આ વ્રત કરવાથી મળે છે મનમાંગ્યો જીવનસાથી, સાથે કુંડલીના બધા જ દોષ થઇ જાય છે દૂર, વાંચો આ કથા તમે પણ

વિવાહલપંચમીથી મળે છે મનમાગ્યો જીવનસાથી, કુંડલીના બધા જ દોષ દૂર થઈ જાય છે – વાંચો તેની કથા

આજે વિવાહ પંચમી ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ પ્રમાણે માગસર મહિનાના શુક્લ પક્ષની પાંચમની તીથીએ ભગવાન રામ અને માતા સીતાના લગ્નનો ઉત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, વિવાહ પંચમીના દિવસે જ ભગવાન રામ અને માતા સીતાના લગ્ન સંપન્ન થયા હતા.

image source

આ દિવસે પૂજા કરવાથી જાતકની કુંડળીના દોષ પણ દૂર થઈ જાય છે. માન્યતા છે કે વિવાહ પંચમીના દિવસે જે જાતક વ્રત અને પૂજા કરે છે તેમને મનમાગ્યો જીવનસાથી પ્રાપ્ત થાય છે. વિવાહ પંચમીને શ્રીરામ પંચમી અથવા વિહાર પંચમીના નામથી પણ ઓળખામાં આવે છે. આ દિવસે નાગદેનવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. ચાલો જાણીએ વિવાહ પંચમીની પૌરાણિક કથા વિષે.

image source

વિવાહ પંચમીની પૌરાણિક કથા

પૌરાણિક માન્યતા પ્રમાણે, સીતા માતાનો જન્મ ધરતી પર થયો હતો. કહેવાય છે કે રાજા જનક હળ ચલાવી રહ્યા હતા ત્યારે તેમને એક બાળકી મળી હતી અને તેને તેઓ પોતાના મહેલમાં લઈ આવ્યા અને તેમનો પોતાની પુત્રી તરીકે ઉછેર કર્યો. તેમણે તે બાળકીનું નામ સીતા રાખ્યું, લોકો તેમને જનક પુત્રી સીતા કે જાનકી કહીને બોલાવતા હતા. માન્યતા છે કે માતા સીતાને એકવાર મંદિરમાં રાખવામાં આવેલા શિવજીના ધનુષને ઉઠાવી લીધું હતું.

image source

તે ધનુષને પરશુરામ સિવાય બીજું કોઈ જ નહોતું ઉઠાવી શકતું. તે દિવસે રાજા જનકે નિર્ણય લીધો કે તેઓ પોતાની પુત્રી ના લગ્ન તે જ પુરુષ સાથે કરશે જે આ ધનુષને ઉઠાવી શકશે. પછી થોડા સમય બાદ માતા સીતાના લગ્ન માટે સ્વયંવર રાખવામાં આવ્યો. સ્વયંવર માટે કેટલાએ મોટા-મોટા મહારથિઓ, રાજાઓ અને રાજકુમારોને આમંત્રણ મોકલવામા આવ્યું હતું. તે સ્વયંવરમાં મહર્ષિ વશિષ્ઠની સાથે મર્યાદા પુરુષોત્તમ રામ અને તેમના નાના ભાઈ લક્ષમણ પણ દર્શક દીર્ઘામાં હાજર હતા.

image source

સ્વયંવર શરૂ થયો અને એક એક કરી બધા રાજા, ધુરંધર અને રાજકુમારો આવ્યા પણ તેમનામાંથી કોઈનામાં પણ શિવનું ધનુષ ઉઠાવવાની તાકાત નહોતી કોઈ તેને હલાવી પણ નહોતું શક્યું. આ જોઈ રાજા જનક ખુબ જ દુઃખી થઈ ગયા અને કહેવા લાગ્યા કે શું મારી પુત્રિ માટે કોઈ પણ યોગ્ય વર નથી. ત્યારે મહર્ષિ વશિષ્ઠે રામને સ્વયંવરમાં ભાગ લઈને ધનુષ ઉઠાવવાનું કહ્યું.

image source

રામે ગુરુની આજ્ઞાનું પાલન કર્યું અને એકવારમાં જ ધનુષ ઉઠાવી તેમાં પ્રત્યંચા ચઢાવવા લાગ્યા પણ ધનુષ ટૂટી ગયું. તેની સાથે જ રામ સ્વયંવર જીતી ગયા અને માતા સીતાએ તેમના ગળામાં વરમાળા નાખી દીધી. માન્યતા છે કે સીતા માતાએ જેવી જ ભગવાન રામના ગળામાં વરમાળા નાખી ત્રણે લોક ખુશીથી જૂમી ઉઠ્યા. એ જ કારણ છે કે વિવાહ પંચમીના દિવસે આજે પણ ધામધૂમથી ભગવાન રામ અને માતા સીતાનું ગઠબંધન કરવામા આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ