સુખી ગૃહસ્થ જીવનની ઇચ્છા થશે હવે પૂરી, બસ ગુરુવારના દિવસે આ રીતે કરી લો વિષ્ણુની પૂજા

મિત્રો, હિન્દુ ધર્મમા ગુરુવારનો દિવસ એ પ્રભુ વિષ્ણુને સમર્પિત માનવામા આવે છે. આ દિવસ તેમની પૂજા માટે અત્યંત વિશેષ માનવામા આવે છે. એવુ માનવામાં આવે છે કે, જો પ્રભુ વિષ્ણુની નિષ્ઠાપૂર્વક અને સાચા હૃદયથી પૂજા કરવામા આવે તો ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

image source

આપણા હિન્દુશાસ્ત્ર પ્રમાણે ગુરુવારના રોજ પ્રભુ વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી તમારા જીવનની અનેકવિધ સમસ્યાઓ દૂર થાય છે. તમારા ઘરમા સુખ અને સમૃદ્ધિ રહે છે અને તમારી આર્થિક સ્થિતિમા પણ સુધારો થાય છે. આ સિવાય પ્રભુ વિષ્ણુજીની પૂજા કરવાથી તમને અઢળક સંપતિની સાથે લગ્નજીવનનુ પણ સુખ મળે છે. તો ચાલો આ દિવસે પૂજા અને ઉપાસનાના વિશેષ મહત્વ વિશે માહિતી મેળવીએ.

આ પૂજાનુ છે વિશેષ મહત્વ :

image source

હિન્દુ માન્યતા મુજબ, બૃહસ્પતિ માત્ર એક ગ્રહ જ નથી પરંતુ, જીવનના વિવિધ પાસાઓને અસર કરતા દેવ છે. જો વિધિવત બૃહસ્પતિ દેવતાની ઉપાસના કરવામા આવે તો તમને આવનાર સમયમા ઇચ્છિત જીવનસાથી મળી શકે છે. આ સિવાય તમારા વૈવાહિક સંબંધો પણ સફળ થાય છે અને તમને તમારી કારકિર્દીમા પણ વિશેષ સફળતા મળે છે. માતા-પિતા સાથે સારા સંબંધો માટે પણ આ દિવસે પૂજા કરવામા આવે છે.

પૂજન વિધી :

image source

ગુરુવારના રોજ જો તમે પ્રભુ નારાયણની વિશેષ પૂજા કરો તો તમારા પરિવારમા સુખ અને સમૃદ્ધિ આવે છે અને તમારી કારકિર્દીમા તમને વિશેષ સફળતા પણ મળે છે. આ સિવાય પૂજામા દૂધ, દહીં અને ઘીથી બનેલી પીળી વાનગીઓ પ્રભુને અર્પણ કરી તેમની પૂજા-અર્ચના કરો. આ દિવસે પ્રભુ નારાયણની વિશેષ પૂજા કરવા માટે વ્રત રાખો અને ફક્ત મીઠાઇનુ સેવન કરો. ગુરુવારના રોજ આ પૂજા કરતી વખતે તમારે અમુક બાબતોનુ વિશેષ ધ્યાન રાખવુ.

પૂજામા રાખો આ વસ્તુઓનુ ધ્યાન :

image source

ગુરુવારના રોજ વહેલી સવારે સ્નાન કરી ત્યારબાદ શુદ્ધ વસ્ત્રો પહેરો. સંપૂર્ણ રીતે શુદ્ધ થયા પછી પ્રભુ વિષ્ણુની પ્રતિમા અથવા ચિત્રને પૂજાસ્થળે સ્થાપિત કરો અને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. આ સિવાય પૂજામા ચંદન, ધૂપ, દીવા, પીળા ફૂલો વગેરે અર્પણ કરીને ખુશ થાવ. આ સિવાય પ્રભુ વિષ્ણુને ગોળ અને દાળ અર્પણ કરો. પૂજાના અંતે દીવડો પ્રગટાવો. આ સિવાય પ્રભુ નારાયણની આરતી પણ કરો.

image source

ગુરુવારના રોજ શક્ય બને તો પીળી વસ્તુઓનું દાન કરો. તે દાનના કાર્યમા સો ગણી ગુણવત્તા આપે છે. આ સિવાય તમારા બૃહસ્પતિ ગ્રહને શક્તિશાળી બનાવવા માટે પૂજા દરમિયાન બૃહસ્પતિજીની કથાનુ વાંચન કરો અને તે અન્ય લોકોને પણ સંભળાવો. આ સિવાય શિવલિંગ પર પીળી કનેર ચડાવી શિવની પૂજા કરવી જેથી, તમારા ગુરુદોષનો પણ અંત આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ