નથી જોઇ શકતા રણપ્રદેશની આ રહસ્યમયી તસવીરોને, જેમાં દેખાય છે માનવના પગલા અને…

દુનિયાભરમાં આજે પણ એવા અનેક રહસ્યો વણઉકેલ્યા છે જે આધુનિક વિજ્ઞાન માટે ચેલેન્જ બનીને ઉભા રહ્યા છે. ક્યાંક આકાશમાં એલિયનના યાન ઉડતા દેખાવાના બનાવો નોંધાયા છે તો ક્યાંક યતી માનવના વિશાળ પગલાંઓ દેખાયા છે.

આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવા જ એક વિસ્તાર વિશે વાત કરવાના છીએ જ્યાં દશકાઓથી ગોળ પગલાંઓ જેવી રહસ્યમયી આકૃતિઓ બનેલી છે જેનું કારણ હજુ પણ અકબંધ છે.

આ પ્રદેશ ક્યાં આવેલો છે અને કેવા છે એ પગલાંઓ? આવો જાણીએ વિસ્તારથી..

image source

દક્ષિણ – પશ્ચિમ આફ્રિકાના એટલાન્ટિક સમુદ્ર કિનારે એક વિશાળ રણપ્રદેશ આવેલો છે. આ રણપ્રદેશ ” નામીબ ” નામથી ઓળખાય છે.

81,000 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ રણ સાવ બંજર ભૂમિ છે. અહીં દૂર – દૂર સુધી ફક્ત રેતીના ટેકરાઓ અને ઉબડ – ખાબડ ટેકરીઓ જ દેખાય છે.

તો વળી આ જગ્યાને એરિયલ વ્યુથી જોવામાં આવે તો મંગળ ગ્રહની સપાટી જેવું દેખાય છે.

image source

રણપ્રદેશ તો વિશ્વભરમાં અનેક જગ્યાઓએ આવેલા છે પરંતુ આફ્રિકાનું આ નામીબ રણપ્રદેશ એક ખાસ અને રહસ્યમયી કારણથી બીજા રણપ્રદેશથી અલગ પડે છે.

એ રહસ્યમયી બાબત એ છે કે આ વિસ્તાર રહેવા લાયક ન હોવા છતાં અનેક જગ્યાએ વિચિત્ર પ્રકારના ગોળ નિશાન પડેલા જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે આ પરીઓનાં નિશાન છે. જો કે દશકાઓ વિતવા છતાંય આ નિશાન કોના છે એ હજુ જાણી શકાયું નથી.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે અહીં આખા વર્ષનો વરસાદ માંડ 2 મીમી જેટલો છે વળી ક્યારેક તો વર્ષભર વરસાદ થતો જ નથી.

દક્ષિણી અંગોલાથી શરૂ કરી અને વાયા નામીબિયા 2000 કિમી દૂર આફ્રિકાના ઉત્તરી ભાગ સાથે જોડાઈ એટલાન્ટિક સમુદ્ર કિનારા સાથે ભળતો આ રણપ્રદેશ અંગે સ્થાનિકોમાં પ્રચલિત વાયકા મુજબ આ દુનિયાનું સૌથી જુનું રણપ્રદેશ મનાય છે.

 

image source

અહીંનું વાતાવરણ પણ વિચિત્ર છે અહીં દિવસમાં તાપમાન 45 ડીગ્રી સુધી પહોંચી જાય છે જ્યારે રાત્રિનું તાપમાન બરફ જામવા જેટલું નીચું ઉતરી જાય છે. આવું વાતાવરણ આમ તો માણસો માટે રહેવાલાયક ન ગણાય છતાં અહીં કેટલીક સ્થાનિક પ્રજાતિના લોકો વસવાટ કરે છે.

અહીંની બીજી એક આશ્ચર્યજનક વાત એ છે કે આ રણપ્રદેશમાં નહિવત વરસાદ વચ્ચે પણ ઓરિક્સ, સ્પ્રિંગબોક, ચિત્તા, શિયાળ, ઝીબ્રા અને શાહમૃગ જેવા જીવો જીવી રહ્યા છે. જો કે આ માટે પ્રાણીઓની પોતાની વિશેષતા પણ છે.

image source

જેમ કે શાહમૃગ પક્ષી પોતાના શરીરનું તાપમાન વધારી લે છે જેથી પાણીની અછતથી તેના શરીરને નુકશાન ન થાય. વળી ઓરિક્સ પાણી પીધા વિના નાના છોડવાઓના મૂળ અને કંદ ખાઈને સપ્તાહો સુધી જીવિત રહી શકે છે.

તો ઝીબ્રા કુશળ પર્વતારોહી હોવાથી રણપ્રદેશના આ કઠોર વાતાવરણમાં પોતાને ઢાળી ચુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ