ગર્ભવતી મહિલાઓને ઘુવડ દેખાવાનો આ થાય છે અર્થ..

ગર્ભવતી મહિલાઓને ઘુવડ દેખાવાનો આ થાય છે અર્થ

પશુ-પક્ષીઓમાં છઠી ઈન્દ્રિય હોવાની વાત અવારનવાર સાંભળવા મળે છે. એટલે શુકન અપશુકનની વાતો ઘણા પુસ્તકોમાં મળે છે અને લોક માન્યતાઓમાં પણ તેની ચર્ચા બની રહે છે. શુકન શાસ્ત્ર અનુસાર, ઘુવડ એક એવો જીવ છે, જેને સારા કે ખરાબ થવાનો પૂર્વાભાસ થઈ જાય છે. માનવામાં આવે છે જે જે વ્યકિતથી જોડાયેલી જે ઘટના થવાની હોઈ છે, તેને ઘુવડ તેવી જ ક્રિયા કરતુ દેખાય છે. જેમ કે, જો તમે કોઈ યાત્રા પર જઈ રહ્યો છો અને રસ્તામાં ઘુવડ દેખાય જાય તો આ ધન પ્રાપ્તિનો સંકેત હોઇ છે. ઘુવડથી જોડાયેલા ક્યા આવા સંકેત છે, જેના વિશે શુકન શાસ્ત્ર અને સામાજીક જીવનમાં જાણવા મળે છે આવો જાણીએ….

આ તરફ ઘુવડ દેખાવુ શુભ

શુકન શાસ્ત્રને અનુસાર, જો તમે કોઈ કામ માટે જઈ રહ્યા છો અને તમને તમારી ડાબી તરફ ઘુવડ દેખાય જાય તો તેનો અર્થ શુભ થાય છે. તમે જે કામ માટે જઈ રહ્યા છો, તે પૂર્ણ થઈ જશે. ઘુવડને કાર્યસફળ થવાનુ સૂચક માનવામાં આવે છે.

હમેંશા રહો તૈયાર

જો ઘરમાં ઘુવડનો અવાજ સંભળાય તો તે તમારા માટે શુભ સંકેત નથી. શુકન શાસ્ત્રમાં ઘરમાં ઘુવડનો અવાજ સંભળાવો દુખદાયક માનવામાં આવ્યો છે. ઘરમાં કોઈ મોટી વિપદા આવવાની છે કે પછી આવી ગઈ છે તો તેના માટે હમેંશા તૈયાર રહો.

તો કામ થઈ જશે નિષ્ફળ

જો તમે કોઈ શુભ કાર્ય કરીને ઘર પરત ફરી રહ્યા છો અને રસ્તામાં ઘુવડ તમને જમણી તરફ દેખાય જાય તો આ તમારા માટે શુભ નથી. તેનો અર્થ થાય છે કે તમે જે કામ કરીને આવી રહ્યા છો, તેના પૂરા થવામાં કાંઈક સમસ્યા આવી શકે છે. કે પછી તે કાર્ય જ પૂરુ નહિ થાય.

જો કોઈ ગર્ભવતી મહિલાને ઘુવડનો અવાજ સંભળાય જાય તો આ તેના માટે શુભ માનવામાં આવે છે. ઘુવડનો અવાજ સંભળાવો અને ઘુવડ દેખાવુ તેજસ્વી અને સુયોગ્ય સંતાન પ્રાપ્તિનું સૂચક માનવામાં આવ્યુ છે.

થાય છે ત્યારે ખૂબ આર્થિક લાભ

કહેવાય છે કે દક્ષિણ પશ્ચિમ ખૂણાથી આવનાર ઘુવડનો અવાજ આર્થિક સંકટનો સૂચક છે. પૂર્વ દિશામાં બેઠેલા ઘુવડનો અવાક સાંભળવા કે દર્શનને આર્થિક લાભનું સૂચક માનવામાં આવ્યુ છે. દક્ષિણ દિશાથી ઘુવડનો અવાજ સંભળાવો શત્રુઓ પર વિજયનો સંકેત માનવામાં આવે છે.

આનંદથી વિતે છે જીવન

સવારે ઘુવડનો અવાજ સાંભળવો સૌભાગ્ય કારક અને લાભદાયક માનવામાં આવ્યો છે, આવુ માન્યતાઓ કહે છે. સંયોગવશ ઘુવડ જો કોઈ ગંભીર રુપથી બિમાર વ્યકિતને સ્પર્શ કરી લો તો તેના સ્વાસ્થયમાં સુધાર થવા લાગે છે.

ઘુવડ કેટલુ શુભ કેટલુ અશુભ?

ઘુવડને લઈને આપણા લોકજીવનમાં ઘણા પ્રકારની અજીબ ધારણાઓ, માન્યતાઓ અને અંધવિશ્વાસ પ્રચલિત છે. ઘુવડને લગભગ પ્રત્યેક ભારતીય પરિવારથી શુભ-અશુભના દાયરામાં સમેટીને રાખવામાં આવ્યુ છે. અમુક લોકો ઘુવડને શુભ માને છે તો અમુક અશુભ. ‘ઘુવડ (ઉલ્લુ)’ ની ઉપમા આપણા સમાજમાં અવારનવાર મૂર્ખ લોકોને જ આપવામાં આવે છે પરંતુ પ્રાચિન યૂનાની કથાઓમાં તેને એક બુધ્ધિમાન પ્રાણી જણાવવામાં આવ્યુ છે.

ઘુવડ વિશે આ તથ્ય સર્વવિદિત છે કે આ માત્ર રાતમાં જ જોઇ શકે છે એટલે દિવસે સુવે છે અને રાત્રે શિકાર માટે નિકળે છે. આ જ કારણ છે કે તેને એક નિશાચર પક્ષી માનવામાં આવ્યુ છે પરંતુ ઘુવડની વિભિન્ન પ્રજાતિઓ પર લાંબુ શોધકાર્ય કરી ચૂકેલા રુસના શોધકર્તા ડા.રૉરુયર્સન વિક્ટરનુ કહેવુ છે કે ઘુવડ એક મક્કાર પ્રકારનુ પક્ષી છે જે દિવસના અંજવાળામાં પણ સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ આળસુ પ્રવૃતિના હોવાને કારણે આ દિવસમાં સુવાનું નાટક કરે છે પરંતુ જ્યારે તેને ભૂખ સતાવે છે તો આ દિવસમાં પણ ખૂબ સરળતાથી શિકાર કરી લે છે.

કહેવામાં આવે છે કે ઘુવડને કોઈપણ સંકટનું પૂર્વાનુમાન થઈ જાય છે અને આ જ કારણ છે કે ભારતીય સમાજમાં તેને ‘અપશુકન’નું પ્રતિક પણ માનવામાં આવે છે. તંત્ર શાસ્ત્રમાં તો ઘુવડની વિશિષ્ટ ભૂમિકા જોવા મળતી રહી છે. એટલે તાંત્રિક તંત્ર શક્તિઓ માટે પ્રાય: ઘુવડનો ઉપયોગ કરતા રહ્યા છે. પ્રાચિન કાળમાં મોસમનો હાલ જાણવા માટે પણ ઘુવડનો ઉપયોગ કરવામાં આવતો હતો.

એવી માન્યતા રહી છે કે ઘુવડની પાંખ જો સુસ્ત દેખાય તો તેનો અર્થ છે કે આવનાર થોડા દિવસોમાં તાપમાન વધવાની સંભાવના છે પરંતુ જો તેની પાંખો પર નમી દેખાય તો આ વરસાદ આવવાનિ સંકેત છે. જો ઘુવડની પાંખો બિલકુલ કડક દેખાય તો તેનો અર્થ છે કે જોરદાર ઠંડી પડવાની છે. ઘુવડ ગાઢ અંધારામાં પણ માણસની અાંખની તુલનામાં ૧૦૦ ગણુ વધુ સહજતાથી જોઈ શકે છે.

ઘુવડની અમુક પ્રજાતિઓ પોતાના માથાને પૂરુ ૩૬૦ ડિગ્રી સુધી ફેરવવામાં સક્ષમ હોઈ છે. ઘુવડ ઉડતા સમયે કોઈ ગર્ભવતી મહિલાને અડકતા પસાર થાય તો તેને મહિલાને પુત્રી થવાનો સંકેત માનવામાં આવે છે. જો ઘુવડ ઉડતા સમયે કોઈ ગંભીર રોગીને અડીને પસાર થાય તો તેનો અર્થ છે કે તે રોગી ખૂબ જલ્દી સાજા થઈ જશે.

જો રાત્રે ઘુવડના દર્શન થઈ જાય તો તેનો અર્થ છે કે ધનનું નુક્સાન થવાનુ છે પરંતુ પ્રાત:કાળ ઘુવડનો અવાજ સાંભળવો મંગળકારી માનવામાં આવે છે. જો કોઈના આંગણામાં ઘુવડ મરેલુ મળે તો આ તે ઘરમાં પારિવારિક કલેશનુ સૂચક છે અને જો કોઈ વિશેષ સ્થાન પર ઘુવડ નિયમિત રુપથી આવવા લાગે તો તેને કોઈ ભયાનક અને દુખદાયક ઘટનાનું સૂચક માનવામાં આવે છે.

એવી માન્યતા છે કે પ્રાત:કાળ પૂર્વ દિશામાં વૃક્ષ પર બેઠેલા ઘુવડને જોવુ અથવા તેનો અવાજ સાંભળવાથી ધન પ્રાપ્તિ થાય છે. ઉત્તર દિશામાં બેઠેલા ઘુવડનો અવાજ સાંભળનાર વ્યકિતને કોઈ ગંભીર બિમારી થવાનુ જોખમ રહે છે. પ્રાત:કાળ દક્ષિણ દિશમાં ઘુવડ જોવુ કે તેનો અવાજ સાંભળવાથી તે વ્યકિતના શત્રુઓનો નાશ થાય છે. સવારના સમયે પશ્ચિમ દિશમાં બેઠેલા ઘુવડનો અવાજ સાંભળનાર વ્યકિતને ધનનું ભારે નુક્સાન થાય છે.

જો ઘુવડ રાત્રિના સમયે કોઈ મકાનની છત પર બેસીને બોલે છે તો કાં તો ઘરમાં કોઈ સદસ્યનું અવસાન થવાનું છે કે કોઈ પ્રિયજનના અવસાનના સમાચાર મળવાના છે.જો રાત્રિના સમયે ઘુવડ ખાટલા પર આવીને બેસી જાય તો તે પરિવારમાં શિઘ્ર જ કોઈના વિવાહ થવાના છે.

જો યાત્રા પર જતા સમયે ઘુવડ તમારા પાછળ-પાછળ ચાલી રહ્યુ છે તો યાત્રા શુભ અને સફળ થાય છે પરંતુ યાત્રા પર નિકળતા સમયે ઘુવડ જો જમણી તરફથી આવતુ દેખાય તો આ યાત્રા વિફળ થવાનુ સૂચક છે. જો કોઈ ગર્ભવતી મહિલા પ્રસવ માટે જતા સમયે ઘુવડને જોઈ લે તો તેને જોડકા બાળકોનો જન્મ થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ