રાની મુખર્જીની દીકરીના ફોટો થયા વાયરલ, શા માટે રાની મુખર્જી પોતાની દીકરીના ફોટો સોશિયલ મિડિયા પર શેયર નથી કરતી ?.

કરીના-સૈફનો દીકરો પોતે મોટો થાય અને કંઈક કરીને નામ કમાય તે પહેલાં જ તેણે આ સ્ટાર કપલને ત્યાં જન્મ લઈને નામ કમાવી લીધું છે. આજે આપણે એવું પણ કહી શકીએ કે તૈમુર અલી પોતાના માતા-પિતાની જેમ જ એક બ્રાન્ડ બની ગયો છે.

આજે તૈમુરના એક એક ફોટો માટે પાપારાઝી પડા પડી કરી રહ્યા છે અને તેના એક એક ફોટો મિડિયામાં લાખો રૂપિયામાં વેચાય છે. તેની ઘરની બાલકનીને પણ કેમેરામેન છોડતા નથી. જો કે ક્યારેક સ્ટાર કીડ હોવું એ નુકસાનકારક પણ સાબિત થાય છે કારણ કે તેઓ સામાન્ય બાળક જેવું જીવન નથી જીવી શકતા.

તાજેતરમાં રાની મુખર્જીની દીકરીના કેટલાક ફોટો સોશિયલ મિડિયા પર ફરતા થયા છે. સામાન્ય રીતે રાનીમુખર્જી પોતાની દીકરીના ફોટોઝ પોતે તો શેયર કરતી જ નથી અને તે ઇચ્છતી પણ નથી કે કોઈ પાપારાઝી તેના ફોટોઝ લે. કારણ કે તે પોતાની દીકરીને સામાન્ય જીવન આપવામાં આવે છે. તેનો પતિ એટલે કે આદિત્ય ચોપરાને પણ ફોટોઝ પડાવા નથી ગમતાં.

રાની-આદિત્યએ દીકરી અદીરાને કેમેરાથી દૂર રાખવાનું જ યોગ્ય સમજ્યું છે. આ બાબતે તેણે સ્પષ્ટતા કરતાં નેહા ધૂપિયાના શો ‘બીએફએફ વિગ વોગ’માં જણાવ્યું હતું કે તેણી પોતાની દીકરીને પાપારાઝીનો શિકાર બનાવા નથી ઇચ્છતી તેણી તેને સામાન્ય રીતે મોટી થવા દેવા માગે છે.

તે વધારામાં જણાવે છે કે તેની દીકરીને કોઈ સ્ટાર કીડની જેમ ટ્રીટ કરવામાં ન આવે તેને બીજા બાળકોની જેમ જ ટ્રીટ કરવામાં આવે પછી તે શાળા હોય કે પછી બીજી કોઈ જગ્યા હોય. તે નથી ઇચ્છતી કે તેની દીકરી જ્યારે ક્યારેય પણ બહાર નીકળે ત્યારે સતત તેના પર કેમેરા ઘૂમતા રહે.

જોકે માત્ર અદીરા નહીં પણ રાની નો પતિ દીલવાલે દુલ્હનિયા લે જાયેંગેનો ડીરેક્ટર અને યશ રાજ ફિલ્મનો માલિક આદિત્ય ચોપરા પણ કેમેરા સામે આવવાનું ટાળે છે. તે બાબતે રાનીએ જણાવ્યું હતું કે આદીએ તેની સાથે લગ્ન તો કરી લીધા પણ પોતે એક અભિનેત્રી હોવાથી તે જ્યાં ક્યાંય પણ આદિત્ય સાથે બહાર જાય ત્યારે તેની ધડાધડ ફોટો પાડવામાં આવતી જે આદિત્યને પસંદ નથી.

આદિત્ય ચોપરા નથી ઇચ્છતા કે તેને લોકો ઓળખે લગ્ન બાદ જે લોકોએ આદિત્યને જોયે નહોતા ઓળખતા તે હવ તેને ઓળખવા લાગ્યા હતા અને આદિત્યને તે વાતનો અફસોસ છે કે તેણે એક એક્ટર સાથે લગ્ન કર્યા.

તમને જણાવી દઈએ કે રાની એક ફુલ ટાઈમ મોમ છે. તેણીએ હંમેશા પોતાની દીકરીને જ પ્રાથમિકતા આપી છે. તેણીએ પોતાની પ્રેગ્નન્સી દરમિયાન તેમજ દીકરીના જન્મ બાદ દીકરીના ઉછેર માટે એક લાંબા ગાળાનો બ્રેક લીધો હતો.

લાંબા બ્રેક બાદ તેણે હીચકી ફિલ્મ કરી જેમાં પણ તેણીએ પોતાની દીકરીના રુટીનનો ખુબ જ ખ્યાલ રાખ્યો હતો તેણી ઇચ્છે છે કે જ્યારે ક્યારેય પણ તેની દીકરી ઘરે હોય ત્યારે તે તેની સાથે જ હોય. માટે જ્યારે અદિરા સુતી હોય તે પછી વહેલી સવાર હોય કે બપોરનો સમય હોય ત્યારે રાની શૂટીંગ માટે સમય કાઢે છે. બાકી હંમેશા પોતાની લાડકીની સંભાળમાં જ સમય પસાર કરે છે.

હાલ પણ જ્યારે તે મર્દાની-ટુ નું શુટીંગ કરી રહી છે ત્યારે પણ તે પોતાની દીકરીના રૂટીનને ધ્યાનમાં રાખીને જ પોતાના શેડ્યુલ નક્કી કરે છે અને એ રીતે તે પોતાની અંગત અને પ્રોફેશનલ લાઈફને સંતુલીત બનાવી રાખે છે.

જો કે તેણે શુટીંગથી આવ્યા બાદ એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે અને તે એ છે કે તેણે આવીને તરત જ મેકઅપ ઉતારી દેવો પડે છે. નહીંતર તેનો પતિ અને તેની દીકરી તેના પર ભડકી ઉઠે છે. તે બન્નેને રાની મેકઅપ વગર જ ખુબ પસંદ છે.

આ બાબતે તેણે આ ઇન્ટરવ્યુમાં એક પ્રસંગને ટાંકતા જણાવ્યું, “એક દીવસ હીચકીનું શુટીંગ પૂર્ણ થયા બાદ જ્યારે હું શૂટીંગના પ્રમોશનથી ઘરે પાછી આવી ત્યારે મને મેકઅપમાં જેઈ અદીરાએ તરત જ પ્રશ્ન પુછ્યો હતો કે મમા તમે શૂટિંગ પરથી આવો છો ને ? મેં હા પાડતા તેણીએ તરત જ મને મેકઅપ દૂર કરવાનો ઓર્ડર કરી દીધો.”

રાની અને આદિત્યની દીકરી હાલ ચાર વર્ષની થઈ ગઈ છે અને રાનીનું એવું કહેવું છે કે તે ધીમે ધીમે મોટી થઈ રહી છે અને સાથે સાથે બધું સમજવા પણ લાગી છે. તમને જણાવી દઈએ કે આદીત્ય ચોપરા અને રાની મુખર્જીના લગ્ન ખુબ જ શોર્ટ નોટીસમાં કરવામાં આવ્યા હતા અને તે પણ ખાસ અંગત લોકોની વચ્ચે જ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ