ગિફ્ટની આપ-લે કરવામાં આ વાતોની રાખો સાવધાની, નહિં તો મુકાશો મુશ્કેલીમાં..

ગિફ્ટની આપ-લે કરવામાં આ વાતોની રાખો સાવધાની

image source

લગ્ન, જન્મદિવસ, તહેવાર કે અન્ય શુભ અવસર પર લોકો એકબીજાને ઉપહાર આપતા હોય છે. સામાન્ય રીતે તમે ગિફ્ટ આપતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખો છો ? એક તો ગિફ્ટ બજેટમાં આવે, બીજું જેને આપો છો તેની ગમશે કે નહીં… આ સિવાય મોટાભાગના લોકો બીજું કશુંજ વિચારતા નથી. શું તમે જાણો છો કે ગિફ્ટની આપ-લે વ્યક્તિના ગ્રહોને અસર કરે છે ?

image source

શું તમે જાણો છો કે ગિફ્ટ આપવાથી તમે ધનવાન અને કંગાળ બંને થઈ શકો છો ? નથી જાણતાં તો આજે તમને જણાવીએ ગિફ્ટ અંગેની ખાસ વાતો.

ખૂબ ઓછા લોકો જાણે છે કે ગિફ્ટની આપ લે વ્યક્તિના ગ્રહોને અસર કરે છે. કેવી રીતે અસર કરે છે ગિફ્ટ ચાલો જણાવીએ તમને.

image source

જો તમે કોઈ વ્યક્તિને ગિફ્ટમાં અશુભ ફળ આપતી વસ્તુઓ આપશો તો તેની અશુભતા વહેંચાઈ જશે. પરંતુ અજાણતા જો તમે શુભ ફળ આપતી વસ્તુ દાનમાં આપી દેશો તો તે શુભ ગ્રહની શુભતા પણ વહેંચાઈ જશે. તેના કારણે સંબંધિત શુભ ગ્રહ વ્યક્તિને સારું પરીણામ આપતો નથી. આ વાતને સરળ રીતે સમજીએ ગ્રહો સાથે સંબંધિત વિગતો સાથે.

સૂર્ય – જો તમારી કુંડળીમાં સૂર્ય સારી સ્થિતિમાં હોય તો તાંબાની વસ્તુ, માણેક, પુરાતન મહત્વની વસ્તુ, વિજ્ઞાનથી સંબંધિત વસ્તુનું ગ્રહણ કરવું ઉચિત રહે છે. પરંતુ કુંડળીમાં સૂર્ય નીચ કે ખરાબ હોય તો આ વસ્તુઓ ઉપહારમાં આપવી ઉચિત રહે છે. આમ ન કરવાથી પદોન્નતિ, માર્ગમાં અળચણ, પિતાને કષ્ટ થાય છે.

image source

ચંદ્ર- ચાંદીની વસ્તુ, ચોખા, મોતી જેવી વસ્તુઓ ચંદ્રની કારક માનવામાં આવે છે. આ વસ્તુઓ ભેટમાં ત્યારે આપવી જ્યારેં કુંડળીમાં ચંદ્રની સ્થિતિ સારી ન હોય. આ વસ્તુઓ જાતકએ ત્યારે ગિફ્ટમાં લેવી જોઈએ જ્યારે ચંદ્રની સ્થિતિ સારી હોય નહીં તો વ્યર્થ ચિંતા વધે છે.

મંગળ – કુંડળીમાં મંગળ ખરાબ હોય તો વ્યક્તિએ મીઠાઈ સ્વીકારવી ન જોઈએ. આવી સ્થિતિમાં મીઠાઈના ડબા બીજા વ્યક્તિને દાનમાં આપવા.

image source

બુધ – જો કુંડળીમાં બુધની દશા ખરાબ હોય તો બીજા વ્યક્તિને પેન, રમકડાં, રમતના સામાન આપવા નહીં. કુંડળીમાં બુધ સારા સ્થાનમાં હોય તો આ વસ્તુઓ દાનમાં લેવી જોઈએ.

ગુરુ – જો ગુરુની સ્થિતિ સારી હોય તો લોકોને ધાર્મિક પુસ્તક, સોનાના ઉપહાર, પીળા વસ્ત્ર દાનમાં આપવા. અન્યથા આ વસ્તુઓનું દાન સમસ્યા સર્જી શકે છે.

image source

શુક્ર – સુગંધિત દ્રવ્ય, રેશમી વસ્ત્ર, વાહન, સુખ-સુવિધાનો સામાન શુક્રની કારક વસ્તુઓ છે. જો કુંડળીમાં શુક્ર અશુભ ફળદાયી હોય તો આવી વસ્તુઓ લોકોને આપવી જોઈએ અન્યથા આ વસ્તુઓનું દાન સ્વીકારવું શુભ સાબિત થાય છે.

શનિ – જો કુંડળીમાં શનિની દશા ખરાબ હોય તો લોકોને દારુ પીવડાવી શકો છો જો શનિ શુભ ફળદાયી હોય તો આવી પાર્ટીઓમાં જઈ શકો પરંતુ જાતે તેનું આયોજન ન કરો.

image source

રાહુ – વિજળીના ઉપકરણ, કાર્બન, દવા જેવી વસ્તુઓનો સંબંધ રાહુ સાથે હોય છે.

કેતુ – ધાબળો, જૂતા, ચપ્પલ, ચાકૂ જેવી વસ્તુઓનું દાન કેતુ સાથે સંબંધિત હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ