આ દસ વાસ્તુ ટીપ્સને આધારે જો ઘરમાં હશે આ ફૂલ-ઝાડ, તો પામશો અપાર સુખ-શાંતિ-સમૃધ્ધિ.

ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે થોડી વાસ્તુ ટિપ્સ

વાસ્તુશાસ્ત્ર ઘર અને પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ જાળવતું એક પ્રકારનું ચોક્કસ ગણિત છે.વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં થોડા નાના મોટા ફેરફાર કરવાથી ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ કરી શકાય છે.

ખાસ કરીને પ્લાન્ટેશનના શોખ ને ધ્યાનમાં રાખી ઘરમાં વસાવવામાં આવતા ફુલછોડ ઉપરાંત સાજ-સજાવટની ચીજવસ્તુઓને વાસ્તુશાસ્ત્ર અનુસાર જો યોગ્ય દિશામાં મૂકવામાં આવે તો ઘર અને પરિવાર માં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે.મહિલાઓ ઘર સજાવટમાં વિશેષ રુચિ ધરાવે છે ,માટે મહિલાઓ જો એ અંગે વાસ્તુશાસત્રની થોડી જાણકારી મેળવી લે તો તેમના ઘરની સુખશાંતિ તેમના માટે સરળ બની જાય છે.

image source

સુશોભન માટે વાપરવામાં આવતા ફુલછોડથી ઘરમાં હકારાત્મક ઉર્જા આવે છે.મન પણ શાંત અને પ્રફુલ્લિત રહે છે. ઉપરાંત ઘરમાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધે છે.મુખ્યત્વે આ છોડ કઇ દિશામાં મૂકીએ છીએ એનું મહત્ત્વ વિશેષ છે.

વાસ્તુશાસ્ત્રી નરેશ સિંગલે ફૂલ અને છોડ મુકવા માટે કરેલા દિશાસૂચન જાણીએ.

ગુ૯લરનો છોડ ઘરમાં દક્ષિણ દિશામાં મુકવા થી ફાયદો થાય છે. કનક અને ચંપાનું ઝાડ ઘરની ઉત્તર દિશામાં વાવવામાં આવે તો તે સમૃદ્ધિ અને સદગુણોનું પ્રદાન કરે છે.

image source

ઘરની ઉત્તરમાં અને પૂર્વ દિશામાં નાના-નાના છોડનું વાવેતર કરવું જોઈએ.ખાસ કરીને ખુલ્લી રહેતી ઉત્તર-પૂર્વ દિશા નાના છોડના વાવેતર માટે વિશેષ શુભદાયક છે.

લાંબા કદના વૃક્ષો અને ઘરની પશ્ચિમ દક્ષિણ અથવા દક્ષિણી પશ્ચિમ દિશામાં લાંબા કદના વૃક્ષો વાવવા જોઈએ.લાંબા કદના વૃક્ષોનું વાવેતર કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે ઘરથી થોડા દૂર રહેવા જોઈએ ઉપરાંત સવારના ૯ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી આ ઝાડની છાયા ઘર પર પડવી જોઈએ નહીં એવી રીતે આ વૃક્ષનું વાવેતર કરવું જોઈએ.

ઘર આંગણે પિપળો ,લિમડો વાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે ઘરથી દૂર હોવા જોઈએ કારણ પિપળા અને લિમડાના મૂળ જમીનમાં નીચે પણ ઘણા અંતર સુધી ફેલાતા હોય છે જેને કારણે ઘરના જ પાયાને નુકસાન પહોંચી શકે છે.

image source

ઘરના બગીચામાં નાળિયેરી, લીંબુ ,પાઈનેપલ ,આંબો, દાડમ, ચંદન ,નાગરવેલના પાન ,બદામ જેવા વૃક્ષ વાવવાથી ઘરમાં હકારાત્મક ઉર્જાનું વહન થાય છે અને ઘર અને પરિવારમાં શાંતિ અને વૈભવ વધે છે.

જે વૃક્ષ માં સાંપ , મધમાખી, કીડી, મકોડા અને ઘુવડ જેવા પક્ષી તેમજ જંતુઓ રહેતા હોય તેવા વૃક્ષ ઘર આંગણે વાવવા જોઇએ નહીં.આ પ્રકારના વૃક્ષ નકારાત્મક ઉર્જા ધરાવે છે .

કાંટાવાળા છોડ ને પણ ઘરમાં સ્થાન આપવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.નકારાત્મક ઉર્જાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે ,દરિદ્રતા આવે છે.

મનિપ્લાન્ટ સિવાય કોઈપણ વેલને ઘરની અંદર અથવા ઘરની દિવાલ ઉપર ચઢવા દેવી યોગ્ય નથી.તે અશુભ માનવામાં આવે છે ઉપરાંત વેલના મૂળ દિવાલને નુકસાન પણ કરી શકે છે તેમજ તેના સહારે બગીચામાંથી ઘરની અંદર જીવ જંતુઓ પણ આવવાની શક્યતા રહેલી છે.

ઘરમાં તાજગી, રોનક અને સુખ-શાંતિ માટે ઘરમાં રાખવામાં આવતાં પ્લાન્ટને યોગ્ય સ્થાન આપવું જરૂરી છે. આટલું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ