કોવીડ – 19ના કહેરથી ઉભા થયેલા અંધકાર અને નિરાશાને ડામવા અમદાવાદ સાથે ગુજરાતના મોટા શહેરોમાં ઝગમગ્યા લાખો દીવડાં – વડાપ્રધાન મોદીની ‘દીયા જલાઓ’ પહેલને અદ્વિતિય સમર્થન
शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा ।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥ pic.twitter.com/4DeiMsCN11— Narendra Modi (@narendramodi) April 5, 2020
આજે 130 કરોડ ભારતીયોએ દીયા જલાઓ પહેલમાં ભાગ લઈને દર્શાવી દીધું જગતને કે આપણો દેશ કેટલો એક છે. કોરોના વાયરસ દ્વારા ઉભી થયેલી મહામારીના કારણે આખાએ વિશ્વમાં નિરાશા તેમજ અંધકારનું એક મોજું ફરી વળ્યું છે. જેને દૂર કરવા દેશવાસીઓને તેમજ આપણા થકી સમગ્ર વિશ્વમાં આશા પ્રસરાવવા વડાપ્રધાન મોદીએ આજે દેશવાસીઓને પોતાના ઘરોની બાલ્કની અથવા તો પ્રાંગણમાં દીવડાં પ્રગટાવવાનું આહવાન કર્યુ હતું જેને દેશવાસીઓ દ્વારા અદ્વિતિયસ સમર્થન આપવામાં આવ્યું હતું.
Prayers being conducted at the most powerful Shree Siddhivinayak Mandir, Mumbai. With your powerful blessings, we shall overcome every obstacle! ॐ श्री गणेशाय नमः!#9बजे9मिनट #IndiaFightsCorona pic.twitter.com/hFXNWg36s7
— Priti Gandhi (@MrsGandhi) April 5, 2020
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલાં વડાપ્રધાન મોદીએ દેશની જનતાને સંબોધી હતી અને તે દરમિયાન તેમણે દેશની જનતાને અપીલ કરી હતી કે ભારતવાસીઓ રવિવારે એટલે કે 5મી એપ્રિલની રાત્રે 9 વાગ્યાથી લઈને 9 મીનીટ સુધી દીવડાં પ્રગટાવે.

તમને જણાવી દઈ કે લોકોને ઓર વધારે પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપેયીની કવિતાનો એક વિડિયો પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો હતો. અને ટ્વીટ કર્યું હતું, ‘આવો દીવા પ્રગટાવીએ’. બાજપેયીની આ કવિતા ‘દીવડાં’ વિષય પર લખવામાં આવી છે.
ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતના મોટા શહેરો તે પછી અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય, જામનગર હોય કે ભાવનગર હોય આ દરેક શહેરના રહેવાસીઓએ નિરાશના અંધકારને દૂર કરવા લાખો દીવા પ્રગટાવી દેશનો ઉત્સાહ વધારવામાં ભાગ લીધો હતો.

તમને જણાવી દઈએ કે આજ બધા જ શહેરોએ 22મી માર્ચે પણ પૂર્ણ ઉત્સાહથી તાળીઓ, થાળીઓ, ઘંટ અરે શંખ ફૂકીને કોરના યોદ્ધાઓની સેવાને બીરદાવી હતી. જો કે તે વખતે ઘણા મૂર્ખ લોકોએ તાળીઓ વગાડતા, થાળીઓ વગાડતા જાહેર માર્ગ પર સરઘસ પણ કાઢ્યું હતું અને કેટલાક તો ગરબા પણ રમવા લાગ્યા હતા. માટે જ આ વખતે વડાપ્રધાન મોદીએ જ્યારે દીવડાં પ્રગટાવવાની અપિલ કરી ત્યારે જનતાને સંયમ જાળવવાની પણ અપીલ કરી હતી.

તમને જણાવી દઈએ કે ઘરની બાલકની કે ઘરના આંગણા તેમજ ધાબા પરથી તાળીઓ વગાડીને કોરોના યોદ્ધાને બિરદાવવાની ભારતની પહેલને વિદેશમાં પણ અનુસરવામાં આવી હતી. થોડા સમય પહેલાં ફ્રાન્સના એક શહેરની વિડિયો પણ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ હતી જ્યાં લોકો પોતોની બાલકનીમાં તાળીઓ વગાડી રહ્યા હતા.
Visuals of Reliance Industries’ Mukesh Ambani & Nita Ambani lighting up candles following PM @narendramodi‘s call#9pm9minute #LightForIndia pic.twitter.com/Z9DHN32yvI
— CNBC-TV18 (@CNBCTV18News) April 5, 2020
આ સિવાય ઘણા લોકોએ પોતાની કોલોની કે પછી પોતાની સોસાયટીમાં રહેતા પેરામેડિકલ સ્ટાફને પર્સનલી તાળીઓથી વધાવ્યાની વિડિયોઝ પણ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ ઉપરાંત થોડા દિવસ પહેલાં સોસાયટીમાં કામ કરતાં ઘરે ઘરે જઈને કચરો ઉઘરાવતા એક સફાઈ કર્મચારીને નોટોનો હાર પહેરાવી તેમજ તેના પર પુષ્પવર્ષા કરીને તેની સેવાઓ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જે વિડિયો સમગ્ર દેશવાશીઓને અત્યંત ગમ્યો હતો.
View this post on Instagram
પીએમ મોદીના સમર્થનમાં ઘણા બધા ખેલાડીઓ તેમજ સ્ટાર્સે દીવા જલાઓ પહેલમાં ભાગ લેવા પોતાના ફેન્સને અપીલ કરી હતી. જેમાં સાઉથના દીગ્ગજ સ્ટાર મામુટીનો પણ સમાવેશ થાય છે અને તે બાબતે પીએમ મોદીએ પણ તેમનો ટ્વીટ કરીને આભાર માન્યો હતો. અને તેનું જ કદાચ આ પરિણામ છે કે આજે દેશમાં લાખો દીવડાં પ્રજ્વલીત થયા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ