પિતાની કેન્સરની સારવાર કરાવવા માટે પગ નથી છતા દીકરી ચલાવે છે રિક્ષા, જોઇ લો તસવીરોમાં

બિમાર પિતાની સારવાર માટે રાત-દિવસ રીક્ષા ચલાવે છે આ અપંગ ગ્રેજ્યુએટ દીકરી

image source

જેમ માતાપિતાની પોતાના બાળકોનું પાલન પોષણ કરીને તેમને ભણાવી ગણાવીને મોટા કરવાની જવાબદારી છે જેવી જ રીતે સંતાનોની પણ પોતાના માતાપિતાને સહારો આપવાની ફરજ છે.

આપણા સમાજમાં હંમેશા દીકરા-દીકરીની તૂલના કરવામાં આવે છે. હંમેશા દીકરીનો એ રીતે ઉછેર કરવામાં આવે છે કે તેને તો મોટી કરીને સાસરે વળાવી દેવાની છે.

image source

અને માતાપિતાના વૃદ્ધત્ત્વનો સહારો તો દીકરો જ બને, પણ સમાજમાં ઘટતી ઘણી બધી ઘટનાઓ આપણને જણાવે છે કે માત્ર દીકરો જ નહીં પણ દીકરી પણ માતાપિતાનો સહારો બનવાની જવાબદારી સારી રીતે નિભાવી શકે છે.

અમદાવાદમાં જ એક દીકરી પોતાના પિતાની કેન્સરની સારવાર કરાવવા માટે દિવસ રાત રીક્ષા ચલાવીને મહેનત કરે છે. અને આ રીતે તેણી એવી બધી જ માન્યતાઓને ખોટી પાડે છે કે માત્ર દીકરો જ માતાપિતાનો સહારો છે.

આ દીકરીની બીજી એક મુશ્કેલી એ છે કે તેણી અપંગ છે. તેમ છતાં તેણીએ બીજો એક પણ વીચાર કર્યા વગર પિતાની સારવાર માટે રીક્ષા ચલાવવાનું પસંદ કર્યું છે.

image source

મૂળે આ દીકરી પાલિતાણાની અંકિતા શાહ છે. જે હાલ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહે છે. તેણીના પિતા કેન્સરગ્રસ્ત છે. તેઓ હાલ ચોથા સ્ટેજના કેન્સરથી પીડાઈ રહ્યા છે.

હાલ તેમની સુરતમાં કિમોથેરાપી ચાલી રહી છે. અને પિતાની સારવારના ખર્ચાને પહોંચી વળવા માટે અંકિતા દિવસ રાત રિક્ષા ચલાવે છે. એક પગ નહીં હોવા છતાં તેણી મન મક્કમ કરીને નિષ્ઠાથી માતાપિતાની સેવામાં લાગી ગઈ છે.

image source

તમને જાણીને આશ્ચર્ય થશે કે અંકિતા ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ હોવા છતાં તેણી માત્ર એટલા માટે નોકરી ન કરી શકી કારણ કે તેણી સાથે નોકરીમાં ભેદભાવ કરવામાં આવતો હતો.

તેની નોકરીના સ્થળે સામાન્ય વ્યક્તિને 8000 રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો જ્યારે અંકિતાને માત્ર 5000 જ આપવામાં આવતા હતા.

અને આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે 5000 રૂપિયામાં આજે કશું જ નથી થતું. તો વળી ઘરની સાથે સાથે બિમાર પિતાની સારવારને તો કેવી રીતે પહોંચી શકાય.

image source

અને માટે જ અંકિતાએ રિક્ષા ચલાવવાનું પસંદ કર્યું આજે તેણી રાત્રે મોડે સુધી રીક્ષા ચલાવી બને તેટલા રૂપિયા કમાઈ પોતાના માતાપિતાને મદદ કરવા માગે છે.

તેના માટે આ સ્થિતિ ખુબ જ પડકાર જનક છે પણ તેણીએ તે પડકારનો સામનો કરવા સીવાય છૂટકો નથી અને તેણી એક અડિખમ મક્કમતા સાથે તેનો સામનો કરી રહી છે.

image source

તેણી પોતાની સ્થિતિ વિષે જણાવતા કહે છે, ‘દિવ્યાંગ હોવા છતાં હું હાર નહીં માનું, અને મારી જેવા બીજા દિવ્યાંગોએ પણ પરિસ્થિતિનો સામનો કરીને પોતાની નબળાઈમાંથી બહાર આવવું પડશે.’

ખરેખર આજે નાનકડી અમથી નિરાશા આવી જતાં લોકો પરિવારજનોનો વિચાર કર્યા વગર જીવનમાં લડત આપ્યા વગર જ જીવન ટુંકાવી દે છે તેવા સંજોગોમાં અંકિતાની પોતાના પડકારો સામેની આ લડને ખરેખર બિરદાવવા જેવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ