શું તમે જાણો છો ? શિવલિંગ અને જ્યોતિર્લિંગ વચ્ચે મોટો ફરક છે અને માટે જ બન્નેની પુજાના ફળમાં પણ ફરક હોય છે

શ્રાવણ મહિનાને હવે શરૂ થવામાં ગણતરીના જ દીવસો બાકી છે અને ઉત્તરમાં તો શ્રાવણ મહિનો બેસી પણ ગયો અને શિવશંકરની આરાધના પણ ભક્તિભાવપૂર્ણ રીતે થવા લાગી છે. ત્યારે આજે અમે શિવભક્તો માટે લાવ્યા છે શિવલિંગને લગતી કેટલીક જાણવા જેવી બાબતો. ભોળાનાથ એવા ભગવાન છે જેને ખુબ જ સરળતાથી રિજવી શકાય છે કારણ કે તે સ્વભાવે ભોળા છે. ભક્તની થોડી એવી ભક્તિથી પણ તેઓ તેની ઇચ્છા પૂરી કરી દે છે.

 

View this post on Instagram

 

A post shared by जय श्री महाकालं (@baba_mahakaal_ka_gan) on

શ્રાવણ મહિનામાં શિવલિંગના દર્શનને ખુબ જ શુભ માનવામાં આવે છે. ભક્તો રોજ સવારે શિવલિંગ પર દૂધ ચડાવી, ફૂલ ચડાવી પુજા કરીને શિવશંકરની આરાધના કરે છે. પણ જો શિવલિંગની જગ્યાએ જ્યોતિર્લિંગના દર્શન કરવામાં આવે અને તેમની પુજા કરવામાં આવે તે તેનું ફળ જલદી મળે છે.

આજના લેખનો આ જ મુદ્દો છે કે શિવલિંગ અને જ્યોતિર્લિંગમાં ઘણો બધો તફાવત છે. શિવલિંગની પુજા કરવાથી માણસના પાપ ધોવાઈ જાય છે જ્યારે જ્યોતિર્લિંગની પુજા કરવાથી અનંત પૂણ્યની પ્રાપ્તિ થાય છે. પણ તમને ક્યારેય એ જાણવાનું કુતુહલ થયું છે કે શિવલિંગ અને જ્યોતિર્લિંગ બન્નેને કેમ અલગ અલગ નામે બોલાવવામાં આવે છે ? તે બન્નેમાં શું તફાવત છે ? હા આ બન્ને વચ્ચે ઘણો બધો તફાવત છે.

 

View this post on Instagram

 

A post shared by SHIV🕉️🔱 (@shiva_inside_) on

તે જાણવા માટે તમારે શિવપુરાણમાં ઉલ્લેખવામાં આવેલી આ કથાને વાંચવી જોઈશે. કથા કંઈક આ પ્રકારે છે.

એક વાર બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે એક વાતને લઈને ચર્ચા શરૂ થઈ અને આ ચર્ચા ધીમે ધીમે વિવાદમાં ફેરવાઈ ગઈ. ચર્ચાનો મુદ્દો એ હતો કે બન્નેમાંથી શ્રેષ્ઠ કોણ છે. હવે આટલા મોટા દેવતા વચ્ચે સમાધાન કોણ કરાવે. છેવટે દેવાધી દેવ મહાદેવે ત્યાં એક વિશાળ જ્યોતિ સ્તંભ તરીકે પ્રગટ થવું પડ્યું. જેનું તળ આ બન્ને દેવ ન પામી શક્યા. અને આવા જ્યોતિ સ્તંભને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by MAHAKAL (@__mahaka__mahadev__) on

બીજી બાજુ લિંગનો અર્થ થાય પ્રતિક એટલે કે શિવનું પ્રતિક જ્યોતિ રૂપે પ્રકટ થવું તે. જ્યોતિર્લિંગ હંમેશા સ્વયંભૂ હોય છે જ્યારે શિવલિંગને મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યું હોય છે. હવે તમને બન્ને વચ્ચેનું અંતર અને બન્ને વચ્ચેનું મહત્ત્વ સારી રીતે સમજાઈ ગયું હશે. માણસ દ્વારા સ્થાપિત કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલું શિવ લિંગ અને ભગવાને પોતે જ પ્રગટ કર્યું હોય તેવું સ્વયંભુ શિવલિંગ એટલે કે જ્યોતિર્લિંગ આ બન્ને વચ્ચે જમીન આસમાનનો ફરક છે.

ભગવાન શિવના જ્યોતિર્લિંગનું નામ જ્યોતિ પિંડ છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવેલી હકીકતો પ્રમાણે જ્યોતિર્લિંગ એટલે વ્યાપક બ્રહ્માત્મલિંગ જેનો અર્થ છે વ્યાપક પ્રકાશ. શિવલિંગના 12 ખંડ છે. શિવપુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રમાણે આ બાર ખંડ બ્રહ્મ, માયા, જીવ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીને જ્યોતિર્લિંગ અથવા તો જ્યોતિ પિંડ કહેવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ૐ Namaskar ૐ 🙏 (Jitesh Sharma) (@hinduism_in) on

આ બન્ને વચ્ચેના ફરકના કારણે જ તમે જ્યારે શિવલિંગના દર્શન કરો અને જ્યોતિર્લિંગના દર્શન કરો તેના ફળમાં પણ ફરક હોય છે. ભારતમાં સ્વયંભુ પ્રગટ થયેલા શિવલિંગ એટલે કે જ્યોતિર્લિંગો 12 છે. જેમાંના બે મુખ્ય જ્યોતિર્લિંગ ગુજરાતમા આવેલા છે. અને બાકીના જ્યોતિર્લિંગો સમગ્ર ભારતમાં ફેલાયેલા છે. આ 12 મુખ્ય જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ શિવ પુરાણમાં કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by bhagat mahakal k (@mahakal_meri_jannn) on

ઘણા લોકોને અત્યાર સુધી આ બન્ને વચ્ચેનો ફરક નથી ખબર. જ્યોતિર્લિંગ જમીનમાંથી સ્વયંમ પ્રગટ થાય છે અને તેના પર મંદીર બાંધવામાં આવે છે જ્યારે. શિવલિંગમાં મંદીર પહેલા બને છે અને શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા પછી કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Løvïñg jããtñï (@loving_jaatni_01) on

કહેવાય છે કે જ્યોતિર્લિંગની પુજા આદીકાળથી કરવામાં આવે છે.

ઇતિહાસના કેટલાક દસ્તાવેજોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વિક્રમ સંવત શરૂ થયાના હજારો વર્ષ પહેલાં પૃથ્વી પર ઉલ્કાપાત થયો હતો. તે સમયના લોકોને શિવનું આ રુદ્ર સ્વરૂપ લાગ્યું. અને જ્યાં જ્યાં આ પિંડ પડ્યા ત્યાં ત્યાં આ પિંડની સુરક્ષા કરવા માટે તેના પર મંદીર બનાવી દેવામાં આવ્યા.

કહેવા છે કે આવા 108 પિંડ પડ્યા હતા અને 108 જ્યોતિર્લિંગ મંદીરો બનાવવામાં આવ્યા હતા પણ હાલ માત્ર 12 જ જ્યોતિર્લિંગ હાજર છે જેને મુખ્ય જ્યોતિર્લિંગ ગણવામાં આવ્યા છે. જો કે એવું પણ કહેવાય છે કે તેમાંના કેટલાક પિંડનું નિર્માણ સ્વયં શિવજીએ કર્યું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ