ઘરમાંથી આ ખાસ બીમારીઓને દૂર કરવા માટે કામની છે આ વાસ્તુ ટિપ્સ, આજે જ કરી લો ટ્રાય

સ્વસ્થ શરીર વ્યક્તિના જીવનની સૌથી મોટી તાકાત છે. વ્યક્તિ સ્વસ્થ છે તો સંસારમાં તે ખુશીથી જીવન વ્યતીત કરી શકે છે. જો સ્વાસ્થ્ય સારું નથી તો તમામ સુખ અને સુવિધાઓ બેકાર બને છે. અનેક વાર એવું બને છે કે ઘરમાં લોકો લાંબા સમય સુધી બીમાર રહેવા લાગે છે અને અનેક ઉપાયો કરવા છતાં બીમારીઓ દૂર થતી નથી. અનેક વાર આ સમસ્યા વાસ્તુ દોષને કારણે પણ હોઈ શકે છે.

image source

વાસ્તુ શાસ્ત્રમાં અનેક એવા ઉપાયો આપવામાં આવ્યા છે જેની મદદથી તમે ઘરમાં સુખ અને શાતિ બનાવી રાખી શકો છો અને સાથે પરિવારનો અન્ય કોઈ સભ્ય બીમાર રહે છે તો પણ બીમારીઓ તમારાથી દૂર રહી શકે છે. વાસ્તુ દોષને દૂર કરવાના ઉપાય અપનાવીને તેની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. તો જાણો વાસ્તુ દોષના આ ઉપાયોને વિશે.

ન કરો આ કામ

image sourc

ઘરમાં બંને તરફ બારી હોવું એ સારી વાત નથી. એવામાં તમે બારી પર ગોળ પાનના છોડ લગાવો. પોતાના ઘરમાં કાંટેદાર છોડ ક્યારેય ન લગાવવા.

તેનું પણ રાખો ધ્યાન

image source

વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વાર તૂટેલું કે ફૂટેલું હોવું જોઈએ નહીં. તેનાથી ઘરના મુખ્ય વ્યક્તિની સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર જોવા મળી શકે છે. આ માટે ઘરના દ્વાર યોગ્ય દિશા અને સ્થિતિમાં હોય તે પણ જરૂરી છે.

ખૂણામાં રાખો અગરબત્તી

image source

ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર છે તો રોજ અગરબત્તી લગાવીને ઘરના દરેક ખૂણામાં રાખો. આ કારણે તે પોતાને સ્વસ્થ અનુભવ કરશે અને સાથે ઘરમાં પોઝિટિવ એનર્જી કાયમ રહેશે.

સાફ કરો ઘરના જાળા

image source

જો ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર છે તો ઘ્યાન રાખો કે તમારા ઘરના ખૂણા, દીવાલો પર કરોળિયાના જાળા ન હોય. તેનાથી રોગીનો માનસિક તણાવ વધી શકે છે.

રાખો સાફ સફાઈ

image source

ઘરના મુખ્ય દરવાજાની સામે કીચડ કે ગંદગી હોય તો પરિવારના સભ્ય કોઈને કોઈ પ્રકારની બીમારીથી ઘેરાઈ શકે છે. આ માટે ઘરની આસપાસ કોઈ પ્રકારની ગંદગી ન હોય અને ઘરને સાફ રાખવું પણ જરૂરી છે.

આ દિશામાં હોવી જોઈએ રસોઈ

image source

વાસ્તુના અનુસાર તમારું રસોઈ ઘર અગ્નિ ખૂણામાં હોવું જોઈએ. તેનાથી બીમારીઓ દૂર રહે છે. આ માટે વાતનું પૂરું ધ્યાન રાખો. ઘરની રસોઈને માટે આ દિશા યોગ્ય માનવામાં આવે છે.

આ દિશામાં રાખો ભગવાનનો ફોટો

image source

ઘરમાં ભગવાનનો ફોટો લગાવો તો યાદ રાખો કે તેમનું મોઢું દક્ષિણ દિશામાં રાખવું. તેનાથી ઘરના સભ્યોની હેલ્થ સારી રહે છે. તો ધ્યાન રાખો કે પૂજા સ્થળ મુખ્ય દ્વારની સામે ન હોય. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવતી નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ