હનુમાનજીને સ્વામીનારાયણ સ્વામીએ ભગવાન નહીં પણ આવું કહેતા વિવાદ થયો, ભુજ મંદિર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો

હનુમાન એક એવો ભગવાન છે કે જેને લઈને આ અગાઉ પણ કેટલીય વાર વિવાદો સામે આવી ચૂક્યા છે. ત્યારે હાલમાં ફરી એકવાર ધાર્મિક વિવાદ સામે આવ્યો છે અને જેમાં હનુમાનજી ચર્ચાઈ રહ્યા છે. તો આવો વિગતે જાણીએ કે શું છે આ વિવાદ. આમ પણ હિંદુ દેવ-દેવીઓ વિશે વિવાદાસ્પદ નિવેદનો કરવાની વધુ એક ઘટના નોંધાઈ છે અને આશ્ચર્યજનક રીતે આ નિવેદન સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ જ આપ્યું છે.

જો વિગતે વાત કરીએ તો હાલમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે તેમાં તેમણે હનુમાન ભગવાન પર વિવાદાસ્પદ કોમેન્ટ કરી છે અને ચર્ચા કરવામાં આવી છે. એક ખાનગી ભક્તિ ચેનલના કથા કાર્યક્રમમાં સ્વામી અક્ષરમુનિજીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જો આ નિવેદન વિશે વાત કરીએ તો તેણે કહ્યું કે હનુમાનથી ભગવાન નથી પણ એક સંત છે. સ્વામી અક્ષરમુનિએ દાવો કર્યો કે, હનુમાનજી ભગવાન નથી પણ એક સંત છે અને તે ભગવાનને ભજી ભજીને તે પૂજનીય બન્યા છે એવું પણ કહ્યું છે.

આ સાથે જ જો વાત કરવામાં આવે તો સ્વામી અક્ષરમુનિજીના આ વિવાદાસ્પદ નિવેદનના કારણે હનુમાનજીને પૂજનારા તેમજ હિન્દૂ ભક્તોમાં હાલમાં ભારે રોષની લાગણી ભભૂકી છે અને રોષ ફાટી નીકળ્યો છે. જનતાએ પોતાની રીતે નિવેદન પણ આપ્યા છે. એ વિશે વાત કરીએ તો એક વ્યક્તિએ ઓનલાઈન પૂછેલા સવાલનો જવાબ આપતાં સ્વામી અક્ષરમુનિજી કહે છે કે, તેઓ મહાન બ્રહ્મચર્ચ વ્રતને ધારણ કરનારા છે એટલે સંત છે અને આમેય ભગવનના ભક્ત છે. તેઓ ભગવાન નથી પણ ભગવાનનને ભજી ભજીને એટલો રાજીપો મેળવ્યો કે ભગવાન રામે તેમને પોતાની સમાન પૂજનીય બનાવી દીધા.

આગળ વાત કરતાં એવું કહેવામાં આવ્યું કે એવા તો બને નારદજી છે, શુકજી છે, સનકાદિકો છે આ બધાય હનુમાનજી મહારાજની જેમ જ પૂજનીય છે અને પૂજાય છે પણ તેઓ ભગવાન નથી એવી પણ વાત કરી. તેઓ ભગવાનના ઉત્તમ પ્રકારના ભક્તો છે. એટલે એ સંત છે, તેમને સંત કહી શકીએ. બ્રહ્મચારી કહી શકીએ. ભગવાનના ઉત્તમ ભક્ત કહી શકીએ પણ હનુમાનજી મહારાજ છે ઈ ભગવાન ન કહી શકાય આવું સ્પષ્ટપણે સ્વામીજીએ કહ્યું હતું.

સ્વામી અક્ષરમુનિજીએ કહ્યું હતું કે, હનુમાનજી ભગવાન નથી તે એક સંત છે. ભગવાનને ભજી ભજીને તે પૂજનીય બન્યા છે. સ્વામી અક્ષરમુનિજીના આ નિવેદથી હનુમાન ભક્તો અને રામ ભક્તો અને હિન્દૂ ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે.

રોષને લઇ ભુજ સ્વામિનારાયણ મંદિર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પહેલાં હનુમાનજીના વાઘાને લઈને વિવાદ ઉભો થયો હતો. ગુજરાતમાં સારંગપુર ખાતે હનુમાનજીને શાંતાક્લોઝના વાઘા પહેરાવી દેવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ