બોલિવૂડ સેલેબ્સથી લઇને ક્રિકેટર્સે પીએમ મોદીની અપીલનું કર્યુ સમર્થન, કોઇએ પ્રગટાવ્યા દીવડા, તો કોઇએ કરી ટોર્ચ

પી.એમ મોદી દ્વારા કરાયેલી દીવડાં પ્રગટાવવાની અપીલનું બોલીવૂડે જોરશોરથી કર્યું સમર્થન – જુઓ તસ્વીરો

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

22મી માર્ચ 2020ના રોજ સાંજે 5 વાગ્યાથી પાંચ મીનીટ સુધી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોરોનાની મહામારી વચ્ચે દેશમાં જુસ્સો જગાવવા દેશવાસીઓને પોતાના ઘરે જ રહીને તાળીઓ વગાડીને આપણા દેશના પેરામેડિકલ સ્ટાફ તેમજ અન્ય કોરોના યોદ્ધાઓનો આભાર વ્યક્ત કરવા વિનંતી કરી હતી જે લોકોએ સહર્ષ સ્વીકારી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

અને તે દિવસે આખાએ દેશે પોતાના ઘરના પ્રાંગણ કે બાલકીને કે ધાબા પરથી તાળીઓના ગડગડાટ સાથે પેરામેડિકલ સ્ટાફની અવરિત સેવાને સમ્માનીત કરી હતી જેમાં બોલીવૂડના સ્ટાર્સ પણ બાકાત નહોતા રહ્યા.

 

View this post on Instagram

 

A post shared by B O L L Y W O O D (@filmygalaxy) on

તે પછી અમિતાભ બચ્ચનું કુટુંબ હોય, રણવીર દીપીકા હોય ક્રીકેટર વિરાટ કોહલી હોય કે પછી વિદેશમાં રહેતી ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા હોય બધાએ આ પ્રોત્સાહન જગાવવાના પ્રયાસમાં પૂર્ણ ઉત્સાહથી ભાગ લીધો હતો.

image source

આજે ફરી એકવાર દેશના નાગરીકો તેમજ બોલીવૂડ સ્ટાર્સે પ્રધાન મંત્રીની દીવડાં પ્રગટાવવાની અપિલને સહર્ષ ઝીલી લીધી છે. આજે એટલે કે પાંચ એપ્રિલ રાત્રે 9 વાગે દેશવાસીઓને વડાપ્રધાને દીવા પ્રગટાવવાની અપીલ કરી હતી. જેમાં બોલીવૂડનું પણ ભરપુર સમર્થન મળ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

વિરાટ કોહલી

image source

ભારતીય ક્રીકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પી.એમે નરેન્દ્ર મોદીના દીવા પ્રગટાવો અભિયાનને સમર્થન આપ્યું હતું. તેમણે લોકોને પણ આજના દિવસે રાત્રે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી દીવા પ્રગટાવવાની પોતાના ચાહકોને અપીલ કરી હતી. વિરાટે ટ્વીટ કરીને પી.એમ મોદીને પણ ટેગ કર્યા હતા. તેણે અપીલ કરતાં લખ્યું હતું કે આવો વિશ્વને બતાવી દઈએ કે આપણે એક છીએ.

તમને જણાવી દઇએ કે પ્રિયંકાએ પોતાના અમેરિકા ખાતેના નિવાસ્થાને રહીને એકલા તો એકલા પણ 22મી તારીખે તાળીઓ પાડીને પેરામેડિકલ સ્ટાફ તેમજ કોરોના યોદ્ધાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જેનો વિડિયો પ્રિયંકા ચોપરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. તેણીનો આ વિડિયો તેના પતિ નીક જોનાસે લીધો હતો.

અમિતાભ આ કપરા સમયમાં પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા એકધારા પોતાના ફેન્સનાં સંપર્કમાં રહે છે અને તેઓમાં હકારાત્મકતા ફેલાવવાનો એક પણ પ્રયાસ ચૂકતા નથી. એક ઉમદા વ્યક્તિ તરીકે અવારનવાર ઉભરી આવ્યા છે.

image source

અમિતાભ બચ્ચને પોતાના આખાએ કુટુંબ સાથે મળીને ધાબા પર ચડીને તાળીઓ તમજ પુજાઘરની ઘંટડી વગાડીને કોરોના યોદ્ધાઓને વધાવ્યા હતા. તેમની સાથે અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા, શ્વેતાની દીકરી નવ્યા નંદા તેમજ આરાધ્યા બચ્ચન પણ હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

દીપીકા – રનવીર

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ કપલ જ્યારનું લોકડાઉન શરૂ થયું ત્યારના પોતાને વિવિધ પ્રવૃત્તિઓની વિડિયો તેમજ તસ્વીરો પોતાના ફેન સાથે પોતાન સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા શેર કરે છે અને લોકોને તે ખૂબ પસંદ આવે છે. તેઓ પણ લોકોમાં હકારાત્મકતા ફેલાવવાનો સતત પ્રયાસ કરે છે.

22મી માર્ચે દીપીકા રણવીરે પણ પોતાના મુંબઈ ખાતે આવેલા ફ્લેટની બાલ્કનીમાં ઉભા રહીને કોરોના યોદ્ધાઓની સેવાઓને એપ્રિશિયેટ કરવા તાળીઓ વગાડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલને સમર્થન આપ્યું હતું. અને હવે દીવા પ્રગટાવો અભિયાનને પણ સમર્થન આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

તમને જણાવી દઈએ કે એક્ટર અનુપમ ખેરે વડાપ્રધાનને સમર્થન આપતા એક વિડિયો શેર કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમના ઘરમાં છેલ્લા ઘણા વર્ષોથી કેટલાક દીવા ચોવીસ કલાક પ્રગટાવવામાં આવે છે. અને આજે એટલે કે 5મી તારીખે રાત્રે નવ વાગ્યાથી 9 મિનિટ સુધી હું ફરીવાર દીવાં પ્રગટાવી રહ્યો છું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ ઉપરાંત ઘણા બધા લોકોએ પીએમ મોદીની આ પહેલમાં લોકોને સહકાર આપવા અને તેને અનુસરવા અપીલ કરી હતી. જાણીતા સિંગર પલક મુછાલેએ પણ લોકોને આ પહેલમાં જોડાવા માટે ‘જ્યોત સે જ્યોત જલાતે…’ ગીત ગાઈને ચાહકોને અપિલ કરી હતી. તો વળી સીતામાતાનું પાત્ર ભજવનાર દીપીકા ચીખલીયાએ પણ વડાપ્રધાનને સમર્થન આપતા વિડિયો દ્વારા લોકને પણ મીણબત્તી કે દીવો પ્રગાટીને રોશની કરવા અપિલ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv) on

આ ઉપરાંત ભારતીય ક્રીકેટ ટીમના ખેલાડીઓ જેમ કે હાર્દિક પંડ્યા, કે એલ રાહુલ અને જસપ્રીત બુમરાહે પણ પીએમ મેદીની આ અપીલને લોકો ફોલો કરે તેવી તેમના ફેન્સને અપીલ કરી હતી. આ ઉપરાંત ક્રીકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી અને હરભજન સિંહે પણ વડાપ્રધાનનો સાથ આપવા પોતાના ફેન્સને અપીલ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આજના આ દ્રશ્યો ખરેખર અદ્વિતિય લાગી રહ્યા છે અંદરથી એક અવાજ આવી રહ્યો છે અને એક સધિયારો પણ આવી રહ્યો છે કે આખોએ દેશ એક છે અને ભારતનું કોરોના વાયરસ કંઈજ ઉખાડી નહીં શકે. એકતામાંજ સઘળી શક્તિ રહેલી છે. દરેક ભારતીયને નમન.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ