ધન-સંપત્તિ અને સુખ-સૌભાગ્ય મેળવવા આ 20 વાસ્તુ અને ફેંગશુઈ ટિપ્સને ફોલો કરો તમે પણ

ધન સંપત્તિ અને સુખ સૌભાગ્ય મેળવવા માટે 20 વાસ્તુ અને ફેંગશુઈ ટિપ્સ.

જીવનની જરૂરિયાત ધન વિના પુરી નથી થઈ શકતી, એટલે ઘરમાં પર્યાપ્ત ધન હોવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે જાણી લઈએ ઘરમાં ધન સંપત્તિ અને સુખ સૌભાગ્ય વધારવાના સરળ ઉપાય.

1) લાફિંગ બુદ્ધા.

image source

લાફિંગ બુદ્ધાને સફળતા અને આર્થિક સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે એટલે ઘર, ઓફીસ, દુકાન વગેરે જગ્યા પર લાફિંગ બુદ્ધાની ઉપસ્થિતિ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લાફિંગ બુદ્ધાનું મન જેના પર આવી જાય એને એ ભેટથી માલામાલ કરી દે છે. તમે પણ લાફિંગ બુદ્ધાને તમારા ઘર ઓફિસમાં ખાસ જગ્યા આપો.

2) ચાઈનીઝ સિક્કા.

એવી માન્યતા છે કે ચાઈનીઝ સિક્કા ધનવૃદ્ધિમાં સહાયક હોય છે અને એને ઘરમાં રાખવાથી ક્યારેય ધનનો અભાવ નથી થતો.

3) ત્રણ પગ વાળો દેડકો.

image source

ત્રણ પણ વાળો દેડકો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. એને ધન આગમનનું પ્રતીક માનવામાં આવે છે. એને ઘરમાં રાખવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.

4) હરિયાળીનો ફોટો.

આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં હરિયાળીના ફોટા જ્યાં આંખોને સુકુન આપે છે તો આપણા જીવનમાં સમૃદ્ધિ પણ લાવે છે.

5) સિક્કાઓથી ભરેલો ક્રિસ્ટલ બાઉલ.

image source

આ એક રીતનો લકી ચાર્મ છે અને એને ઘરમાં રાખવાથી ઘરની આવકમાં વૃદ્ધિ થાય છે. દિવાળીના શુભ અવસર પર શુભ ફળ મેળવવા માટે પણ ક્રિસ્ટલ બાઉલને ખાસ ઘરમાં રાખો.

6) વિન્ડ ચાઇમ્સ.

હવાની તરંગોમાં વહેતી વિન્ડ ચાઇમ્સનો અવાજ ચી એનર્જીને એક્ટિવેટ કરે છે જેનથી ઘરમાં રહેનાર લોકોને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

7) ઘોડાની નાળ.

image source

ઘોડાની નાળને ઘરના મુખ્ય દ્વાર પર લગાવવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. એવી માન્યતા છે કે જે ઘરમાં મુખ્ય દ્વાર પર ઘોડાની નાળ લગાવેલી હોય છે ત્યાં ખરાબ શક્તિઓ પ્રવેશ નથી કરી શકતી અને એ ખરાબ નજરથી પણ બચાવે છે.

8) પાણીથી ભરેલું બાઉલ.

સૌભાગ્ય મેળવવા માટે મુખ્ય દ્વારની જમણી બાજુ પાણી ભરેલો બાઉલ રાખવું શુભ માનવામાં આવે છે. તમે ઇચ્છો તો આ બાઉલમાં ગુલાબની પાંખડીઓ પણ નાખી શકો છો. ઉત્તર, પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશામાં દરવાજા માટે આ વિધિ ખૂબ જ અકસીર સાબિત થાય છે.

9) ફિશ ટેન્ક.

image source

ફિશ ટેન્કમાં તરતી સુંદર માછલીઓ ન ફકત ઘરની શોભા વધારે છે પણ ઘરમાં સૌભાગ્ય પણ લાવે છે. ફિશ ટેન્કમાં કુલ 9 માછલીઓ હોવી જોઈએ, જેમાં 8 માછલીઓ લાલ અને ગોલ્ડન કલરની અને 1 માછલી કાળા રંગની હોવી જોઈએ. ગોલ્ડન ફિશવાળા ફિશ ટેન્કને લિવિંગ રૂમની પૂર્વ, ઉત્તર કે દક્ષિણ પૂર્વ દિશામાં રાખવાથી ફાયદો થાય છે.

10) ફિનિક્સ પક્ષી.

ફિનિક્સ પક્ષીની દુરદર્શીતા અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે એટલે આ ખાસ કરીને વેપારીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

ધન સંપત્તિ અને સુખ સૌભાગ્ય મેળવવા માટેની ગુડ લક ટિપ્સ

11) ઈશાન ખૂણામાં તાંબાના વાસણમાં પાણી ભરીને ચાંદીની પ્લેટથી ઢાંકી દો, એની ઉપર ક્રિસ્ટલ રાખી દો અને તાંબાના વાસણ પર ૐ નમઃ શિવાય લખી દો, એનાથી ઘરમાં ધનાત્મક ઉર્જા અને સમૃદ્ધિ વધશે.

image source

12) સવારે ઉઠીને સૌથી પહેલા દરવાજાની બહાર સફાઈ કરીને એક ગ્લાસ પાણી છાંટી દો. આવું કરવાથી ઘર અને વેપારમાં સંપન્નતા આવે છે.

13) જો મીઠાના પાણીમાં પંદર દિવસ સુધી સતત ઘરમાં પોતું કરવામાં આવે અને મીઠાના પાણીને રૂમના એક ખૂણામાં ઢાંકયા વગર મૂકી દો, તો નકારાત્મક ઉર્જાનું દુષ્પ્રભાવ ખતમ થઈ જાય છે અને ઘરમાં પોઝિટિવ ઉર્જા આવે છે.

14) આંખો બંધ કરીને શાંત મનથી સવારે અને સાંજે ૐનું ઉચ્ચારણ કરો.

15) પ્રવેશ દ્વારના ઉંબરા પર લાલ રીબીન લગાવીને વાસ્તુદોષ દૂર કરી શકાય છે.

image source

16) ક્લિયર ક્વાર્ટઝ ક્રિસ્ટલથી બનેલા પેંડેન્ટ કોઈ ચેન કે દોરમાં નાખીને ગળામાં પહેરવાથી મન શાંત થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

17) ઘરમાં સુખ શાંતિ અને સંબંધો મજબૂત બનાવવા માટે ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં બે ક્લિયર ક્વાર્ટઝ ક્રિસ્ટલ લટકાવી દો.

image source

18) બેડરૂમનું દક્ષિણ પશ્ચિમ દિશામાં પિંક કલરનું રોઝ ક્રિસ્ટલ રાખવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. પ્રેમ વધારવા માટે આ ક્રિસ્ટલ પર શુક્રવારના દિવસે ગુલાબનું અત્તર છાંટો.

19) લિવિંગ રૂમમાં ક્રિસ્ટલ રાખવાથી પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમની ભાવના જળવાઈ રહે છે

20) ઘરના બીજા દરવાજા પર બ્લેક કલરનું ક્રિસ્ટલ મૂકી દો. એનાથી તમે તમારા ઘરને ખરાબ નજરથી બચાવી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ