શ્રીકૃષ્ણનો ગોવર્ધન પર્વત શ્રાપિત છે, થોડાક જ વર્ષોમાં આ પહાડ ગાયબ થઈ જશે…

આ રીતે ગોવર્ધન પર્વત પૃથ્વિ પર આવ્યો હતો, શ્રાપના કારણે તેનું કદ ઘટી રહ્યું છે.


વૃંદાવનમાં સ્થિત ગોવર્ધન પર્વતની એક મહીમાં તેમજ મહત્ત્વ છે. વૈણવ લોકો તેને શ્રીકૃષ્ણ જ માને છે. એવી માન્યતા છે કે ગોવર્ધન પર્વતની પરિક્રમા અને પૂજાથી બધી જ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. પૃથ્વી પર ગોવર્ધન પર્વત શ્રીકૃષ્ણ પોતે કૃષ્ણધામ ગૌલોકથી લાવ્યા હતા. માનવામાં આવે છે કે એક શ્રાપના કારણે આ પર્વત ધીમે ધીમે ઘટી રહ્યો છે.

પૃથ્વી પર કેવી રીતે આવ્યો ગોવર્ધન પર્વત


જ્યારે ભગવાન વિષ્ણુએ પાપનો નાશ કરવા માટે વાસુદેવના પુત્ર રૂપે જન્મ લેવાનો નિર્ણય કર્યો, ત્યારે ગૌલોકમાં રહેનારી યમુના નદી અને ગોવર્ધન પર્વતે પણ તેમની સાથે પૃથ્વી પર આવવાનો નિર્ણય કર્યો હતો. ગોવર્ધન પર્વત શાલ્મલી દ્વિપ પર દ્રૌણાચલ પર્વતના પુત્ર તરીકે જન્મ્યા હતા.

થોડો સમય પસાર થઈ ગયા બાદ ઋષિ પુલસ્ત્યએ દ્રૌણાચલને તેમના પુત્ર ગોવર્ધન પર્વતને પોતાની સાથે કાશી લઈ જવાની વિનંતી કરી. ઋષિ પુલસ્ત્યના કેહવાથી દ્રૌણાચલે પોતાના પુત્રને તેમની સાથે જવાની આજ્ઞા આપી. પરંતુ, ઋષિ પુલસ્ત્યની સાથે જતાં પહેલાં ગોવર્ધન પર્વતે એક શરત રાખી. શરત એ હતી કે ઋષિએ તેને રસ્તા પર ક્યાંય પણ જમીન પર મુક્યો તો તે હંમેશ માટે ત્યાં રહી જશે અને ત્યાં જ સ્થાપિત થઈ જશે. ઋષિએ ગોવર્ધન પર્વતની આ શરત માની લીધી અને તેને પોતાની હથેળી પર રાખી ચાલવા લાગ્યા. ચાલતા-ચાલતા તે વ્રજમંડળ આવી પહોંચ્યા. વ્રજ આવતા ગોવર્ધન પર્વતને પોતાના પૂર્વજન્મની પ્રતિજ્ઞા યાદ આવી અને તેણે છલથી પોતાનું વજન ઘણું બધું વધારી દીધું. ઋષિ જ્યારે તે ભાર સહન ન કરી શક્યા ત્યારે તેને ઉંચકવા અસમર્થ બની ગયા ત્યારે તેમણે ગોવર્ધન પર્વતને વ્રજની ભૂમિ પર મુકી દેવો પડ્યો. ત્યારથી ગોવર્ધન પર્વત શ્રીકૃષ્ણની સાથે ત્યાં જ સ્થિત છે.

ક્રોધિત થઈ ઋષિ પુલસ્ત્યએ શ્રાપ આપ્યો હતો કે તે ગોવર્ધન પર્વત ધીમે ધીમે ઘટતો જશે


ઋષિ પુલસ્ત્યએ ગોવર્ધન પર્વતે કરેલા છળને જાણી લીધો. ઋષિ ગોવર્ધન પર્વતના છળથી ખુબ ક્રોધિત થયા અને તેને દિવસે-દિવસે ક્ષીણ એટલે કે ખતમ થઈ જવાનો શ્રાપ આપી દીધો. તે દિવસથી ગોવર્ધન પર્વત રોજ થોડો-થોડો ઘટતો જાય છે. કેહવામાં આવે છે કે જ્યાં સુધી ગંગા નધી અને ગોવર્ધન પર્વત ધરતી પર હાજર છે, કળિયુગની અસર વધશે નહીં. ગોવર્ધન પર્વતનો પૃથ્વિ પરથી નાશ થશે તો વિનાશકારી પ્રલય આવશે.


લેખન સંકલન : અશ્વિની ઠક્કર

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ