ગૂગલ બાદ હવે Appleની કાર રોડ પર રફ્તાર પકડશે, આવી છે કંપનીની યોજના

અમેરિકન ટેકનોલોજી દિગ્ગજ કંપની Apple વર્ષ 2024 સુધીમાં કારનું ઉત્પાદન શરૂ કરી શકે છે. આ પેસેન્જર કાર તેની પોતાની અદ્યતન બેટરી તકનીક પર આધારિત હશે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, કંપની પ્રોજેક્ટ ટાઇટનના નામથી વર્ષ 2014 થી જ ઓટો સેક્ટરમાં પ્રવેશવા માટે કામ કરી રહી હતી, જ્યારે કંપનીએ તેના વાહનની ડિઝાઇન ડિઝાઇન કરી હતી. પરંતુ પાછળથી કંપનીએ થોડા પગલા પાછા લીધા અને તેનું સંપૂર્ણ ધ્યાન સોફ્ટવેર પર કેન્દ્રિત કર્યું હતું.

190 લોકોની ટીમ તૈયાર કરી

રાયટર્સે આ સમાચાર સૂત્રોના હવાલેથી આપ્યા છે અને એપલે હજી સુધી આ પ્રોજેક્ટ વિશેની માહિતી જાહેર કરી નથી. 2018 માં Appleના ભૂતપૂર્વ કર્મચારી ડોગ ફીલ્ડ કંપનીમાં આ પ્રોજેક્ટને જોવા માટે પાછા ફર્યા છે. તે પછી તે ટેસ્લા ઇન્કમાં કામ કરતા હતા. તેમણે 190 લોકોની ટીમ તૈયાર કરી છે.

કંપનીનું લક્ષ્ય ગ્રાહકો માટે ઉપયોગી વાહન બનાવવાનું

image source

ત્યારબાદથી એપલે આ મામલે ઘણી પ્રગતિ કરી છે. સમાચાર એજન્સીએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે, હવે કંપનીનું લક્ષ્ય ગ્રાહકો માટે ઉપયોગી વાહન બનાવવાનું છે. એપલે હજી સુધી તેની યોજના સાર્વજનિક કરી નથી. એપલને સામાન્ય લોકો માટે ઉપયોગી વાહને બનાવવા માટે અન્ય ઘણા દિગ્ગજો સાથે સ્પર્ધા કરવી પડી શકે છે. ગૂગલની મૂળ કંપની આલ્ફાબેટ ઇન્ક પણ Waymo નામની રોબો ટેક્સી બનાવી ચુકી છે, જો કે તે ડ્રાઇવરલેસ કાર હતી.

એપલની વ્યૂહરચના નવી બેટરી ડિઝાઇન કરવાની

image source

એપલની વ્યૂહરચના મૂળભૂત રીતે નવી બેટરી ડિઝાઇન કરવાની છે જે બેટરીની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને વાહન ચાલવાના કલાકોમાં વધારો કરશે. કંપનીએ હજુ સુધી આ સમાચાર પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. નોંધનીય છે કે એપલ વિશ્વભરમાં એક પ્રતિષ્ઠિત બ્રાંડ છે અને તેના ફોન, ટેબ્લેટ્સથી માંડીને ફિટનેસ બેન્ડ સુધીની પ્રોડકટ ખૂબ પ્રીમિયમ ગુણવત્તાવાળી હોય છે અને લોકોમાં તેનો જબરદસ્ત ક્રેઝ છે.

ખોટી માહિતી બદલ Apple પર લાગ્યો દંડ

image source

બિઝનેસ ઈનસાઈડરના એક રિપોર્ટ મુજબ Apple એવો દાવો કરે છે કે iPhone વોટર રેસિસ્ટન્ટ(water resistance) હોય છે. કંપનીએ iPhone 8 થી લઈને iPhone 11 સુધીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ હેન્ડસેટ વોટર રેસિસ્ટન્ટ છે. ઈટાલીના કોમ્પિટીશન રેગ્યુલેટરે એપલના આ દાવાને ખોટો ગણાવ્યો છે. ગ્રાહકોને ભ્રમિત કરનારા આ દાવા માટે એપલ પર 10 મિલિયન યૂરો (લગભગ 12 મિલિયન ડોલર) નો દંડ ફટકારવામાં આવ્યો છે.

શું છે વોટર રેસિસ્ટન્ટનું સત્ય

image source

હકીકતમાં ઈટાલીમાં થયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે iPhone ફક્ત કંપનીના માનકોના આધાર પર જ વોટર રેસિસ્ટન્ટ છે. એપલનો દાવો છે કે iPhone 1-4 મીટર ઊંડા પાણીમાં વોટર રેસિસ્ટન્ટ છે. પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે આઈફોન ફક્ત કંટ્રોલ્ડ કંડિશન હેઠળ અટકેલા અને ચોખ્ખા પાણીમાં જ વોટર રેસિસ્ટન્ટ રહે છે. જ્યારે વહેતા પાણીમાં આઈફોન વોટર રેસિસ્ટન્ટ રહી શકતા નથી. આ ઉપરાંત તપાસમાં એ પણ જાણવા મળ્યું ચે કે જો આઈફોન કોઈ લિક્વિડ કે મિક્સ પાણીમાં પડી જાય તો વોટર રેસિસ્ટન્ટ રહી શકતો નથી. આ સાથે જ આઈફોન જો પાણીમાં પડી પણ જાય તો તેને રિપેર કરવો મુશ્કેલ બને છે. બિઝનેસ ઈનસાઈડર દ્વારા આ દંડ અંગે પૂછવામાં આવતા એપલે કોઈ પણ કોમેન્ટ કરવાની ના પાડી દીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ