બાળક રડતુ હોય ત્યારે ભૂલથી પણ ના કરતા આ વાતોને ઇગ્નોર, જાણી લો કેમ

તમારું બાળક પણ રડે ત્યારે થતું હોય આવું તો સમજી લેજો તે છે ડિહાઈડ્રેટ

image source

નવજાત શિશુને યોગ્ય દેખરેખ અને પોષણ મળતું રહે તે ખૂબ જરૂરી છે. નવજાત બાળકની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તે દરેક નવી વસ્તુ પ્રત્યે સંવેદનશીલ હોય છે. તેથી માતા-પિતાએ તેના ખોરાક, મળ, મૂત્ર, ઊંઘવાના સમયનું ખાસ ધ્યાન રાખવું પડે છે. પહેલા વર્ષમાં બાળક માટે મુખ્ય આહાર માતાનું દૂધ હોય છે.

image source

પરંતુ જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેના આહારમાં ફેરફાર થાય છે અને તેનું વજન પણ વધતું તેમજ ઘટતું રહે છે. જો કે સામાન્ય રીતે લોકો માને છે કે બાળક દેખાવમાં હૃષ્ટપૃષ્ટ હોય તો તે સ્વસ્થ્ય જ હોય છે. બાળક જાડુ દેખાતું હોય પરંતુ તેને પાચન સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. તેવી જ રીતે બાળક સરળતાથી ડિહાઈડ્રેશનનો શિકાર પણ થઈ શકે છે.

image source

બાળકોમાં પણ પાણીની ઊણપ ગંભીર તકલીફોને આમંત્રણ આપે છે. બાળકોમાં આ તકલીફના લક્ષણો જોવા મળે તો તુરંત તેના માટે પગલા ભરવા જોઈએ. નવજાત બાળકના એવા કયા લક્ષણો છે જે ડિહાઈડ્રેશન દર્શાવે છે ચાલો જાણીએ સૌથી પહેલા

1. મોં અને ત્વચા ડ્રાય થઈ જવી

image source

નવા માતાપિતા માટે નવજાતની અવસ્થાને સમજવી મુશ્કેલ હોય છે. તેમને ઘણીવાર લાગે છે કે બાળક બરાબર છે પરંતુ ક્યારેક બાળક કોઈ તકલીફથી પીડિત પણ હોય શકે છે. પાણીની ઊણપ આવી જ તકલીફ છે. જેમાં સૌથી પહેલા બાળકનું મો અને તેની ત્વચા ડ્રાય થઈ જાય છે. બાળકની જીભનો રંગ અને લાર જોઈને પણ અંદાજ લગાવી શકાય તે બાળકને તરસ લાગી છે કે નહીં. બાળકના હોંઠની આસપાસની ત્વચા સુકી રહેતી હોય તો પણ તેને યોગ્ય પ્રમાણમાં પાણી આપવાની જરૂર હોય છે. આ ઉપરાંત જો બાળકને ડિહાઈડ્રેશન હોય તો તેના હાથ અને પગનું તાપમાન પણ સામાન્ય કરતાં વધારે હોય શકે છે.

2. બાળક રડે તો ન નીકળે આંસું

image source

જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ રડવાનું પ્રમાણ વધી જાય તે સામાન્ય બાબત છે. પરંતુ જો બાળક રડે અને આંસૂં ન નીકળે તો તે સામાન્ય નથી. આમ એટલા માટે થાય છે કે બાળકના શરીરમાં પાણીની ખામી હોય છે. તેના કારણે આંસૂ નીકળતા નથી. તેવામાં પ્રયત્ન કરો કે બાળકને દૂધ અને પાણી બંને પ્રમાણસર મળે તે વાતનું ધ્યાન આપો. બાળક છ માસનું થાય ત્યારબાદ તેને પ્રવાહી વધારે પ્રમાણમાં પીવડાવો.

3. બાળકનું ડાયપર રહે ડ્રાય

image source

શરૂઆતના છ માસ દરમિયાન સામાન્ય રીતે બાળકને ડાયપર પહેરાવવામાં આવે છે. દિવસમાં નિશ્ચિત કલાકો બાદ બાળકનું ડાયપર બદલી દેવામાં આવે છે. જો બાળક ઓછું પાણી પીતું હશે તો તેનું ડાયપર ડ્રાય રહેતું હશે. એટલે કે તે ઓછા પ્રમાણમાં યૂરીન પાસ કરશે. આ ઉપરાંત ડિહાઈડ્રેશન હશે તે મૂત્રનો રંગ પણ પીળો થઈ જશે.

4. સુસ્ત અને વધારે ઊંઘ

image source

જ્યારે બાળકને પોષણ બરાબર ન મળે ત્યારે તે સુસ્ત રહેવા લાગે છે. બાળક ઝડપથી થાકી જાય છે અને વધારે ઊંઘ કરે છે. ડિહાઈડ્રેશન આવી સ્થિતિનું મુખ્ય કારણ હોય છે. બાળક થાકેલું અને સુસ્ત જણાય તો તેની દિનચર્ચા પર ધ્યાન આપો કે તે ક્યારે ક્યારે પાણી પીવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ