ચાટ ની ૩ ચટણી – વિવિધ ચાટ બનાવો જયારે મન થાય આ ૩ ચટાકેદાર ચટણીઓ થી

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “ત્રણ અલગ જાતની લાલ.લીલી અને મીઠી ચાટની ચટણી” આ ચટણી જો તમારા ફ્રિજમાં હશે તો તમે ગમે ત્ત્યારે જે પણ ખાવાની ઈચ્છા થશે અને કોઈ પણ જાતની ચાટ ફટાફટ બનાવી શકશો. આને તમે બનાવીને ફ્રિજમાં રાખી પણ શકો છો.અને બોઉં જ જલ્દીથી બની જઈ છે. જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં છોકરાવથી માંડીને મોટા વડીલો સુધી સૌં કોઈ આંગળા ચાટતા જ રહી જશે. એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

૧. લીલી ચટણી માટે –

  • ૩ કપ કોથમીર
  • ૧ કપ ફુદીનો
  • ૬ થી ૭ કળી લસણ ની
  • ૬ થી ૭ લીલા મરચા
  • ૭ થી ૮ મીઠા લીમડા ના પાન
  • ૩ લવિંગ
  • ૧ નાનો ટુકડો તજ નો
  • ૧/૪ કપ શેકેલા શીંગદાણા
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૨ ટેબલ સ્પૂન ગોળ
  • ૧ નાનો ટુકડો આદુ નો
  • ૧.૫ ટી સ્પૂન સંચળ
  • ૧ લીંબુ નો રસ
  • મીઠું સ્વાદ અનુસાર

૨. મીઠી ચટણી માટે –

  • ૨ કપ ખજૂર
  • ૩/૪ કપ આંબલી
  • ૧ ટી સ્પૂન જીરું પાવડર
  • ૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧/૪ કપ ગોળ
  • ૧ ટી સ્પૂન સંચળ પાવડર
  • મીઠું સ્વાદ અનુસાર

૩. લાલ ચટણી માટે –

  • ૧૨ થી ૧૫ આખા લાલ મરચા
  • ૮ થી ૧૦ કળી લસણ ની
  • ૧ ટી સ્પૂન મીઠું
  • ૧ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  • ૧ ટી સ્પૂન જીરું

રીત :

લીલી ચટણી માટે –

૧. લીલી ચટણી માં જણાવેલી લીંબુ સિવાય ની બધી સામગ્રી ને મિક્સર માં થોડું પાણી અથવા બરફ ઉમેરી ને વાટી લો.

૨. હવે જરૂર મુજબ લીંબુ નો રસ ઉમેરી ને સરસ રીતે હલાવી ને કાચ ની બરણી માં કાઢી ને ફ્રિજ માં સ્ટોર કરવી.

મીઠી ચટણી માટે –

૧. ખજૂર અને આંબલી ને ધોઈ ને કૂકર માં મીઠું, જીરું અને લાલ મરચું ઉમેરી ને ૪ થી ૫ સીટી વગાડી લો.

૨. કૂકર ઠંડુ પડે એટલે તૈયાર થયેલા ખજૂર આંબલી ના પલ્પ ને મિક્સર માં પીસી ને ગરણી માં ગાળી લો.

૩. જરૂર મુજબ પાણી ઉમેરો. હવે એમાં ગોળ અને સંચળ પાવડર ઉમેરી ને ચટણી ને ઉકાળવા મુકો.

૪. ૭ થી ૮ મિનિટ જેવું ઉકળે એટલે ચટણી તૈયાર થઇ જશે.

૫. ચટણી ને એક ચોખ્ખી બોટલ માં કાઢી ને સ્ટોર કરવી.

લાલ ચટણી માટે –

૧. આખા લાલ મરચા ના બીયા કાઢી લેવા અને પછી આ મરચા ને પાણી માં પલાળી દેવા.

૨. હવે એક મિક્સર માં બાકી આપેલી સામગ્રી ઉમેરી ને પીસી લેવી.

૩. એમાં જરૂર મુજબ મરચા પલાળેલું પાણી ઉમેરવું.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.