શરીરમાં થતા દુખાવાથી કંટાળી ગયા છો? તો આ જગ્યા પર કરો મસાજ અને મેળવો રાહત

સૂતા પહેલા પગમાં માલિશ કરવાથી થાય છે અનેક લાભ, શરૂ કરી દો આજથી જ મસાજ

માથા પર તેલથી માલિશ કરવાથી માથાનો દુખાવો, તાણ અને થાક દૂર થાય છે. બજારમાં હવે તો માલિશ માટેના ખાસ તેલ પણ મળે છે જેનો ઉપયોગ કરવાથી લાભ થાય છે અને જે સ્ટ્રેસને દૂર કરે છે. કેટલાક લોકો શરીરના થાકને દૂર કરવા માટે સપ્તાહમાં રજાના દિવસે બોડી મસાજ પણ કરે છે. વાળ હોય કે ત્વચા તેના માટે અલગ અલગ તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

image source

શારીરિક ગતિવિધિઓ અને વ્યસ્ત દિનચર્યામાં પગમાં દુખાવો, સોજો પણ થાય છે. આ દુખાવાને દૂર કરવા માટેનો સૌથી સરળ ઉપાય પગની માલિશ છે. પગમાં માલિશ કરવાથી પગને આરામ મળવાની સાથે અન્ય સ્વાસ્થ્યલક્ષી લાભ પણ થાય છે. નિષ્ણાંતો અનુસાર સૂતા પહેલા 10થી 15 મિનિટ સુધી પગમાં માલિશ કરવાથી અનેક લાભ થાય છે. ચાલો આજે તમને પણ જણાવીએ આ લાભ વિશે.

સાંધાનો દુખાવો થાય છે દૂર

image source

સૂતા પહેલા પગના તળીયાની માલિશ એવા લોકો માટે લાભકારી છે જેમને નિયમિત રીતે સાંધાનો દુખાવો રહેતો હોય. આ દુખાવાને દૂર કરવા માટે પગના તળીયામાં તેલથી માલિશ કરવાથી સખત દુખાવો પણ દૂર થાય છે. ભયંકર પીડા કરતાં સાંધામાં પણ તેલની માલિશ કરવાથી તુરંત આરામ મળે છે. આ માલિશ માટે તેલને ગરમ કરી લેવું જરૂરી છે. હુંફાળા તેલથી માલિશ કરવાથી સ્નાયૂનો દુખાવો દૂર થાય છે અને સાથે જ સાંધા મજબૂત પણ થાય છે.

પીએમએસ સમયે માલિશ

image source

પીએમએસ એટલે કે પ્રી મેંસ્ટ્રૂએશન સિંડ્રોમ. આ સમસ્યા લાખો મહિલાઓને સતાવે છે. મહિલાઓ જાણે જ છે કે આ સમય કેટલો કષ્ટદાયી હોય છે. આ સમય દરમિયાન કમરમાં દુખાવો રહે છે અને સુવામાં પણ સમસ્યા થાય છે. આવા સમયે માત્ર દવા લેવાથી રાહત થતી નથી. તેના માટે પગની માલિશ એક ચમત્કારી ઉપાય સાબિત થઈ શકે છે. પીએમએસની સમસ્યાને દૂર કરવા માટે સરસવના તેલને ગરમ કરી અને તળીયામાં તેનાથી માલિશ કરવી જોઈએ. પગ ઉપરાંત કમર પર પણ આ તેલથી માલિશ કરવાથી રાહત મળે છે. આ માલિશ તમને સ્ટ્રેસ ફ્રી કરી દેશે.

રક્ત પરિભ્રમણ સુધારે છે

image source

શરીરમાં દરેક અંગ સુધી રક્ત સુચારું રીતે પહોંચે તે જરૂરી છે. કારણ કે રક્ત જ દરેક અંગને જરૂરી ઓક્સીજન અને પોષક તત્વો પૂરા પાડે છે. સૂતા પહેલા થોડી મિનિટ માટે પગના તળીયામાં તેલની માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. તળીયાના પ્રેશર પોઈંટ્સ પર મસાજ કરવાથી લાભ થાય છે. આ મસાજ સ્ટ્રેસ દૂર કરે છે અને સારી ઊંઘ પણ આપે છે. રાત્રે કરેલી મસાજથી સ્નાયૂઓ મજબૂત થાય છે અને રક્ત પરિભ્રમણ સુધરવાથી શરીરને આરામ મળે છે.

લો બીપીનો ઈલાજ

image source

શરીર સારી રીતે કામ કરતું રહે તે માટે તે હાઈડ્રેટેડ રહે તે જરૂરી છે. જો તમે એવા લોકોમાંથી એક છો જેને ડિહાઈડ્રેટશની સમસ્યા હોય અને બીપી પણ ઘટી જતું હોય તો આ ઉપાય તમારા માટે લાભકારી છે. સૂતા પહેલા 10 મિનિટ મસાજ કરવાથી બીપી નિયંત્રિત રહે છે. નિયમિત રીતે મસાજ કરવાથી બીપી પણ નોર્મલ રહેવા લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ