મહિલા પંડિતે સંપન્ન કરાવ્યા દિયા મિર્જાના લગ્ન, જોઈ લો તસવીરોમાં કેવી રીતે કરી રહ્યા છે મંત્ર ઉચ્ચારણ

મહિલા પંડિતે સંપન્ન કરાવ્યા દિયા મિર્જાના લગ્ન, જોઈ લો કેવી રીતે કરી રહી છે મંત્ર ઉચ્ચારણ.

બૉલીવુડ અભિનેત્રી દિયા મિર્જાએ 15 ફેબ્રુઆરીએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કરી લીધા હતા. એવામાં સોશિયલ મીડિયા પર દિયા મિર્જાના લગ્નના ફોટા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. અભિનેત્રીએ અમુક ફોટા પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યા છે. એમના લગ્ન સમારોહમાં એક ખાસ વાત એ રહી હતી કે લગ્નની વિધીને પૂર્ણ કરાવવા માટે કોઈ પુરુષ નહિ પણ એક સ્ત્રી પંડિત હતી.

image source

ફેન્સે જલ્દી જ આ વાતને નોટિસ કરી લીધી અને એ પછી કમેન્ટ બોક્સમાં ઢગલાબંધ કમેન્ટ આવવા લાગી. એક યુઝરે લખ્યું કે ” પંડિતાની…આ તો ખરેખર સાચા અર્થમાં ફેમીનીઝમને જીવી રહી છે” તો અન્ય એક યુઝરે લખ્યું કે “મહિલા પંડિતજી તો પહેલી વાર જોઈ”

image source

દિયા મિર્જાએ આ ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા હતા. પોતાના લગ્નના ફોટા શેર કર્યા અને સાથે જ દિયા મિર્જાએ લખ્યું કે “પ્રેમ એક સંપૂર્ણ ચક્ર છે, જેને આપણે ઘર કહીએ છીએ. એના અવાજને સાંભળવો, એમના માટે દરવાજો ખોલવો અને એમની સાથે મુલાકાત કરવી પણ કેટલું જાદુઈ છે”

image source

દિયા મિર્જાએ આગળ લખ્યું છે કે સંપૂર્ણ થઈ જવાની આ પળને હું તમારી સાથે શેર કરી રહી છું..મારો પરિવાર વધી ગયો છે. ભગવાન કરે કે દરેક ટુકડાને એનો પૂરક ટુકડો મળી જાય. બધાના અધૂરા દિલ પુરા થઈ જાય અને ઇશ્કનો જાદુ આપણી આસપાસ ફરતો રહે. આ ફોટામાં દિયા મિર્જા અને વૈભવ રેખી સાત ફેરા ફર્યા પછી બધાનો આશીર્વાદ લઈ રહ્યા છે. એ દરમિયાન આ નવપરણિત દંપતી ઉપર ફૂલ અને ચોખા વરસાવવામાં આવી રહ્યા છે. કદાચ આ જ કારણના લીધે વૈભર રેખાએ આંખો મીંચી દીધી હોય એવું લાગી રહ્યું છે જ્યારે દિયા મિર્જા નીચે જોઈને હસી રહો છે.

image source

આ ફોટામાં બોલિવુડ અભિનેત્રી દિયા મિર્જા અને વૈભવ રેખી ફેરા ફરી રહ્યા છે. આગળ આગળ વૈભવ રેખી તો પાછળ પાછળ દિયા મિર્જા ચાલી રહી છે. વૈભવે પોતાના હાથથી દિયા મિર્જાનો હાથ પકડીને બંને ફેરા લેતા દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે દિયા મિર્જાએ પોતાના મહેંદી લગાવેલા હાથનો ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા હતા. એ સિવાય પણ એમના લગ્ન સમારોહના ફોટા એમના ફેન્સને જોવા મળી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે દિયા મિર્જાએ 19 વર્ષની ઉંમરમાં ફિલ્મ રહેના હે તેરે દિલ મેથી બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. એ પછી એ ઘણી ફિલ્મોમાં દેખાઈ. દિયા મિર્જા પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. એ દરમિયાન એમને પોતાના બિઝનેસ પાર્ટનર સાહિલ સાંઘા સાથે પ્રેમ થયો અને વર્ષ 2014માં બંનેએ લગ્ન કરી લીધા. આ લગ્ન ફક્ત પાંચ વર્ષ જ ટક્યા અને વર્ષ 2019માં બંને અલગ થઈ ગયા. દિયા મિર્જા હવે વેબ સિરીઝમાં પણ એન્ટ્રી લઈ ચુકી છે. થોડા દિવસ પહેલા એ કાફિરમાં દેખાઈ હતી. એમની એક્ટિંગને ઘણી જ પસંદ કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ