શું તમને ખ્યાલ છે કે, આપણા દેશમા કઈ બાઈક્સ વેચાઈ છે વધુ? આજે જ જાણો…

મિત્રો, હાલ એન્ટ્રી લેવલ ટુ-વ્હીલર્સ એટલે પણ વધુ ખરીદવામાં આવે છે કારણકે, તેની જાળવણી સરળ તેમજ માઇલેજ ખુબ જ સારી હોય છે. આ કોરોના મહામારી વચ્ચે ગયા મહિને દેશમાં ગ્રાહકો દ્વારા ત્રણ બાઇક ખરીદવામાં આવી હતી. ચાલો જાણીએ કે, એપ્રિલ મહિનામાં ટોચની ત્રણ સૌથી વધુ વેચાતી બાઇક્સ કઈ છે. તેમની કિંમત અને સુવિધાઓ પણ જાણો. જો તમે નવી બાઇક ખરીદવાનું પણ વિચારી રહ્યા હોવ તો તે તમારી પસંદગી બની શકે છે.

હીરો સ્પ્લેન્ડર પ્લસ :

image source

જ્યારે દેશમાં સૌથી વધુ વેચાતા ટુ-વ્હીલરની વાત આવે છે, ત્યારે હીરો સ્પ્લેન્ડર આ યાદીમાં ટોચ પર છે. એપ્રિલમાં હીરો મોટોકોર્પે ૧,૯૩,૫૦૮ યુનિટ વેચ્યા હતા. સ્પ્લેન્ડર પ્લસ દેશની સૌથી વિશ્વસનીય અને લોકપ્રિય બાઇક છે. તેમાં ૯૭.૨ સીસી , સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે ૭.૯ બીએચપી પાવર અને ૮.૦૫ એનએમ ટોર્ક જનરેટ કરે છે.

તે ફોર સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. તે એન્જિન ફ્યુઅલ ઇન્જેક્શન તકનીકથી સજ્જ છે. આ સાથે જ કંપનીએ એક્સસેન્સ ટેક્નોલોજીનો પણ તેમા સમાવેશ કર્યો છે. આ બાઇકની એક્સ-શો રૂમ કિંમત ૬૨,૫૩૫ રૂપિયાથી લઈને ૬૭,૮૪૫ રૂપિયા સુધીની છે.

હીરો એચએફ ડિલક્સ :

image source

હીરોની એચએફ ડિલક્સ પણ સૌથી વધુ વેચાતી બાઇકની યાદીમાં છે. કંપનીએ ગયા મહિને બાઇકના ૭૧ હજારથી વધુ યુનિટ વેચ્યા હતા. આ બાઇકમાં ૯૭.૨ સીસી સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે ૮.૩૬ પીએસ પાવર અને ૮.૦૫ એનએમ ટોર્ક જનરેટ કરે છે.

આ એન્જિન ફોર સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. આ ઉપરાંત, એન્જિન ફ્યુઅલ ઇન્જેક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જે વધુ સારી માઇલેજમાં મદદ કરે છે, તેમજ ઉત્તમ એન્જિન પર્ફોમન્સ પણ આપે છે. એક લિટરમા આ બાઇક ૮૨ કેએમપીએલ ની માઇલેજ આપી શકે છે. તેની શરૂઆતની કિંમત ૫૧,૭૦૦ રૂપિયા છે.

હોન્ડા સીબી શાઇન :

image source

હીરો ઉપરાંત હોન્ડાએ એપ્રિલમાં તેના સૌથી લોકપ્રિય સીબી શાઇન-૧૨૫ ના ૭૧,૨૯૪ યુનિટ વેચ્યા હતા. હોન્ડાની આ બાઇકમાં ૧૨૪ સીસીનો ફોર સ્ટ્રોક, એસઆઇ એન્જિન લગાવવામાં આવ્યું છે. જે ૭.૯ કેડબલ્યુ પાવર અને ૧૧ એનએમ ટોર્ક આપે છે. આ એન્જિન ફાઈવ સ્પીડ ગીયરથી સજ્જ છે. આ બાઇક હવે ૧૪ ટકા કરતા પણ વધુ માઇલેજ આપશે. આ બાઇકનું એન્જિન હવે પહેલેથી જ સરળ છે અને અવાજ કર્યા વિના જ શરૂ થાય છે. આ ગાડીનો ભાવ ૭૧,૫૫૦ રૂપિયાથી શરૂ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!