બ્લોક કરવામા આવ્યો છે તેવું જ સમજવું.

image source

બીજા નંબરથી કોલ કરવા પર કોલ જઈ રહ્યો છે અને તમારા નંબરથી કોલ નથી જતો તો પછી એ સ્પષ્ટ થઈ જાય છે કે તમારો નંબર બ્લોક કરવામા આવ્યો છે. જે તમે ઇચ્છો તો બીજા નંબરથી કોલ કે મેસેજ કરીને તમારો નંબર અનબ્લોક કરવા માટે કહી શકો છો. ઘણીવાર અજાણતા પણ નંબર બ્લોક થઈ જતા હોય છે. આ ઉપરાંત ઘણીવાર માત્ર વ્હોટ્સએપ પર જ જો નંબર બ્લોક કરવામા આવ્યો હોય તો તમે વ્હોટ્સ એપ પર મેસેજ નથી કરી શકતાં કોલ પણ નથી કરી શકતા અને સામે વાળી વ્યક્તિની પ્રોફાઈલ કે પછી તેનું સ્ટેટસ પણ નથી જોઈ શકતાં. પણ જો તમે તે વ્યક્તિને સાદો કોલ કરો તો તે બ્લોક નથી થયો હોતો.

image source

ઘણીવાર એવું બનતું હોય છે કે જો સામેવાળી વ્યક્તિએ નવો ફોન લીધો હોય અથવા તો તેના ફોનમાંથી તમારો ફોન નંબર ડીલીટ થઈ ગયો હોય તો તમે તેની પ્રોફાઈલ કે સ્ટેટસ નથી જોઈ શકતાં. અને આવું પણ ત્યારે જ બને છે જ્યારે તે વ્યક્તિએ પોતાના વ્હોટ્સએપમાં કોઈ પ્રાઇવસી સેટીંગ કરી રાખ્યું હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ