સુશાંત સિંહ રાજપૂતના કેસ પાછળ ખર્ચાયા આટલા કરોડ રૂપિયા, તેમ છતા પરિણામ આવ્યું શૂન્ય

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુએ આખાએ દેશને ચોંકાવી મુક્યું હતું. શરૂઆતની તપાસમાં પોલીસે જણાવ્યું હુતં કે તેણે આત્મહત્યા કરી છે. અને તેનું શવ તેના ઘરમાંના તેના બેડરૂમમાં પંખે લટકતી હાલતમાં મળ્યું હતું. પણ ધીમે ધીમે તેના મૃત્યુને લઈ કેટલીએ શંકાઓ ઉભી થવા લાગી અને છેવટે તેના કુટુંબે તેની તપાસ માટે સરકાર તેમજ તંત્રને દબાણ કરવું પડ્યું જેમાં સુશાંતના ફેન્સ તેમજ મિત્રોએ પણ ખૂબ જ સહકાર આપ્યો. અને આખાએ દેશમાં સુશાંતને ન્યાય આપવા માટેનું એક મોટું મોજું ફરી વળ્યું અને છેવટે સુશાંતના મૃત્યુની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી.

image source

આ કેસમાં સુશાંતના પરિવારે એટલે કે તેના પિતા તેમજ તેની બહેનોએ સુશાંતની ગર્લફ્રેન્ડ રીયા વિરુદ્ધ સુશાંત સાથે પૈસાની ઉચાપત કરવા, તેને આત્મહત્યા કરવા માટે પ્રેરવા વિગેરેની ફરિયાદ કરવામા આવી. અને ત્યાર બાદ રિયાને કેટલાક દિવસો સુધી જેલમાં પણ રહેવું પડ્યું હતું. પણ છેવટે રિયા વિરુદ્ધ કોઈ જ પુરાવા ન મળતા તેણીને મુક્ત કરવામા આવી હતી અને બીજી બાજુ રિયાએ પણ સુશાંતના પરિવાર વિરુદ્ધ માનહાનીનો દાવો કર્યો હોવાના સમાચાર મળ્યા છે. આ બન્ને પક્ષે વકિલો પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા છે તેમાં કોઈ જ શંકા નથી પણ આ તપાસ પાછળ પણ સરકારના એટલે કે જનતાના કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા છે.

image source

જોકે આટલો બધો હોબાળો મચ્યો હોવા છતાં સુશાંતના કેસમાં કોઈ જ પરિણામ મળ્યું નથી. તેના મૃત્યુનું કોઈ નક્કર કે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પણ બીજી બાજુ આ એક હાઇપ્રોફાઈલ કેસ બની ગયો હતો જેના કારણે જનતાના કરોડો રૂપિયા આ કેસની તપાસ પાછળ ખર્ચાઈ ગયા છે.

તમને જણાવી દઈએ કે આ કેસે બિહાર તેમજ મહારાષ્ટ્ર ની પોલીસને દોડતી કરી મુકી દીધી હતી અને ઉપરથી સીબીઆઈના અધિકારીઓએ પણ આ કેસમાં દિલ્લી-મુંબઈની યાત્રાઓ ખૂબ કરી હતી. અને તેની પાછળ સરકારના એટલે કે આપણા જનતાના કરોડો રૂપિયા વેડફાઈ ગયા હતા.

image source

સુશાંતના કેસની તપાસમાં બે રાજ્યોની પોલીસ, સીબીઆઈ, ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ અને એનસીબી દ્વારા કરવામાં આવી હતી.
14 જૂનના રવિવારના રોજ સુશાંતનો મૃતદેહ તેના ફ્લેટમાંથી પંખે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. અને ત્યારે જ તેનો આ કેસ એક હાઇપ્રોફાઈલ કેસ બની ગયો હતો. શરૂઆતમાં જ પોલીસે તેના મૃત્યુનું કારણ આત્મહત્યા જણાવ્યું હતું પણ ત્યાર બાદ તપાસ માટે હોબાળો મચતા તેની બારીક તપાસ કરવામા આવી હતી અને તેના કારણે મુંબઈ પોલીસે ફિલ્મ જગતના મોટા મોટા માથાઓની પણ પૂછપરછ કરી હતી પણ તેમને કશુંજ જાણવા મળ્યું નહોતું. તેમ છતાં લોકોને સંતોષ ન થતા તેની તપાસ સીબીઆઈને સોંપવામા આવી હતી અને છેવટે આ તપાસમાં ડ્રગ્સનો એંગલ પણ સામે આવ્યો હતો અને તેના કારણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ પણ તેમાં કૂદવું પડ્યુ હતું.

તપાસ પાછળ ખર્ચાયા ટેક્સપેયર્સના કરોડો રૂપિયા

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને છ મહિના ઉપરનો સમય થઈ ગયો અને છેલ્લા છ મહિના દરમિયાન મુંબઈ પોલીસથી લઈને બિહાર પોલીસ, એનસીબી, સીબીઆઈ, સાથે ચાર એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી પણ કશું જ નવું જાણવા નહોતું મળી શક્યું. એવું કહેવામા આવી રહ્યું છે કે આ સમય દરમિયાન આ એક કેસ પાછળ જનતાના કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા હતા.

કેવી રીતે થયો કરોડોનો ખર્ચો ?

image source

તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ મુંબઈ પોલીસના 50 જેટલા અધિકારીઓ તેમજ કર્મચારીઓ આ કેસમાં 2 મહિના સુધી લાગેલા રહ્યા હતા. ત્યાર બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના પણ 12 કરતાં પણ વધારે અધિકારીઓ તેમજ કર્મમચારીઓએ આ કેસની તપાસ કરી હતી. આટલેથી ન પતતાં છેવટે સીબીઆઈને તપાસ સોંપાયી અને સીબીઆઈના પણ લગભગ 50 કરતા વધારે અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ આ તપાસમાં રોકાયા હતા. તેમની ખાસ ટીમને દીલ્લીથી મુંબઈ મોકલવામાં આવી હતી. અને તેમની બધી જ પુછપરછ મુંબઈની કોઈ ઓફિસમાં નહીં પણ મોટે ભાગે કોઈ હોટેલમાં જ થતી હતી.

લગભગ 5 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા

image source

તમને જણાવી દઈએ કે આ કેસમાં દીલ્લીથી મુંબઈ આવતી સીબીઆઈની ટીમ તેમજ એનસીબીની ટીમ વારંવાર ફ્લાઇટમાં જ આવાગમન કરતી હતી. તેમના પગાર તેમજ તેમના વિમાનભાડા તેમજ તેમના હોટેલમાં રોકાવા, તેમના ભોજન વિગેરે પાછળ અંદાજીત 5 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ તપાસ માટે સુશાંતના ફેન્સે એક ચળવળ ઉભી કરી હતી જો તેમ ન થયું હોત તો કદાચ આટલી સઘન રીતે તેની તપાસ ન થઈ શકૂ હોત કારણ કે બીજા કેટલાક કેસમાં આવી ચપળ શોધ દાખવવામાં આવી હોય તેવા ઉદાહરણો ઘણા ઓછા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ