હોળાષ્ટક સમયે ઉગ્ર સ્વભાવમાં રહે છે આ ગ્રહ, તમે પણ ભૂલ્યા વગર કરો આ કામ, ક્યારે નહિં ખૂટે ઘરમાં ધન અને સાથે થશે આ લાભ

હોળાષ્ટક તા. ૨૧, ૨૨ માર્ચ, ૨૦૨૧ના દિવસથી લાગુ થશે અને આ હોલાશ્ત્કદ્ર્મિયન કોઇપણ પ્રકારના શુભ અને માંગલિક કાર્ય કરવા વર્જિત માનવામાં આવ્યા છે.

હોળી આવી રહેલ હોવાની પૂર્વ સુચના હોળાષ્ટકથી પ્રાપ્ત થઈ જાય છે. આ દિવસથી હોળીના ઉત્સવની સાથે સાથે હોલિકા દહનની તૈયારીઓ પણ શરુ થઈ જાય છે. હોળાષ્ટક દરમિયાન બધા ગ્રહ ઉગ્ર સ્વભાવમાં રહે છે. જેના કારણે શુભ કાર્યો કરવાના સારા ફળ મળી શકે નહી. હોળાષ્ટકની શરુઆત થતા જ પ્રાચીનકાળમાં હોલિકા દહન કરવાના સ્થાનની છાણ, ગંગાજળ વગેરે વસ્તુઓથી લીપણ કરવામાં આવતું હતું. આ સાથે જ તે સ્થાન પર હોળીનો દંડ લાગવવામાં આવતો હતો જેમાં એક દંડને હોલિકા અને બીજા દંડને પ્રહલાદ માનવામાં આવે છે.

image soucre

હોળાષ્ટક દરમિયાન આઠમના દિવસે ચંદ્રમાં, નોમના દિવસે સૂર્ય, દશમના દિવસે શનિ ગ્રહ, અગિયારસના દિવસે શુક્ર ગ્રહ, બારસના દિવસે ગુરુ ગ્રહ, તેરસના દિવસે બુધ ગ્રહ, ચૌદશના દિવસે મંગળ ગ્રહ અને પુનમના દિવસે રાહુ ગ્રહ ઉગ્ર સ્વભાવમાં રહે છે.

image soucre

આ ગ્રહોના ઉગ્ર થઈ જવાના કારણે મનુષ્યને નિર્ણય લેવાની ક્ષમતા નબળી થઈ જાય છે જેના લીધે કેટલીક વાર તે વ્યક્તિ ખોટા નિર્ણય પણ લઈ લેતા હોય છે જેના લીધે નુકસાન થવાની સંભાવના ઘણી વધી જાય છે. જેમની જન્મ કુંડળીમાં નીચ રાશિના ચંદ્રમાં અને વૃશ્ચિક રાશિના જાતક કે પછી ચંદ્ર છઠ્ઠા ભાવમાં કે પછી આઠમા ભાવમાં છે તેમણે હોળાષ્ટકના દિવસો દરમિયાન વધારે સતર્ક રહેવું જોઈએ.

હવે અમે આપને જણાવીશું કે, હોળાષ્ટક દરમિયાન ક્યાં કાર્યોને કરવા વર્જિત છે અને ક્યાં કાર્યો એવા છે જે આપ હોળાષ્ટક દરમિયાન કરી શકો છો.
હોળાષ્ટક દરમિયાન વર્જિત કાર્ય:

image source

વિવાહ કરવા, વાહનની ખરીદી કરવી, ઘર ખરીદવું, ભૂમિ પૂજન કરવું, ગૃહ પ્રવેશ કરવો, કોઈ નવા કાર્યની શરુઆત કરવા સહિત અન્ય પ્રકારના માંગલિક કાર્યો પણ કરવામાં આવતા નથી.

હોળાષ્ટક દરમિયાન શું કરવું જોઈએ:

image source

હોળાષ્ટકના દિવસો દરમિયાન પૂજા- પાઠ કરવા અને ભગવાનના નામનું સ્મરણ અને ભજન કરવાથી આપને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કે, હોળાષ્ટકમાં કેટલાક વિશેષ ઉપાય કરવાથી કેટલાક પ્રકારના લાભ પ્રાપ્ત કરી શકાય છે. હોળાષ્ટક દરમિયાન કેટલાક વિશેષ ઉપાય કરવાથી કેટલાક પ્રકારના લાભ પ્રાપ્ત કરી શકાય છે. હોળાષ્ટક દરમિયાન શ્રીસૂક્ત અને મંગળ ઋણ મોચન સ્ત્રોતના પાઠ કરવા જોઈએ જેનાથી આર્થિક સંકટ સમાપ્ત થઈ જઈને કર્જ માંથી મુક્તિ મળે છે. આ દરમિયાન ભગવાન નૃસિંહ અને હનુમાનજીની પૂજા કરવાનું પણ મહત્વ રહેલ છે.

image soucre

હોળાષ્ટકના પ્રારંભ થતા દિવસે એક સ્થાન પર બે દંડાને સ્થાપિત કરવામાં આવે છે. જેમાંથી એક દંડાને હોલિકાનું પ્રતિક માનવામાં આવે છે જયારે બીજા દંડાને ભક્ત પ્રહલાદનું પ્રતિક માનવામાં આવે છે. ત્યાર બાદ આ બંને ડંડાને ગંગાજળની મદદથી શુદ્ધ કરીને તેની આસપાસ છાણના રોટલા લાકડાઓ, ઘાસ અને બાળવા માટે અન્ય વસ્તુઓને એકઠી કરવામાં આવે છે અને એને ધીરે ધીરે મોટું કરવામાં આવે છે અને અંતમાં હોળીનું દહન કરવાના દિવસે તેનું દહન કરી દેવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ