દિવાળીની રાત્રે અહીં દિવા મૂકવાથી થશે લક્ષ્મીજીની કૃપા…

કારતક મહિનાની અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. દિવાળી પર્વ મુખ્ય પાંચ દિવસનો હોય છે, જેમાં ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, બેસતુવર્ષ, અને ભાઇ-બીજ આમ પાંચ દિવસો હોય છે.

દિવાળીનો તહેવાર આવતા પહેલા ઘરે ઘરે તેની તૈયારીઓ શરુ થઇ જાય છે. લોકો ઘરમાં સાફ-સફાઇ કરીને સજાવટ કરે છે, આંગણાંમાં રંગોળી કરીને ઘરમાં દીવા પ્રગટાવે છે. તે સાથે નમકીન અને મિઠાઇઓ પણ બનાવે છે. લોકવાયકા પ્રમાણે, આ દિવસોમાં માતા લક્ષ્મી દીવાના પ્રકાશથી ઝગમગતી જગ્યાએ જાય છે. તથા તે પરિવારને પોતાના આશિર્વાદ આપે છે.

image source

દિવાળીના દિવસે દીવા પ્રગટાવવા પાછળનું કારણ બીજુ પણ છે, પૌરાણિક કથા અનુસાર શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન સહિત 14 વર્ષનો વનવાસ ભોગવી તથા દશેરાએ રાવણનો વધ કરીને દિવાળીના દિવસે જ અયોધ્યા પાછા ફર્યા હતા. શ્રીરામ સીતા સાથે પાછા ફરવાની ખુશીમાં અયોધ્યા વાસીઓએ ગામમાં ઘરે ઘરે દીવા કરીને શ્રીરામનું સ્વાગત કર્યુ હતું. ત્યારથી આજ સુધી આ દિવસે દરેક પોતાના આંગણામાં દીવા પ્રગટાવે છે.

image source

શ્રીરામના સ્વાગત માટે અયોધ્યા વાસીઓએ દીવા પ્રગટાવ્યા હતા, તે સાથે આજના યુગમાં લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે લોકો પોતાના ઘરની આસપાસ દીવા પ્રગટાવે છે. તે સાથે ઘરની દિવાલો પર સિરિઝ લગાવીને ડેકોરેટ કરે છે.

image source

દિવાળીનો તહેવાર હોવાથી સૌ કોઇ દીવા તો પ્રગટાવે છે. પરંતુ તે દીવા ક્યાં મૂકવા તેની માહિતી હોતી નથી. તો આવો જાણીએ કે દીવા કેવી જગ્યાએ મૂકવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

મુખ્ય દ્વાર

image source

આપણા ઘરે કોઇ પણ મહેમાન આવે તો તે મુખ્ય દ્વારથી જ ઘરમાં પ્રવેશે છે. તો જ્યારે લક્ષ્મીજી આપણા ઘરે આવે તો તેમના સ્વાગત માટે ઘરના મુખ્ય દ્વાર પર દીવો અવશ્ય પ્રગટાવો.

પૂજાના સ્થાને

image source

જે જગ્યાએ તમે દિવાળીની પૂજા કરવાના છો, તે સ્થળે ખાસ માટીના કોડીયામાં દીવો પ્રગટાવો તે સાથે ધ્યાન રાખો કે તે દીવો પૂજા દરમિયાન ચાલુ રહે અને જો આખી રાત ચાલે તો તે વધુ શુભ માનવામાં આવે છે.

ઘરના આંગણામાં

image source

ઘરના આંગણામાં ખાસ દીવો પ્રગટાવો, માનવામાં આવે છે. આંગણામાં દીવાના પ્રકાશથી તમામ ખરાબ શક્તિ ઘરમાં પ્રવેશ કરી શક્તી નથી.

પીપળાના વૃક્ષ નીચે

image source

દિવાળીના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો જોઇએ. પીપળાના વૃક્ષમાં દેવતાઓનો વાસ થાય છે, તેથી તેની પૂજા કરીને દીવો કરવાનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

ઘરની આસપાસ

image source

ઘર નજીક કોઇ મંદિર કે સ્મશાન હોય કે કોઇ એવી જગ્યા હોય જ્યાં સતત અંધારુ રહેતુ હોય તો આ દિવસે ત્યાં જઇને દીવો પ્રગટાવો. આમ કરવાથી તમારા ઘરની આસપાસ નકારાત્મકતાનો નાશ થશે. તથા દેવી શક્તિના આશીર્વાદ પ્રાપ્ત થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ