ગણેશજીની આ રોચક વાર્તા પૂરી વાંચીને તમને પણ અમુક બાબતોમાં થશે આશ્વર્ય!

દુનિયાના પહેલા સ્ટેનોગ્રાફર હતા આ ભગવાન, જાણો આ મહત્વની ઘટનાઓ વિશે

image source

ગણેશજી પ્રથમ પૂજ્ય દેવ છે. તેમની પૂજા કોઈપણ કાર્ય શરૂ કરતાં પહેલા કરવામાં આવે છે. ગણેશજીના આશીર્વાદ મેળવી કરેલા કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. કોઈપણ કષ્ટ આવે ત્યારે ગણેશજીની આરાધના કરવામાં આવે છે.

ગણેશજી દેવોમાં સૌથી સરળ અને મસ્તીખોર દેવતા પણ કહેવાય છે. તેઓ બુદ્ધિ અને રિદ્ધિ-સિદ્ધિના દાતા છે.

image source

આજે ગણપતિ દેવ સાથે જોડાયેલી પાંચ એવી ઘટનાઓ વિશે જાણીએ જે રોચક છે અને તેનાથી મોટાભાગના લોકો અજાણ છે.

કેવી રીતે તુટ્યો ગણેશજીનો દાંત?

ગણેશજીનું એક નામ એકદંત છે, આ નામ તેમને ત્યારે મળ્યું જ્યારે તેમનો એક દાંત તુટી ગયો હતો. તેની પાછળ પણ એક રોચક વાર્તા છે.

 

image source

એક સમયની વાત છે જ્યારે મહર્ષિ વેદવ્યાસને મહાભારત લખવું હતું ત્યારે તેમને કોઈ લખનાર મળતું ન હતું. તેમના એવા કોઈની શોધ હતી જે મહાભારતને ઝડપથી લખી શકે.

પોતાની સમસ્યા લઈ તેઓ ગણેશજી પાસે પહોંચ્યા, ગણેશજીએ જાતે જ મહાભારત લખવાની વાત સ્વીકારી પરંતુ એક શરત પણ રાખી કે વેદવ્યાસ અટક્યા વિના મહાભારત બોલશે અને તે સતત લખશે.

image source

વેદવ્યાસે પણ કહ્યું કે તે દરેક વાતને સમજ્યા બાદ જ તેને લખે. મહાભારત લખવાનું કામ શરૂ થયું, જ્યારે વેદવ્યાસ થાકી જતાં અને તેમને બ્રેક લેવાની જરૂર જણાતી ત્યારે તેઓ સમજવામાં મુશ્કેલ થાય તેવી લાઈન બોલી દેતાં.

 

image source

જો કે મહાભારત લખતાં લખતાં ગણેશજીની કલમ તુટી ગઈ, પરંતુ તેમણે જ શરત રાખી હતી કે અટકવાનું નથી, એટલા માટે ગણેશજીએ તેમનો એક દાંત તોડી અને લખવાનું શરુ રાખ્યું. આમ ગણેશજી ઈતિહાસના પહેલા સ્ટેનોગ્રાફર પણ બની ગયા.

આ સિવાય ધનના દેવતા કુબેર અને ગણેશજી વચ્ચેનો એક પ્રસંગ પણ ખૂબ રસપ્રદ છે. દેવતાઓમાં ધનના દેવ કુબેરને શ્રેષ્ઠ હોવાનું અભિમાન ચઢ્યું હતું. આ અભિમાનના ભારમાં તેમણે દેવતાઓ માટે એક સમયે કુબેર ભગવાનએ એક જમણવાર રાખ્યો.

image source

તેમાં તમામ દેવી દેવતાઓને બોલાવ્યા અને શિવજીને પણ આમંત્રણ આપ્યું. પરંતુ કોઈ કારણોસર શિવજી ન ગયા અને તેમણે ગણેશજીને જમવા મોકલ્યા.

ગણેશજીએ કુબેર દેવનું અભિમાન તોડવાનું મનોમન જાણે નક્કી કરી લીધું હતું.

જ્યારે કુબેર ભગવાનના જમણવારમાં ગણેશજીએ જમવાનું શરૂ કર્યું તો હાહાકાર મચી ગયો.

image source

ગણેશજીને એટલી ભુખ લાગી કે તેમણે જમવાનું શરૂ કર્યું, જો કે તેઓ એટલું જમ્યા કે સમસ્ત દેવો માટે તૈયાર કરેલું ભોજન પૂર્ણ થઈ ગયું, તેમ છતાં ગણેશજીની ભુખ તો શાંત જ ન થઈ.

આમ થવાથી કુબેર ભગવાનનું સમ્માન દાવ પર લાગ્યું. આ વાત જ્યારે શિવજીના કાને પડી તો તેમણે ગણેશજીની ભુખ શાંત કરવા તેમને એક વાટકીમાં થોડું અન્ન પોતાના હાથે આપ્યું.

image source

ગણેશજીએ આ ભોજન આરોગ્યું અને તેમની ભૂખ શાંત થઈ ગઈ. આ પ્રસંગ બાદ કુબેર ભગવાનનું અભિમાન પણ ભગવાનએ દૂર કરી દીધું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ