રાધા કૃષ્ણની કે અન્ય કોઈ ભગવાનની મૂર્તિ કોઈને ગીફ્ટ કરતા પહેલા વાંચો આ નિયમો..

રાધા કૃષ્ણની મૂર્તિ ભેટમાં આપતાં પહેલા એકવાર જરૂર વિચારજો.

આપણે ત્યાં આપણા પ્રેમની પ્રતીતિ રૂપે વાર-તહેવાર અને પ્રસંગોએ ભેટ આપવાનો રિવાજ છે.પણ ભેટ આપતા પહેલા એટલું જાણવું પણ જરૂરી છે કે કયા પ્રકારની ભેટ આપવી જોઈએ.

image source

રાધાકૃષ્ણ આપણા સૌના પ્રિય રહ્યા છે.એમની સુંદરતા પણ અદભુત રહેલી છે.એમની મૂર્તિમાં કે એમની તસવીરમાં જે આકર્ષણ છે એ બેજોડ છે. રાધાકૃષ્ણ પ્રેમનું પ્રતીક છે,એટલા માટે જ લગ્ન ,વાળવડા ,ગૃહ પ્રવેશ તથા અન્ય નાના-મોટા પ્રસંગોએ ઘણા લોકો રાધા કૃષ્ણની મૂર્તિ કે તસવીર ભેટમાં આપવાનું પસંદ કરે છે.પરંતુ આવી ભેટ આપનાર એ નથી જાણતા કે અજાણતા જ તેઓ રાધાકૃષ્ણની મુર્તિ ભેટ આપીને સામેના પાત્રનું અહિત કરી રહ્યા છે.

image source

શાસ્ત્રોક્ત રીતે જોઈએ તો આપણે ત્યાં ભેટના પણ વિવિધ પ્રકાર છે.રાજસિક, તામસિક અને સાત્વિક.પણ આ ત્રણેય પ્રકારમાંથી એક પણ પ્રકારમાં ભગવાનની મૂર્તિ ભેટ કરવાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.ભગવત ગીતામાં ત્યાં સુધી કહેવાયું છે કે દાન પણ યોગ્ય પાત્રને જોઈ વિચારીને આપવું જોઈએ.કારણ અયોગ્ય પાત્રને દાન આપવાથી દાનમાં આપેલી વસ્તુઓની કદર રહેતી નથી.

image source

હિન્દુ ધર્મમાં મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે. પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે.તેથી ઈશ્વરની મૂર્તિ કોઈ એવી જ વ્યક્તિને સોંપવી જોઈએ જે વ્યક્તિ તેની નિયમિત પણે પૂજા અર્ચના કરી શકે.કારણ અપૂજ રહેલી મૂર્તિ શુભ માનવામાં આવતી નથી.માટે જે વ્યક્તિ મૂર્તિની યોગ્ય સારસંભાળ ન કરી શકે તેવી વ્યક્તિને ઈશ્વરની મૂર્તિ ભેટ ધરવી જોઈએ નહીં.

image source

રાધાકૃષ્ણની મુર્તિ બાબતે ખાસ કહેવાનું કે નવદંપતીને રાધાકૃષ્ણની મુર્તિ ભેટમાં આપવી નહીં.રાધાકૃષ્ણ વચ્ચે દૈવી પ્રેમ હતો પરંતુ તેમના લગ્ન નહોતા થયા અને બન્ને એકમેકને દિવ્ય પ્રેમ કરતા હોવા છતાં પણ તેઓ હંમેશા હંમેશા જુદા રહ્યા.માટે માનવામાં આવે છે કે રાધાકૃષ્ણની મુર્તિ દંપતીને આપવી નહીં.દંપત્તીના રૂમમાં રાધાકૃષ્ણની મુર્તિ કે રાધાકૃષ્ણ ની તસવીર પણ લગાવવી નહીં.

image source

માત્ર રાધાકૃષ્ણ જ નહીં પરંતુ આ જ કારણોસર નવદંપતીને રામ સીતાની મૂર્તિ પણ ભેટ કરવી નહીં.નવદંપતીને ઈશ્વરની મૂર્તિ જ આપવી હોય તો શિવ પાર્વતી કે લક્ષ્મીનારાયણ ની મૂર્તિ આપી શકાય છે.પરંતુ તેમાં પણ જે દંપતી ઈશ્વરમાં આસ્થા ધરાવતું હોય અને મૂર્તિની પૂજા કરી શકતા હોય તેમને જ ઈશ્વરની મૂર્તિ ભેટ આપવી.

image source

એમાં પણ વિષ્ણુ ભગવાનના પગ દબાવતા લક્ષ્મીજીની મૂર્તિ શ્રેષ્ઠ માનવામાં આવે છે.વિષ્ણુ અને લક્ષ્મી સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.કૃષ્ણની મૂર્તિ આપવી જ હોય તો બાળકની મુંડન વિધિ સમયે ,બાળકના નામકરણ સમયે, કૃષ્ણ અને ગાય વાછરડા ની મૂર્તિ આપવી શુભ માનવામાં આવે છે.બાળકૃષ્ણની લીલા અંગેની મૂર્તિ પણ ભેટ આપી શકાય.

  • ઘરમાં રાખેલી ઈશ્વરની મૂર્તિ સંદર્ભે વાસ્તુશાસ્ત્ર ને ધ્યાનમાં રાખીને થોડી ચીવટ ધરાવવી જોઇએ.
  • ભગવાનની મૂર્તિ ને સજાવટનું સાધન ન બનાવવી.
  • ભગવાનની મૂર્તિની નિયમિત સાફ સફાઈ કરવી જરૂરી છે.
  • ખંડિત મૂર્તિ ઘરમાં રાખવી શુભ માનવામાં આવતી નથી. તેને પાણીમાં વિસર્જિત કરી નાખવી જોઈએ.
  • પૂજા માટે મૂર્તિ પધરાવતા પહેલા તેની યોગ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરાવવી જોઇએ.
  • ભગવાનની મૂર્તિ યોગ્ય પાત્રને દાન આપવી.
  • ઈશ્વરની મૂર્તિ શ્રેષ્ઠ ઉર્જાસ્ત્રોત છ.તેની યથાયોગ્ય પૂજા અર્ચનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ