મ્યૂનિસિપલ કમિશનર સૃજનાએ એક મહિના પહેલા આપ્યો દિકરાને જન્મ, તેમ છતા કોરોના વિરુદ્ધ લડાઇમાં આપી રહ્યા મહત્વનુ યોગદાન

ભારત જયારે કોરોના વાયરસની મહામારીનું સંકટ આવ્યું છે ત્યારે ઘણી એવી વ્યક્તિઓ સામે આવી રહી છે જેઓ પોતાના ઘર-સંસારની ચિંતા કર્યા વગર દેશવાસીઓની ચિંતા કરી રહ્યા છે. આ મુશ્કેલીના સમયમાં દેશની પોલીસ, ડોક્ટર્સ અને અધિકારીઓના માનવીય ચહેરાઓ લોકોને આ મહામારીથી બચાવવા તેમજ જે વ્યક્તિઓ કોરોના વાયરસ સંક્રમણની મહામારીનો શિકાર થઈ ગયા છે તેવી વ્યક્તિઓને બચાવવા માટે રાત-દિવસ જોયા વગર પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે એક મહિલા અધિકારી શ્રુજના ગુમ્માલા કે જેઓ આંધ્રપ્રદેશ રાજ્યના ગ્રેટર વિશાખાપટ્ટનમના નગર નિગમના કમિશનર છે. શ્રુજનાને છ મહિના સુધીની મેટરનીટી લીવ આપવામાં આવી હતી. પણ શ્રુજનાએ મેટરનીટી લીવ લેવાની ના પાડી દીધી અને ફક્ત એક મહિનાના નવજાત શિશુને સાથે રાખીને ડ્યુટી જોઈન કરી લીધી.

image source

કમિશનર શ્રુજના કહે છે કે હું મેટરનીટી લીવ પર હતી, પણ મન માનતું ના હોતું. હું એક જવાબદાર ઓફિસર તરીકે આવી પરિસ્થિતિમાં ઘરે રહી શકી નહી. આથી તેમણે માતૃત્વની સાથે પોતાની ફરજને પણ મહત્વ આપતા એક મહિનાના બાળક સાથે ડ્યુટી જોઈન કરી લીધી. તેના માટે કમિશનર શ્રુજનાએ પોતાને મળેલ છ મહિનાની મેટરનીટી કેન્સલ કરી દીધી. બાળક હજી નાનું હોવાથી ઘરે મૂકવું શક્ય હતું નહી. આથી બાળકને સાથે લઈને પુરતી સાવધાની સાથે કાર્યાલય પહોચ્યા.

ફરજની સાથે બાળકનું પણ ધ્યાન રાખે છે.:

image source

કમિશનર શ્રુજના બાળકને ખોળામાં રાખીને ઓફિસમાં કામ કરે છે. વધુ જણાવતા શ્રુજના કહે છે કે, તે એક અધિકારી રીતે સખ્ત છે પણ એક માતા તરીકે તેઓ ખુબ સંવેદનશીલ છે. તેઓ જણાવે છે કે, ઈમરજન્સી દરમિયાન વ્યક્તિઓને ચોખ્ખું પાણી પીવું જોઈએ અને આસપાસ સ્વચ્છતા રાખવાની ખાસ જરૂરિયાત છે.

દર ૪ કલાકે બાળકને ફીડીંગ કરાવે છે.:

image source

કમિશનર શ્રુજના કહે છે કે, આવા સમયે રાજ્યના મુખ્યમંત્રી દિવસ-રાત જોયા વગર સતત મહેનત કરી રહ્યા છે તો આ કામમાં તે પોતાનું થોડુક યોગદાન તો આપી જ શકે છે. શ્રુજનાને એક કમિશનર તરીકેની ફરજ નિભાવવા માટે તેનો પરિવાર પણ સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છે. વધુ જણાવતા શ્રુજના કહે છે કે, પરિવારના બધા સભ્યોના કહ્યા પછી હવે તેઓ બાળકને ઘરે પરિવાર પાસે મુકીને આવે છે. તેમજ તેમણે નક્કી કર્યું છે કે, દર ચાર કલાકમાં તેઓ ઘરે જઈને બાળકને ફીડ કરાવશે. કમિશનર શ્રુજનાના પતિ એક વકીલ હાલમાં તેઓ બાળકની સંભાળ રાખીને શ્રુજનાને પોતાની ફરજ પૂરી કરવામાં સહયોગ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ