મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ લિવિંગ રુમ એટલે બેઠકરૂમ એ ઘરનો એક ખુબ જ અગત્યનો હિસ્સો છે. તમારા ઘરનો આ લિવિંગ રૂમ જોઇને જ કોઈપણ વ્યક્તિ તમારા વૈભવનો અંદાજ લગાવી શકે છે. વિશેષ તો લોકો પોતાના લિવિંગરૂમની સજાવટ પર જ ધ્યાન આપતા હોય છે. તેમછતા અજાણતા જ ઘણીવાર અમુક પ્રકારની ભૂલો થઇ જતી હોય છે અને તેની સીધી જ અસર આપણા જીવન પર પડતી હોય છે.

આપણે આપણા લિવિંગરૂમની સજાવટ વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર જ કરવી જોઇએ. જો તમે શાસ્ત્રોના આ નિયમો મુજબ તમારુ ઘર બનાવો છો અને તેમા રહેલી વસ્તુઓ પણ આ શાસ્ત્રના નિયમો મુજબ ગોઠવો છો તો તમારા જીવનમા ક્યારેય પણ કોઈપણ પ્રકારની સમસ્યાઓ સર્જાતી નથી.

વાસ્તુશાસ્ત્ર મુજબ તમારુ મકાન જો પૂર્વ કે ઉત્તરમુખી દિશામા છે તો બેઠકરૂમ એટલે કે લિવિંગરૂમને તમે પૂર્વોત્તર દિશા એટલે કે ઇશાન કોણમા રાખી શકો છો. આ સિવાય જો તમારુ મકાન પશ્ચિમમુખી દિશામા છે તો તમે તમારા લિવિંગરૂમને વાયવ્ય કોણમા રાખી શકો છો.

આ સિવાય જો તમારા લિવિંગરૂમના પૂર્વ કે ઉત્તર દિશામા બારીઓ રાખવામા આવેલી હોય તો તે અત્યંત શુભ માનવામા આવે છે. આ રૂમની દિવાલોનો રંગ મુખ્યત્વે સફેદ, પીળો, આસમાની કે આછો લીલો હોવો જોઇએ. ક્યારેય પણ લાલ કે ઘાટો વાદળી કે તેજ રંગોથી તમારા ઘરની દિવાલોને ના રંગવી જોઇએ. આ સાથે જ અહીના બારી અને દરવાજા પર રહેલા પરદાનો રંગ પણ મેચિંગ જ રાખવો જોઇએ.

આ સિવાય લિવિંગ રૂમમા હંસનો ફોટો લગાવવો પણ અત્યંત શુભ માનવામા આવે છે. વાસ્તુ મુજબ આ ફોટો ઘરમા લગાવવાથી તમારા ઘરનુ વાતાવરણ એકદમ શાંત રહે છે અને તમારા ઘરમા થઇ રહેલા વૈચારિક મતભેદનો પણ અંત આવે છે. આ સિવાય લીવીંગ રૂમમા સંયુક્ત પરિવારની ફોટો લગાવવી પણ અત્યંત શુભ માનવામા આવે છે.

લિવિંગ રુમ હમેંશા ઉત્તર-પૂર્વ તથા ઉત્તર-પશ્ચિમ દિશામા બનાવવો જોઇએ. આ સિવાય બીમ નીચે સોફો કે ખુરશીઓ ક્યારેય પણ ના રાખવા જોઇએ. અહી બેસનાર લોકોને હંમેશા તણાવ રહે છે. આ સિવાય ટીવી, મ્યૂઝીક સિસ્ટમ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ આપણે દક્ષિણ દિશામા રાખવા જોઇએ.

આ સિવાય જો સિલિંગ વચ્ચે ઝૂમર છે તો તેને એવી રીતે લગાવો કે, જેથી તેની વચ્ચે કોઈ ખાલી જગ્યા ના રહે. આ ઉપરાંત લિવિંગરૂમમા તાજા પુષ્પ તમારી પાસે રાખો. તેનાથી તમારા ઘરમા આવનાર લોકો વચ્ચે ખુબ જ સારા સબંધ પાંગરે છે. આ સિવાય ઘરના મુખ્ય દ્વાર પર ઓમ કે સ્વસ્તિક જરૂર લગાવવુ તે ખુબ જ લાભદાયક સાબિત થઇ શકે છે. એકવાર આ ઉપાય અજમાવો અને ઘરમાંથી તમામ વાસ્તુદોષની સમસ્યામાંથી મુક્તિ મેળવો.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,