બાબા રામદેવની કોરોનિલ દવાથી થયેલ આવક સાંભળીને ચશ્મા વગર જ થઈ જશે બાબુરાવની આંખો ગોળ.

શીંડલર્સ લિસ્ટ. સ્ટીવન સ્પિલબર્ગની ફિલ્મ છે. બીજા વિશ્વ યુદ્ધમાં જયારે સમાજ જ નહી અર્થવ્યવસ્થા પણ પડી ભાંગી હતી ત્યારે શીંડલર નામનો એક વેપારી એન ત્યાં વેપાર કરવા પહોચી જાય છે, જે જગ્યાએ યુદ્ધ અને ત્રાસદીનું કેન્દ્ર હતું. એટલે કે જર્મની. અને પછી કમાઈ લે છે ઘણા બધા પૈસા.

image source

આવી જ કઈક ‘આપત્તિમાં અવસર’ વાળી વાર્તા કોરોના વાયરસ સંક્રમણ, પતંજલિ અને બાબા રામદેવની છે. અન્ય બાબતો આપ જાતે જ જોઈ શકો છો. બસ આ પ્રોડક્ટનું નામ આપને જણાવી દઈએ છે કે, કોરોનિલ. તા. ૨૩ જુન, ૨૦૨૦ ના રોજ લોન્ચ કરવામાં આવી હતી.

image source

હવે પંતજલિની દવા કોરોનિલને લોન્ચ થયાના ૪ મહિના પછી કોરોનિલ દવાએ ફરીથી ચર્ચાઓમાં જગ્યા પ્રાપ્ત કરી લીધી છે. ખબર એવી છે કે, લોન્ચને લઈને તા. ૧૮ ઓક્ટોબર, ૨૦૨૦ સુધી પતંજલિ કોરોનિલ કીટના ૨૫ લાખ કીટ વેચાઈ ગઈ છે. આમ આ પતંજલિ કોરોનિલ કીટના કુલ ૨૪૧ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે જો કે, આ વાત અમે નથી કહી રહ્યા. પતંજલિ કંપનીના ઓફીશીયલ ડેટા આ વિષે કહી રહ્યા છે અને વેચાણના આ ડેટા પતંજલિ કોરોનિલ કીટની ડીસ્પેન્સરી, તેમના સ્ટોર્સ, ડાયરેક્ટ માર્કેટિંગ અને ઓનલાઈન માધ્યમોથી થયેલ વેચાણને જોડવામાં આવ્યા છે.

image source

થોડાક દિવસો પહેલા જ પીએમ નરેન્દ્ર મોદીએ ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલ ‘વિવાદથી વિશ્વાસ સુધી’ નામની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાબા રામદેવની પતંજલિ કોરોનિલ કીટનો પણ કઈક આવો જ હિસાબ હતો. પરંતુ રીવર્સ ઓર્ડરમાં. વિશ્વાસથી વિવાદ સુધી. લોન્ચના સમયે તેનો ઘણો બજ બન્યા હતા. પતંજલિએ આની બ્રાન્ડિંગ કોવિડ- 19ની દવાઓના રૂપમાં કરવામાં આવી.

image source

ઘણા ધૂમધામની સાથે પતંજલિની કોરોનિલ કીટને લોન્ચ કરવામાં આવી છે. પરંતુ કેટલાક એક્સપર્ટસ દ્વારા પતંજલિની કોરોનિલ કીટ પર પોતાની આપત્તિ દર્શાવી હતી, જેમાં ભારતનું આયુષ મંત્રાલય પણ સામેલ છે. ત્યાર બાદ પતંજલિ કોરોનિલ કીટના વેચાણ પર પણ રોક લગાવી દેવામાં આવી હતી. પરંતુ પછીથી પતંજલિ કંપનીએ યુટર્ન લેતા કહ્યું છે કે, પતંજલિ કોરોનિલ કીટ તો ઈમ્યુનીટી બુસ્ટર છે.

image source

ત્યાર બાદ ફરીથી પતંજલિ કોરોનિલ કીટને માર્કેટમાં વેચાણ કરવા માટે મંજુરી મળી જાય છે, આ વિષે જણાવતા કે તેને ઈમ્યુનીટી બુસ્ટર તરીકે જ માર્કેટમાં વેચી શકશે. પતંજલિ કોરોના કીટનું ફરીથી વેચાણ શરુ થઈ જવાના લીધે પતંજલિ કંપનીને આર્થિક રીતે ઘણું ફાયદાકારક સાબિત થયું છે.

Source: thelallantop

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ