નવા વર્ષથી બદલાઇ જશે આ 10 નિયમો, જાણો આનાથી કરોડો લોકોને થશે કેવી અસર

નવું વર્ષ શરૂ થતાં અનેક ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારો તમારા જીવનને પણ અસર કરશે. 1 જાન્યુઆરીથી બેંકિંગના નિયમો અને લેન્ડલાઇનથી મોબાઈલ ફોન કોલિંગ સહિત ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. આજે અહીં તમને 1 જાન્યુઆરી 2021થી થનારા ​​મોટા ફેરફારો વિશે જણાવવામાં આવ્યું છે. 1 જાન્યુઆરી 2021થી અનેક નિયમોમાં ફેરફાર આવવા જઈ રહ્યો છે જેની સીધી અસર સામાન્ય માણસ પર થશે. ચેક પેમેન્ટથી લઈને ફાસ્ટેગ, UPI પેમેન્ટ સિસ્ટમ અને GST રિટર્નના અનેક નિયમોમાં ફેરફાર આવી શકે છે.

1 જાન્યુઆરી 2021થી આવશે આ ફેરફારો, જાણી લો આ રીતે થશે તમને અસર.

ચેક પેમેન્ટ સિસ્ટમ

image source

1 જાન્યુઆરીથી ચેક પેમેન્ટ સિસ્ટમ સાથેનો નિયમ બદલાઈ જશે. સકારાત્મક ભુગતાન વ્યવસ્થાના આધારે ચેકની મદદથી 50000 રૂપિયા કે તેનાનથી વધારે પેમેન્ટ માટે કેટલીક જાણકારીઓને ફરીથી કન્ફર્મ કરાશે. આ એકાઉન્ટ હોલ્ડર પર નક્કી કરાય છે કે આ સુવિધાનો લાભ લેવા તેઓ ઈચ્છે છે કે નહીં. ચેક જાહેર કરનારા વ્યક્તિએ જાણકારી એસએમએસ, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ કે એટીએમની મદદથી આપવાની રહેશે.

કોન્ટેક્ટલેસ કાર્ડ પેમેન્ટ

image source

ભારતીય રિઝર્વ બેંકે કોન્ટેક્ટલેસ કાર્ડ પેમેન્ટની લિમિટ્સ 2000થી વધારીને 5000ની કરી છે. આ 1 જાન્યુઆરી 2021થી લાગૂ થશે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી 5000 રૂપિયા સુધીના પેમેન્ટ માટે પિન નહીં નાખવો પડે.

કાર થશે મોંઘી

image source

ઓટોમોબાઈલ કંપનીઓ જાન્યુઆરી 2021થી પોતાના અનેક મોડલની કિંમતો વધારી રહી છે. ત્યારપછી કાર ખરીદવું પહેલાંની પહેલાં મોંઘું બનશે. અત્યાર સુધી મારુતિ, મહિન્દ્રા બાદ રેનો અને એમજી મોટર્સના ભાવમાં પણ વધારો કરવાનું કંપનીઓએ જાહેર કરી દીધું છે.

ફાસ્ટૈગ લગાવવાનું રહેશે જરૂરી

image source

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ 1 જાન્યુઆરી 2021થી દરેક ફોર વ્હીલર પર ફાસ્ટૈગ અનિવાર્ય કર્યુ છે. તેના વિના કોઈ પણ નેશનલ હાઈવે ટોલ પાર કરનારા વાહન ચાલકોને બમણો ચાર્જ આપવાનો રહેશે. હાલમાં દરેક ટોલ પ્લાઝજા પર 80 ટકા લાઈનો ફાસ્ટૈગ અને 20 ટકા લાઈનો કૈશમાં કામ કરી રહી છે.

લેન્ડલાઈનથી મોબાઈલ પર કોલ કરવા માટે લગાવવાનો રહેશે શૂન્ય

જ્યારે તમે 1 જાન્યુઆરીથી લેન્ડલાઈન ફોનથી કોઈ પણ મોબાઈલ પર ફોન લગાવશો તો તમારે તેની આગળ શૂન્ય લગાવવાનું રહેશે. આ સિવાય તમે કોલ કરી શકશો નહીં.

મ્યુચ્યુઅલ ફંડના રોકાણના બદલાશે નિયમો

image soucre

SEBIએ મલ્ટીકેપ મ્યુચ્યુઅલ ફંડના માટે એસેટ એલોકેશનના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નિયમોના અનુસાર હવે ફંડ્સનો 75 ટકા ભાગ ઈક્વિટીમાં રોકવો જરૂરી છે. જે હાલમાં ન્યૂનતમ 65 ટકા છે. નવા નિયમો અનુસાર મલ્ટી કેપ ફંડ્સ સ્ટ્રક્ચરમાં ફેરફાર આવશે, ફંડને મિડકેપ અને સ્મોલકેપમાં 25-25 ટકા રોકાણ કરાશે. 25 ટકા લાર્જ કેપમાં રોકાશે.

UPI પેમેન્ટમાં થશે ફેરફાર

image source

1 જાન્યુઆરી 2021થી UPIની મદદથી પેમેન્ટ કરવાનું મોંઘુ બનશે. થર્ડ પાર્ટીની તરફથી ચલાવવામાં આવી રહેલા એપ્સ પર એકસ્ટ્રા ચાર્જ લગાવવાની જાહેરાત કરાઈ છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની તરફથી આ નિર્ણય લેવાયો છે.

GST રિટર્નના બદલાશે નિયમો

image source

દેશના નાના રોજગારીઓને સરળ, ત્રૈમાસિક ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ રિટર્ન ફાઈલિંગની સુવિધા મળશે. નવા નિયમ અનુસાર જે કારોબારીઓ 5 કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર કરે છે તેમને દર મહિને રિટર્ન દાખલ કરવાની જરૂર રહેશે નહીં. નવા નિયમ લાગૂ થયા બાદ ટેક્સ પેયર્સને ફક્ત 8 રિટર્ન ભરવાના રહેશે. તેમાં 4 જીએસટીઆર 3બી અને 4 GSTR રિટર્ન ભરવાના રહેશે.

સરળ જીવન વીમા પોલિસી થશે લોન્ચ

image source

1 જાન્યુઆરી બાદ ઓછા પ્રીમિયમમાં વીમા ખરીદી શકાશે. IRDAIએ દરેક કંપનીઓને સરળ જીવન વીમા લોન્ચ કરવાનું કહ્યું છે. આરોગ્ય સંજીવની નામની સ્ટેન્ડર્ડ રેગ્યુલર હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન રજૂ કર્યા બાદ એક સ્ટાન્ડર્ડ ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ રજૂ કરવાના આદેશ આપ્યા છે.

ફોનમાં વોટ્સએપ થશે બંધ

image source

1 જાન્યુઆરીથી તમારા કેટલાક એન્ડ્રોઈડ અને આઈઓએસ ફોન પર વોટ્સએપ બંધ થઈ જશે,કંપનીએ કહ્યું કે જે સોફ્ટવેર જૂના થઈ ગયા છે તેની પર વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે.

ગેસ સિલિન્ડરની કિંમત બદલાશે

image source

દેશની સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. કિંમત વધી પણ શકે છે અને રાહત પણ મળી શકે છે. તેથી, 1 જાન્યુઆરીથી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ