ઇન્દોરી સમોસા – સ્પેશિયલ સમોસા સાથે આજે બનાવતા શીખો સ્પેશિયલ બે ચટણી…

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે ચટપટું ખાવાનું કોને પસંદ નથી જોતા જ મોઢામાં પાણી આવી જઈ એવા “ઇન્દોરી સમોસા” જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવા ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી તેમજ મસાલેદાર બનશે. લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા સમોસા એકવાર ઘરે આ રીતે બનાવશો તો નાના બાળકોથી લઈને વડીલો સુધી બધાને બોઉં જ ભાવશે. એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી

  • 2 કપ મેંદો
  • ચાર નંગ બાફેલા બટેકા
  • એક કપ વટાણા
  • આદુ મરચાની પેસ્ટ
  • આખા ધાણા
  • વલીયારી
  • જીરુ
  • લાલ મરચું
  • હિંગ
  • મીઠું
  • અજમો
  • ગરમ મસાલો
  • આમચૂર પાવડર
  • ઘી
  • તેલ

રીત-


1- તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ.

2-સૌથી પહેલા આપણે લોટ બાંધી લઈશું. આપણે બે કપ મેંદો લીધો છે. તેમાં અડધી ચમચી અજમો નાખી શું.

3- હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને બે મોટી ચમચી દેશી ઘી નાખવાનું છે.ઘી નાખવાથી આપણા સમોસા એકદમ ક્રિસ્પી બને છે.

4- હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું. તેને બરાબર મિક્સ કરી લીધું છે તે તમે વીડિયોમાં જોઈ શકો છો કે મોવાણ મુઠ્ઠી વરે તેવું હોવું જોઈએ. મુઠ્ઠી વરે તેવું મોવાણ હોવું જોઈએ.

5- હવે આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરીશું. નરમ લોટ બાંધી લઈશું. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. તેને હવે ઘી નો ધાબો દઈશું અને ઢાંકીને થોડીવાર લોટને મૂકી રાખીશું.

6- હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. સૌથી પહેલા આપણે એક મસાલો તૈયાર કરીએ છીએ.

7- જેના માટે આપણે એક પેનમાં લઈશું એક ચમચી આખા ધાણા તેને આપણે ડ્રાય રોસ્ટ કરીશું.

8- હવે તેમાં આપણે એક ચમચી વલીયારી નાખીશું તેને પણ ડ્રાય કરીશું. અને એક ચમચી જીરુ એડ કરીશું. આને આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે.

9- હવે આપણે તેને ધીમા તાપે શેકી લઈશું. તેથી તે બળી ના જાય. હવે તેમાં ધુમાડા પણ નીકળવા માંડયા છે. અને તેની એક સરસ સુગંધ આવે છે. જેથી આને આપણે ગેસ ને બંધ કરી દઈશું.

10- હવે આ ડ્રાય રોસ્ટ થઈ ગયું છે. હવે તેને ઠંડુ પડે એટલે મિક્સરમાં પીસી લઈશું. અધકચરુ પીસી લઈશું.


11- સ્ટફિંગ નો મસાલો તૈયાર થઈ ગયો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે તેને બહુ ઝીણો નથી કર્યો.

12- હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીએ. સૌથી પહેલા પેનમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકીશું.

13- હવે આપણું તેલ ગરમ થઇ ગયું છે તો તેમાં આદુ મરચાની પેસ્ટ નાખીશું. લગભગ દોઢ ચમચી. તેને સાંતળી લઈશું. તેની કાચી સુગંધ જાય ત્યાં સુધી સેકી લેવાનું છે.

14- હવે આપણે પીસેલો મસાલો હમણાં બનાવ્યો હતો તે એડ કરીશું. લગભગ ૩ મોટી ચમચી.તેને હવે રોસ્ટ કરી લઈશું. તેમાં હવે થોડી હિંગ નાખીશું.હવે આ સેકાઈ ગયું છે.

15- હવે આપણે તેમાં બાફેલા બટાકા નાખીશું. તેને બરાબર મિક્સ કરી લઈએ. આપણે તેને પીસીસ કર્યા છે પણ તેને આપણે મેષ કરીશું. આપણે તેને પહેલા પીસ કરવાના પછી તેને મેસ કરીશું. જેથી તે ચીકણા ના થાય.

16- હવે આપણે તેમાં બાફેલા વટાણા પણ એડ કરીએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું.

17- હવે તેમાં એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. હવે તેને મિક્સ કરીએ અને ધીમે ધીમે દબાવતા જઈશું.

18- તમે વીડિયોમાં જોઈ શકો છો કે તે પ્રમાણે આપણે બટાકાને મેસ કરી લઈશું. જેથી તે ચીકણા નય થાય.

19- હવે તેમાં 1 મોટી ચમચી લાલ મરચું પાવડર નાખીશું. જો તમે તીખું વધારે પસંદ કરતા હોય તો વધારે નાખી શકો છો.

20- હવે તેમાં એક ચમચી આમચૂર પાવડર નાખવાનો છે.હવે તેને બરાબર મિક્સ કરી લઈએ.

21- હવે આ બરાબર મિક્સ થઈ ગયું છે અને આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ.

22- હવે આને એક બાઉલમાં કાઢીને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય પછી આપણે સમોસામાં સ્ટફ કરીશું. જ્યાં સુધી સ્ટફિંગ ઠંડુ પડે ત્યાં સુધી આપણે ઇન્દોરી ચટણી બનાવી દઈએ.

23- આપણે બે ટાઈપની ચટણી બનાવીએ છે. સૌથી પહેલા આપણે રેડ ચટણી બનાવીશું.

24- આપણે રેડ ચટણી માટે એક પેનમાં થોડું તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી વરીયાળી નાખીશું.

25- હવે આપણે આંબલીનો એક વાડકી પલ્પ રેડીશું.તેમાં થોડું પાણી એડ કરીશું.

26- તેમાં આપણે ગોળ એક ચમચી જેટલો એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું.

27- હવે તેમાં બોઇલ આવે એટલે તેમાં અડધી ચમચી લાલ મરચું ઉમેરીશું. પહેલા તેમાં બોઈલ આવા દઈશું. મરચું નાખીને ગેસ બંધ કરી દેવાનું.

28- હવે આ આપણી ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે.

31- તો ચાલો આપણે હવે સમોસા બનાવીએ. આપણો લોટ તૈયાર થઈ ગયો છે.

32- હવે તેમાંથી એક બોલ સાઈઝ લઈશું. બોલ સાઇઝનું ગુલ્લુ લઈ ને વણી લઈશું.

33- આપણે જેમ નોર્મલ રોટલી વણીયે તેવું જ વણવાનું છે.એટલી બધી પાતળી નઈ.

34- હવે આપણે તેને વચ્ચેથી કટ કરી લઈશું. તેને હવે એકની ઉપર એક બીજું મૂકવાનું.તેવી રીતે તેને પ્રેસ કરી દેવાનું.સરસ રીતે પ્રેસ કરવાનું છે. જેથી તેલમાં છૂટું ના પડે.

35- હવે જ્યાં આપણે બંધ કર્યું છે ત્યાં અંગૂઠા પાસે મૂકી ને કોન જેવો આકાર આપી તેને પકડશું.તેમાં સ્ટફિંગ ભરીશું.

36- હવે તેને દબાવી લઈશું.એટલે છેક નીચે સુધી મસાલો પહોંચે.તેવી રીતે પ્રેસ કરવાનું.

37- હવે આપણે સમોસા ને બંધ કરીશું.સરખી રીતે પ્રેસ કરીશું.જેથી તે તળતી વખતે ખુલી ના જાય.

38- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો સમોસો સરસ રીતે સિલ થઈ ગયું છે.આ તૈયાર છે.

39- હવે તેવી જ રીતે બીજો સમોસા પણ બનાવી લઈશું.

40- હવે આપણા સમોસા તૈયાર થઈ ગયા છે તો આપણે તેને તળી લઈશું.

41- હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તેલ મીડીયમ ગરમ હોવું જોઈએ જેથી આપણા સમોસા ક્રિસ્પી બને.

42- હવે તેને એક ટીસ્યુ પેપર પર કાઢી લઈશું. તેવી જ રીતે બીજો પણ સમોસા તળી લઈશું.

43- હવે આપણા ગરમાગરમ ઇન્દોરી સમોસા તૈયાર છે બનાવજો ખાજો અને ખવડાવજો.

30- ગ્રીન ચટણી બનાવવા માટે આપણે તેની સામગ્રી જોઈએ.

  • લીલા ધાણા ૧ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લીલા મરચાં બે નંગ
  • લીંબુ અડધું

રીત

1- હવે આપણે ગ્રીન ચટણી બનાવી શું તેમાં લીલા ધાણા, લીલા બે મરચા કટ કરી ને લેવાના.અને અડધું લીંબુ,મીઠું સ્વાદ અનુસાર

2- હવે આપણે આ બધું મિક્સરમાં પીસી લઈશું. આપણે જે રેગ્યુલર ગ્રીન ચટણી બનાવીએ છીએ તેવી જ બનાવવાની છે. પણ આ થોડી પાતળી કરવાની હોય છે.

3- હવે આપણે બંને ચટણી તૈયાર થઈ ગઈ છે.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.