તમે પણ ઘરમાં નથી કરતાને આવી ભૂલો? નહિં તો ડૂબી જશો કરજમાં અને નહિ ટકે ઘરમાં રૂપિયા પણ…

જાણી લ્યો જો તમે પણ કરી રહ્યા હોય ઘરમાં આ ભૂલો, તો નહિ ટકે ક્યારેય ઘરમાં રૂપિયા..

મિત્રો, આપણો દેશ એ આધ્યાત્મિક અને ધાર્મિક સંસ્કૃતિ ધરાવતો દેશ છે. અહી ધાર્મિક અને આધ્યાત્મિક વાતોને વિશેષ મહત્વ આપવામા આવે છે. જો તમે તમારા જીવનમા આ ધાર્મિક અને આધ્યાત્મિક વાતોનુ યોગ્ય રીતે અનુસરણ કરો તો તમારા જીવનમા ક્યારેય પણ દુઃખ કે સમસ્યા નહિ આવે અને તમારા જીવનમા હમેંશા સુખ અને સમૃદ્ધિ બની રહે છે.

image source

ઘણીવાર આપણી આસપાસ સ્થિતિ એવી સર્જાતી હોય છે કે, આપણે જેટલા પૈસા કમાઈએ છીએ તેના કરતા વધારે તો ખર્ચ કરીએ છીએ. વધારે પડતા ફક્ત બે જ કારણોસર ખર્ચાય છે. એક તો આપણે કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર બિનજરૂરી વસ્તુઓની ખરીદી કરવા લાગીએ છીએ અને બીજુ એ કે આપણા ઘરમા નિરંતર કોઈ ને કોઈ વ્યક્તિ બીમાર હોય અને તેને દવાખાનામા દાખલ કરવામા આવે.

image source

આ બધી જ સમસ્યાઓ એક જ તરફ ઈશારો કરે છે કે, તમારા ઘરમા કોઈ દોષ છે, જેના કારણે તમારા ઘરમા નકારાત્મક ઉર્જાનુ પ્રમાણ વધી ગયુ છે અને તેના કારણે આપણા ઘરમા નાણા ટકતા નથી. શાત્રો મુજબ ક્યારેય પણ ખરાબ થયેલી ઘડિયાળને ઘરમા ના રાખવી જોઈએ, તેના કારણે ઘરમા નકારાત્મક ઉર્જાનુ પ્રમાણ વધે છે.

image source

આ સિવાય ઘરના મુખ્ય દરવાજા હંમેશા સ્વચ્છ અને સુંદર રાખવા જોઈએ તથા આ સ્થાન હંમેશા સાંજના સમયે પ્રકાશિત રહેવુ જોઈએ. અહી અંધકાર રાખવો તથા ગંદકી રાખવી અત્યંત અશુભ માનવામા આવે છે, તેના કારણે ઘરમા નકારાત્મક ઉર્જાનુ પ્રમાણ વધે છે અને ઘરમા ગરીબાઈ આવી જાય છે.

image source

આ ઉપરાંત જો ઘરની આસપાસ કોઈ સુકા છોડ હોય તો વાસ્તુ મુજબ તેને નિરાશાનુ પ્રતીક માનવામા આવે છે, તે આપણી પ્રગતિમા અવરોધ જણાય છે. જો તમે તમારા ઘરના પ્રાંગણમા રોપાઓની રોપણી કરી હોય તો તેની યોગ્ય સંભાળ રાખો. તેને અમુક સમયના અંતરે પાણી આપતા રહો નહીતર તે તમારા માટે અનેકવિધ સમસ્યાઓ લાવી શકે છે.

image source

આ સિવાય બાથરૂમ અને રસોઈઘરના ડ્રેનેજ પાઈપોનુ મુખ હમેંશા ઉત્તર, પૂર્વ અથવા તો ઉત્તર-પૂર્વ દિશામા રાખવામા આવે તો વાસ્તુ મુજબ અત્યંત શુભ માનવામા આવે છે. આ સિવાય ઘરની આસપાસ કોઈપણ પ્રકારના ઝાડ, ઇલેક્ટ્રિક થાંભલા અથવા મોટા પત્થરો પણ ના હોવા જોઈએ નહીતર તે તમને હંમેશા પૈસાની ખોટ અને નકારાત્મકતાના ફેલાવા તરફ દોરી જાય છે.

image source

આ ઉપરાંત રસોઈઘરની પાસે ક્યારેય પણ બાથરૂમ ના બનાવવુ જોઈએ. વાસ્તુ પ્રમાણે તે અત્યંત અશુભ માનવામા આવે છે. જો આમ કરવામા આવે તો તમારા ઘરમા સદાયને માટે ગરીબીનુ વાતાવરણ બની રહે છે. માટે જ્યારે પણ મકાનનુ બાંધકામ કરો ત્યારે આ અંગે વિશેષ સાવચેતી રાખવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ