વૃક્ષો પાસે જતા સમયે રાખો સાવચેતી! નહીતર આ જીવ લઇ લેશે ક્ષણભરમા જ તમારો જીવ…

મિત્રો, એ વાત તો આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, આ વિશ્વમા ફક્ત મનુષ્ય જ નથી વાસ કરતા પરંતુ, તે સિવાય અન્ય અનેકવિધ પ્રકારના જીવો પણ વાસ કરે છે. આ જીવોમાંથી અમુક જીવો આપણા માટે લાભદાયી હોય છે તો અમુક જીવો આપણા માટે જીવલેણ પણ સાબિત થઇ શકે છે.

આજે અમે તમને એક એવા જ જીવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે ખુબ જ જીવલેણ સાબિત થઇ શકે છે. પાછી આશ્ચર્યની વાત તો એ છે કે ઘણીવાર આ જીવ તમારી સામે હોવા છતાપણ તમને દેખાશે નહી પરંતુ, જો તમે ધ્યાનથી જોશો તો કદાચ નારી આંખે તમે આ જીવ ને જોઈ શકશો.

image source

આજે અમે તમને જીવની વાત કરવા જઈ રહ્યા છીએ તે એક ઝેરીલો સાપ છે. આ સર્પ એટલો ઝેરીલો હોય છે કે તેના ડંખ માત્રથી વ્યક્તિનુ મૃત્યુ થઇ શકે છે. આ સર્પની વિશેષતા એ છે કે, તેની ચામડી એકદમ વૃક્ષના થડની સમાન લાગે છે. જો આ સર્પ વૃક્ષ પર હોય તો તમે તેને ઓળખી શકો નહિ.

તમને જણાવી દઈએ કે,આપણે જે સર્પ વિશે વાત કરી રહ્યા છીએ તે નોર્થ સિડની , ઓસ્ટ્રેલિયાના મેટલલેન્ડ વિસ્તારમા જોવા મળે છે. લિયન કૂક નામના એક ફેસબુક વપરાશકર્તાએ આ સર્પ વિશે એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટ હાલ ઇન્ટરનેટ પર લાખો વખત શેર થઈ ચુકી છે.

આ વપરાશકર્તાએ લખ્યું છે કે, ઘણા લોકો આ ઝાડ પરથી પસાર થયા હતા પરંતુ, આ સાપ પર કોઈને દેખાતુ નહોતુ. સાપની આ પ્રજાતિ સ્ટીફન બ્રાન્ડેડ તરીકે જાણીતી છે, જેનું ઝેર અત્યંત જોખમી છે. આ સ્ટીફન-બ્રાન્ડેડ સાપ મોટે ભાગે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે અને તેમનુ ઘર એકમાત્ર વૃક્ષ છે.

સૌથી મોટી વાત એ છે કે આ સાપનો ગ્રે અને ક્રીમ રંગ ઉપરાંત, તે સફેદ અને કાળો પણ છે. આવી સ્થિતિમા તે બરાબર ઝાડના મૂળ જેવા દેખાય છે, જે કેટલીકવાર ખુલ્લી આંખોથી પણ દેખાતા નથી. તેમની લંબાઈ ૧.૨ મીટર સુધીની છે અને તે એક સમયે ૯ જીવંત બાળકોને જન્મ આપી શકે છે.

આ સાપ એટલો ખતરનાક છે કે જો કોઈ વ્યક્તિ કરડે તો તે થોડા જ કલાકોમાં મરી શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક સારવાર લીધા પછી જ તેને બચાવી શકાય છે. તેના કરડવાથી એક ઉચ્ચ પ્રોથ્રોમ્બિનસ એન્ઝાઇમ ઉત્પન્ન થાય છે જે લોહીમાં થ્રોમ્બીન વધારે છે. આને કારણે લોહી ગંઠાવાનું શરૂ થાય છે અને વ્યક્તિનુ તત્કાલ મૃત્યુ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ