769 રૂપિયાનો ગેસ સિલિન્ડર માત્ર 69 રૂપિયામાં લેવો હોય તો હાલ જ કરી લો આ કામ, જાણો આ ખાસ ઓફરનો લાભ ઉઠાવવા શું કરશો

LPG Gas Cylinder: 769 રૂપિયાનો ગેસ સિલિન્ડર હવે તમે આ 8 સ્ટેપ્સને ફોલો કરીને માત્ર 69 રૂપિયામાં ખરીદી શકો છો!

કેન્દ્ર સરકારે આમ આદમીને વધુ એક ઝટકો આપ્યો છે. સરકારી ઑઇલ કંપનીઓએ ચોથી ફેબ્રુઆરીના રોજ ગેસ સિલિન્ડર (LPG gas)ના ભાવમાં વધારો કર્યો છે. આજથી તમારે ઘરેલૂ ગેસ માટે વધારે ખર્ચ કરવો પડશે. હવે તમે આ મોંઘા એલપીજી સિલિન્ડરને માત્ર 69 રૂપિયામાં ખરીદી શકો છો. ચાલો જાણીએ આ ઓફરનો લાભ કઈ રીતે લઈ શકાશે. રાંધણ ગેસ સિલિન્ડર શહેરથી લઇને ગામડા સુધી દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

image source

હાલમાં જ સરકારે એલપીજીના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. જે બાદ સબસિડી વિનાના 14.2 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવ વધીને 769 રૂપિયા થઈ ગયા છે. આ મહિને એલપીજી સિલિન્ડરની કિંમતમાં આ બીજીવાર વધારો કરવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડરના ભાવ પહેલા 25 રૂપિયા અને પછી 50 રૂપિયા આ રીતે કુલ 75 રૂપિયા વધારવામાં આવ્યા છે. પરંતુ હવે તમે આ મોંઘા એલપીજી સિલિન્ડરને માત્ર 69 રૂપિયામાં ખરીદી શકો છો. ચાલો જાણીએ આ ઓફરનો લાભ કઈ રીતે લઈ શકાશે.

image source

તમે Paytmથી તમારો એલપીજી સિલિન્ડર બુક કરાવીને 700 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો. દેશના મોટાભાગની જગ્યાઓમાં એલપીજીસિલિન્ડરની કિંમત સબ્સિડી બાદ 700થી 769 રૂપિયાની વચ્ચે છે. એવામાં Paytmના ખાસ કેશબેકનો ફાયદો ઉઠાવીને તમે તેને માત્ર 69 રૂપિયામાં એલપીજી ખરીદી શકો છો.

image source

કૉમર્શિયલ ગેસનો ભાવ

ઉલ્લેખનીય છે કે દર મહિને પહેલી તારીખે એલપીજી સિલિન્ડરનો ભાવ બદલાય છે. આ વખતે પહેલી ફેબ્રુઆરીના રોજ કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 190 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, ઘરેલૂ ગેસની કિંમતમાં ફેરફાર કરાયો ન હતો. આજે આ કિંમતમાં છ રૂપિયાનો ઘટાડો કરાયો હતો.

image source

આ રીતે ઉઠાવો આ ઓફરનો લાભ

  • • સૌથી પહેલાં તમારા ફોનમા Paytm App ન હોય તો ડાઉનલોડ કરો.
  • • હવે તમારા ફોનમાં Paytm એપ ખોલો.
  • • એ બાદ recharge and pay bills પર જાઓ.
  • • હવે book a cylinder (બુક અ સિલિન્ડર) ઓપ્શન ખોલો.
  • • ભારત ગેસ, એચપી ગેસ અથવા ઈન્ડેનમાંથી તમારો ગેસ પ્રોવાઇડર સિલેક્ટ કરો.
  • • રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા તમારું LPG ID રજીસ્ટર કરો.
  • • એ બાદ તમને પેમેન્ટ ઓપ્શન જોવા મળશે.
  • • હવે પેમેન્ટ કરતા પહેલાં ઓફર પર FIRSTLPG પ્રોમો કોડ નાંખો.
image source

28 ફેબ્રુઆરી 2021 સુધી માન્ય છે આ ઓફર

700 રૂપિયા સુધીનું આ કેશબેક પેટીએમ એપથી પહેલીવાર LPG સિલિન્ડર બુક કરનાર ગ્રાહક જ મેળવી શકે છે. ગ્રાહક Paytm LPG Cylinder Booking Cashback Offerનો લાભ 28 ફેબ્રુઆરી 2021 સુધી લઇ શકે છે. આ ઓફર માટે પેટીએમે અનેક ગેસ કંપનીઓ સાથે કરાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં LPGની પહોંચ 99.5 ટકા વિસ્તાર સુધી થઈ ગઈ છે. દેશમાં LPGના આશરે 28.9 કરોડ ગ્રાહક છે.

image source

જોકે, જાન્યુઆરી મહિનામાં LPGની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. જોકે, ડિસેમ્બરમાં બે વખત ભાવ વધારો કરવામાં આવ્યા બાદ દિલ્હીમાં એલપીજીની કિંમતમાં 100 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!