શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને કરાવી પોતાના જન્નત જેવા મન્નત બંગલાની સફર. અત્યંત વૈભવશાળી છે ખાન કુટુંબનું ઘર !

મુંબઈ એટલે સપનાંની નગરી. મુંબઈ નામ આવતાં જ આપણા માનસપટ પર સમુદ્ર કીનારો અને બોલીવૂડ છવાઈ જાય છે. આજે પણ હજારો યુવાનો મુંબઈની મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં કંઈક કરી બતાવવાના ઇરાદાથી આવતા હોય છે જેમાંના કેટલાક સફળ થાય છે તો કેટલાક નિષ્ફળ થાય છે.

મનોરંજન જગતમાં કામ કરનારા સ્વપ્નો જોનારાની વાત ન કરીઓ તો પણ સામાન્ય માણસ માટે પણ મુંબઈનું એક આગવું આકર્ષણ છે. મુંબઈની મોટી-મોટી ઇમારતો, ફીલ્મો જ્યાં શૂટ થતી હોય તે જગ્યાઓ તેનો સમુદ્ર કીનારો અને ટુરીસ્ટ એટ્રેક્શન એવા બોલીવૂડ સુપર સ્ટાર્સના બંગલાઓ.

તમે જો સોશિયલ મિડિયા પર એક્ટિવ રહેતા હોવ અને અમિતાભ બચ્ચનના ઇન્સ્ટા કે ફેસબુક એકાઉન્ટને ફોલો કરતા હોવ તો તમે જોશો કે તે રવિવારે એક સ્પેશિયલ ફોટો શેયર કરે છે જે તેના ઘરની બહાર ભેગા થયેલા તેના ફેન્સને અભિવાદન આપતો હોય છે. આવી જ રીતે સલમાન, શાહરુખ, રણવીર વિગેરે સ્ટાર્સના ફેન પણ સ્પેશિયલ તેમના મકાનો જોવા જ ત્યાં જતા હોય છે ઘણા લોકો તેમના મકાનોના દરવાજા બહાર ઉભા રહીને સેલ્ફી પણ પડાવતા હોય છે.

પણ જો તમારે અંદરથી શાહરુખ ખાનના બંગલા મન્નતનો નજારો જોવો હોય તો તેની પત્નીએ તાજેતરમાં જ એક મેગેઝિનને તેનો લાહવો આપ્યો હતો. મુંબઈના અત્યંત પોશ વિસ્તાર બેન્ડસ્ટેન્ડ બાંદ્રા ખાતે આવેલું શાહરુખનું આ ઘર 6 માળનું છે.

શાહરુખ ખાને જ્યારે આ ઘર ખરીદ્યું ત્યારે તેની કીંમત 13.32 કરોડ રૂપિયા હતી પણ આજે આ બંગલાની કીંમત 200 કરોડ કરતાં પણ વધારે છે અને શાહરુખ ખાન તેનો માલિક હોવાથી બની શકે કે તેથી પણ વધારે કીંમત ઉપજે.

શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન એક પ્રોફેશનલ ઇન્ટીરીયર ડીઝાઈનર છે અને તેણીએ ખુબ જ પ્રેમથી પોતાના આ ઘરને શણગાર્યું છે. તમને જણાવી દઈએ કે શાહરુખે જ્યારે આ ઘર ખરીદ્યું તે પહેલાં તેનો ઉપયોગ હિન્દી ફિલ્મોના શુટીંગ માટે કરવામા આવતો હતો. સની દેઓલની ફિલ્મ નરસીમ્હા તેમજ ગેવીંદાની ફિલ્મ શોલા ઓર શબનમનું શુટિંગ પણ અહીં થયું હતું.

શાહરુખના ફેન્સને તેમના આ બંગલાને અંદરથી નિહાળવાનો મોકો મળી રહ્યો છે અને આ મોકો તેની પત્ની ગૌરી ખાન આપી રહી છે. તાજેતરમાં જ વોગ ઇન્ડિયા 2019 મેગેઝીને એક સ્પેશિયલ ફોટોશૂટ રાખ્યું હતું જે હેઠળ ગૌરીએ પોતાના ઘરની અંદર ડોકીયું પણ કરાવ્યું હતું અને તેના ઘર વિષે કેટલીક અજાણી વાતો પણ જણાવી હતી.

વોગ ઇન્ડિયાની મેગેઝીનના ફ્રન્ટ પેજ પર ગૌરીને તેના ઘરના આંગણામાં સ્લિક લોંગ બ્લેક ડ્રેસ પહેરેલી બતાવામાં આવી છે અને મેગેઝીનના કવર પર લખવામાં આવ્યું છે “મન્નત અનસીન”.

આ ઉપરાંત પણ વોગ ઇન્ડિયા, શાહરુખ ખાન અને ગૌરી ખાનના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેયર કરવામા આવ્યા હતા.

વોગ ઇન્ડિયા મેગેઝીને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફોટોશૂટમાંનો એક ફોટો શેયર કર્યો છે. જેમાં કેપ્શન માં ગૌરી ખાન સાથેના ઇન્ટર્વ્યુનો એક નાનકડો અંશ લખ્યો છે. “આ એક એવું ઘર છે જ્યાં કોઈ જ નિયમ નથી. મેં ક્યારેય હોમવર્ક કે પછી જમવાના સમયને લઈને કોઈ જ નિયમો નથી બનાવ્યા.” ગોરીએ પોતાના ઘરને સંબોધતાં કહ્યું હતું.

વોગ દ્વારા શેયર કરવામાં આવેલા ફોટો શૂટમાંનો બીજો એક ફોટો તેમના સ્પેશિયલી વસ્ત્રો, મેકઅપ, ચપ્પલો વિગેરે માટે ફાળવવામાં આવેલા રૂમમાં લીધેલો છે. જેને તમે એક અત્યંત વૈભવી વોક ઇન ક્લોસેટ પણ કહી શકો ત્યાં ગૌરી એક ચેયર પર બેસીને સેંડલ ટ્રાય કરી રહી છે.

ગૌરી પોતાના ઘર વિષે જણાવે છે કે તેના ઘરને બનાવવામાં ઘરના દરેક સભ્યોનો ફાળો છે. વધારામાં તે પોતાની પસંદ ના પસંદ વિષે જણાવતા કહે છે કે, “મને ઓછી-ઓછી વસ્તુઓ નથી ગમતી મને હુંફાળી, ઉર્જામય, વ્યક્તિગત અને સંગ્રહયોગ્ય વસ્તુઓ ગમે છે. મારું ઘર વર્ષોની મને અત્યંત ગમતી વસ્તુઓને ભેગી કરીને ધીમે ધીમે બન્યું છે. મહત્ત્વનું એ છે કે તમે તમારું પોતાનું કંઈક બનાવો.”

આ ફોટોશૂટ દરમિયાન તેણે શાહરુખે મેળવેલા અવોર્ડ જે રૂમમાં રાખવામાં આવે છે તે જગ્યા બતાવી હતી તેમજ ઘરનું નાનકડું હોમ થિયેટર પણ બતાવ્યું હતું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ