આ પટેલ બંધુઓએ અમેરિકામાં 34 લાખ હાઇડ્રોક્સીક્લોરોક્વિન ગોળીઓ આપી દાનમાં..

આવું હોય ગુજરાતનું ગૌરવ! USAમાં કોરોનાની સારવાર માટે પટેલબંધુઓએ 34 લાખ હાઇડ્રોક્સીક્લોરોક્વિનની ગોળીઓ દાનમાં આપી

ન્યુયોર્ક: –

image source

અમેરિકામાં કોરોના વાયરસ સામે લડવા માટે બે ગુજરાતી પટેલ ભાઈઓની કંપનીએ મોટો ફાળો આપ્યો છે. કંપનીએ 34 લાખ હાઇડ્રોક્સીક્લોરોક્વિન ગોળીઓ દાનમાં આપી છે, જે માનવામાં આવે છે કે તે કોરોના વાયરસ (COVID-19) ના ચેપની સારવારમાં ખૂબ અસરકારક છે. ચિરાગ પટેલ અને ચિન્ટુ પટેલની કંપની એમનીલ ફાર્માસ્યુટિકલ્સનું મુખ્યાલય અમેરિકાના ન્યુ જર્સીમાં છે. આ કંપની અમેરિકાની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક છે. હાઇડ્રોક્સિક્લોરોક્વિનને હાઇડ્રોક્સિક્લોરોક્વિન સલ્ફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

તને જાણો છો કે અમેરિકામાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે અને તેના કારણે ત્યાં લગભગ 14 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે. આને કારણે, યુ.એસ. માં હાઇડ્રોક્સિક્લોરોક્વિનની વિશાળ માંગ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદને પીએમ મોદીને હાઈડ્રોક્સિક્લોરોક્વિનના નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા વિનંતી કરી છે. આ પછી ભારતે આ પ્રતિબંધને હટાવ્યો છે અને હવે આ દવાનો માલ ભારતથી મોટી સંખ્યામાં અમેરિકા જશે.

આ કંપનીની યોજના

image source

ન્યૂઝ એજન્સી પીટીઆઈના અનુસાર, કંપની તેને અમેરિકાના રિટેલ આઉટલેટ્સ અને મોટી સંસ્થાઓ દ્વારા ઉપલબ્ધ કરાવશે. કંપનીએ કોવિડ -19 દર્દીઓની સારવાર માટે ન્યુ યોર્કમાં 200 મિલીગ્રામ હાઇડ્રોક્સીક્લોરોક્વિન સલ્ફેટની 20 લાખ ગોળીઓ અને ટેક્સાસમાં 10 લાખ ગોળીઓ દાન આપી છે. સિવાય કંપની સીધી હોસ્પિટલોમાં દવાઓ પણ પૂરી પાડે છે અને જો જરૂર પડશે તો દાનમાં વધુ વધારો કરી શકે છે. કંપનીએ લુઇસિયાનાને 4 લાખ ગોળીઓ દાન આપવાનો નિર્ણય કર્યો છે.

એમનીલ કંપની દ્વારા ૨ કરોડ ટેબ્લેટનું નિર્માણ

image source

ચિરાગ અને ચિન્ટુ પટેલ તેમના પરોપકારી કાર્યો માટે ખૂબ પ્રખ્યાત છે. તેણે આ દવા ન્યૂયોર્ક અને લુઇસિયાના જેવા કોરોના ચેપના મુખ્ય કેન્દ્રોમાં પહોંચાડવાનું વચન આપ્યું છે. કંપનીએ તેની ફેક્ટરીઓમાં હાઇડ્રોક્સિક્લોરોક્વિન સલ્ફેટનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે હવેથી એપ્રિલના મધ્ય સુધીમાં, તે આ દવાની લગભગ 2 કરોડ ટેબ્લેટ્સનું ઉત્પાદન કરશે.

ગુજરાતથી અમેરિકા સુધીની સફર એમનીલનાં કો-સી.ઈ.ઓ ચિરાગ અને ચિન્ટુ પટેલે જણાવ્યું હતું કે, અમે કોરોના અસરગ્રસ્ત વિસ્તારોની હોસ્પિટલો સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને સમાજને તેની સામે લડવામાં મદદ કરી રહ્યા છીએ. એમનીલની સ્થાપના યુ.એસ.માં વર્ષ 2002 માં ચિરાગ અને ચિન્ટુ પટેલે કરી હતી. તેમના પિતા કનુ પટેલ ભારતમાં ફાર્માસ્યુટિકલ ઇન્સ્પેક્ટર હતા અને આ પરિવાર ૧૯૮૭ માં યુ.એસ. જતો રહ્યો હતો.

image source

અમિનીલના કો-સી.ઇ.ઓ ચિરાગ અને ચિન્ટુ પટેલે જણાવ્યું હતું કે, “કોવિડ -19 સામેની વૈશ્વિક લડતમાં અમે અમારા સમુદાયોને સમર્થન આપવા એમેનીલ ખાતે બધા જ કટિબદ્ધ છીએ. અમે આજુબાજુના રાજ્ય અને હોસ્પિટલોને મદદ કરવા તાકીદ સાથે કાર્ય કરી રહ્યા છીએ. આ નિર્ણાયક સમયમાં દેશને શક્ય તેટલા દર્દીઓનો લાભ મળશે.”. આ પટેલબંધુઓની કંપની તરફથી આપવામાં આવેલું આ દાન આપણા રાષ્ટ્રમાં સારા કોર્પોરેટ સિટીઝન બનવાના તેમના પ્રબળ પ્રયત્નોને દર્શાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ