તમારા કાનના છિદ્રો મોટા થઇ ગયા હોય તો ના લેશો જરા પણ ટેન્શન, અપનાવો આ ઉપાયો અને ટાંકા લેવડાવ્યા વગર જ કરી દો પહેલાના જેવા જ…

મિત્રો, પ્રવર્તમાન સમય એ આધુનિક ફેશનનો યુગ છે. એ વાતમા કોઈ જ શંકા નથી કે, લોકો પોતાની જાતને સુંદર અને આકર્ષક દેખાડવા માટે પોતાની સાથે અનેકવિધ પ્રયોગો કરે છે. આજની યુવતીઓ પોતાની જાતને આકર્ષક બનાવવા માટે અનેકવિધ પ્રકારના ઝવેરાત પણ પહેરે છે.

image source

આજના સમયમા દરેક યુવતીઓ પોતાની ફેશન મુજબ મોટી અથવા નાની ઇયરિંગ્સ પહેરવાનુ પસંદ કરે છે, જેના માટે તે પોતાના કાનને પણ વીંધે છે. આ સમયે તમને એ પણ જણાવી દઉ કે, ઘણીવાર એવુ પણ બને છે કે, લાંબા વાળની રિંગ્સ પહેરવાને કારણે કાનના છિદ્ર ખુબ જ મોટા થઈ જાય છે.

image source

જો તમારા કાનના વિંધા વધારે પડતા મોટા બની જાય છે તો તમારે ગભરાવવાની જરાપણ જરૂર નથી કારણકે, આજે અમે તમને એક એવી રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેના દ્વારા તમે આ સમસ્યાથી એકદમ સરળતાથી મુક્તિ મેળવી શકો. આ રીતથી તમને કોઈપણ પ્રકારનુ નુકશાન પહોંચશે નહિ.

image source

હાલ, તો યુગ એવો આવી ચુક્યો છે કે, ખાલી છોકરીઓ જ નઈ પરંતુ, છોકરાઓ પણ કાનમા અમુક વસ્તુઓ પહેરે છે. આ યુગ એટલો બદલાઇ ચુક્યો છે કે, છોકરાઓએ ફેશનની દ્રષ્ટિએ છોકરીઓને એકદમ પાછળ છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે, જ્યારે છોકરીઓ કાનમા મોટા-મોટા ઇયરિંગ્સ પહેરે છે ત્યારે તે ખુબ જ સુંદર લાગે છે પરંતુ, ઘણીવાર આ મોટી એરિંગ્સ તમારા કાનના છિદ્રોને વધારે પડતા મોટા બનાવી દે છે અને તેના કારણે તમારા કાનને ખૂબ જ વધારે પડતુ નુકસાન પહોંચે છે.

image source

ફક્ત આટલુ જ નહી તે પછી જ્યારે પણ ઇયરિંગ્સ પહેરવામા આવે છે ત્યારે થોડી મુશ્કેલી પડે છે અને આ જ કારણ છે કે, જો કાનના છિદ્ર મોટા થયા પછી તેને ઘટાડવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણકે, તે ખૂબ જ ખરાબ લાગે છે. આજે આ લેખમા અમે તમને તમારી આ સમસ્યાનુ નિવારણ જણાવીશું.

image source

આ સમસ્યાથી જો તમે મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો તમારા કાનની નીચે ડોક્ટરની ટેપ લગાવો. આ ટેપને કાનની નીચે એવી રીતે લાગુ કરવી પડશે કે તે બહાર ના આવે. ત્યારબાદ આ કાનના છિદ્રને ખુબ જ સારી રીતે દાંતની પેસ્ટથી ભરો પરંતુ, આ પહેલા કાનને બહારની તરફથી ખુબ જ સારી રીતે સાફ કરો.

image source

તમારે આખી રાત દાંતની પેસ્ટ રાખવી પડશે અને ત્યારબાદ સવાર પછી તેને સાફ કરો. આ સિવાય એ વાત ધ્યાનમા રાખો કે, કાન પર દાંતની આ પેસ્ટ લગાવવાથી કાનની ત્વચા એકદમ રફ બની જાય છે, તેથી તમે જ્યા પણ દાંતની પેસ્ટ લગાવી છે ત્યાં કાનમા લોશન લગાવવાનુ પણ ભૂલશો નહી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ