સરકારને નથી મળ્યો કોરોનાની રસીનો જથ્થો, 18થી વર્ષથી વધુની વયના લોકોને નહીં આપી શકાય રસી

રાજ્યમાં આગામી 1લી મે થી 18 થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન આપવાનું અભિયાન રાજ્ય સરકાર શરુ કરવાની છે. અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું કે આ અભિયાન માટે 1.50 કરોડ ડોઝ ની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. પરંતુ આ અંગે હવે સામે આવ્યું છે કે સંભાવના છે કે 1લી મેથી રાજ્યમાં રસીકરણ અભિયાન અંતર્ગત 18 વર્ષથી વધુની વયના તમામ લોકોને રસીનો ડોઝ આપી શકાશે નહીં.

image source

આરોગ્ય વિભાગના એક અધિકારીના જણાવ્યાનુસાર રાજ્યમાં હાલ એવી સ્થિતિ છે કે 18 વર્ષથી વધુની વયના લોકોને રસી આપી શકાય તેની સંભાવના ખૂબ ઓછી છે. કારણ કે હજુ સુધી રાજ્યને રસીનો પુરતો જથ્થો મળ્યો નથી. રાજ્યને પુરતો જથ્થો મળ્યા બાદ તમામ લોકો માટે રસીકરણ શરુ થઈ શકશે. ત્યાં સુધી 45 વર્ષથી વધુની વયના લોકોનું રસીકરણ યથાવત રહેશે.

image source

આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા કોરોના વેક્સિન ડોઝ અન્વયે જાહેર કરવામાં આવ્યું હતું કે પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિશિલ્ડ વેક્સિન ના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદ ની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસી ના 50 લાખ ડોઝ મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને રસી મેળવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. પરંતુ રસીનો આ જથ્થો હજુ સુધી સરકારને મળ્યો નથી તેથી ચર્ચા છે કે 1 લી મેથી તમામ લોકોનું રસીકરણ શરુ થઈ શકે તેવી શક્યતા નહીવત છે.

image source

દેશભરમાં 1લી મેથી 18 થી 45 વર્ષની વયના લોકો રસી લઈ શકશે તેના માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કોવિન પોર્ટલ પર તારીખ 28 એપ્રિલથી શરુ થઈ ચુક્યું છે. આ એપ પર કરેલી નોંધણીના આધારે રસી આપવામાં આવશે. રસી લેવામાં માટે મોટા પ્રમાણમાં લોકો નોંધણી તો કરાવી રહ્યા છે પરંતુ રસી તેમને મળશે કે નહીં તે પ્રશ્ન ઊભો થયો છે.

image source

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના રોજ રેકોર્ડ બ્રેક કેસ નોંધાય છે. કોરોનાના વધતાં સંક્રમણના કારણે રાજ્યમાં 29 શહેરોમાં નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે અને સાથે જ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ લોકડાઉન જેવા નિયમો લાગુ કરાયા છે. આ કામગીરી સાથે રાજ્યમાં હવે રસીકરણને વેગવંતુ બનાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.

image source

ગુજરાતમાં 6000 જેટલા સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો મારફતે આરોગ્ય કર્મીઓ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 45 થી વધુની વયના નાગરિકોને રસી આપવામાં આવી રહી છે. રસીકરણમાં અત્યાર સુધી તો ગુજરાત અગ્રેસર હતું કારણ કે અહીં પુરતાં પ્રમાણમાં રસીનો જથ્થો હતો. પરંતુ હવે રસીનો જથ્થો મળશે ક્યારે તે પ્રશ્ન ઊભો થયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!