બાળ ગણેશના કપાયેલ માથાનું શું કર્યું મહાદેવે; જાણો પૌરાણીક રહસ્ય…

ભારતીય ધર્મ સંસ્કૃતિમાં એક દેવ એવા છે જેમની પૂજા સર્વ પ્રથમ કરવાની ટેક રખાયેલ છે. આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તેમાં કે પછી કોઈપણ કાર્યક્રમનું આયોજન કરવા પહેલાં અને લગ્નપ્રસંગના આરંભે આપણે સૌથી પહેલાં ગણેશ વંદના કરીએ છીએ.
ગણપતિજી મહાદેવ શિવ શંકર અને માતા પાર્વતીના બીજા નંબરના પુત્ર છે. તમને એ દંતકથા પણ ખ્યાલ હશે કે શંકર પાર્વતી બંને પુત્રો કારતિકેય અને શ્રી ગણેશ બંને પુત્રોને બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું નક્કી કરાયું અને બંનેમાંથી કોણ પહેલું પરત ફરશે તેની હરિફાઈ રખાઈ. ત્યારે કારતિકેય તેમના મયુરપંખ વાહન પર સવાર થઈને નીકળી પડ્યાઅ જ્યારે ભારે કાયા સાથે ઉંદર પર બેસીને કઈરીતે ગણેશજી પ્રદક્ષિણા કરે? એ વિચારે એમણે એક યુક્તિ કરી અને તેમણે માતાપિતાને પ્રણામ કર્યા પાસપાસે ઉભાં રાખીને તેઓ બંનેની પ્રદક્ષિણા કરી. આ પ્રસંગે ભોળાનાથે પ્રસન્ન થઈને દુનિયામાં મંગળ કાર્યો પ્રહેલાં સૌ પ્રથમ પૂજાવવાનું વરદાન આપ્યું.આ તો થઈ તેમની પૂજનીય થવાની દંત કથા પરંતુ આપને અહીં અમે એક સદીઓ પૂરાણી ગુફા સાથે જોડાયેલ ભગવાન શિવ અને ગણેશની કરીએ છીએ. ગણેશજીનું માથું કપાયું અને એ પણ પિતાના હાથે… એવું તે શું થયું કે તેમને હાથીનું માથું મળ્યું અને કહેવાયા ગજાનંદ! તો પછી એ કપાયેલા માથાનું શું થયું? ક્યાં જઈને છૂપાવ્યું ભગવાન શંકરે એ જાણવું ખૂબ રસપ્રદ રહેશે.
પ્રાચિન દંતકથાઓમાંથી કહેવાય છે ભોલેનાથે તેમના પુત્ર ગણેશનું કાપેલુ માથું ઉત્તરાખંડ એકની ગુફામાં રખાયું હતું. આ ગુફા ઉત્તરાખંડ વિસ્તારના પિથોરાગઢ પાસે સ્થિત છે. આ સ્થળને પાતાળ ભુવનેશ્વરના નામથી ઓળખાય છે. વર્ણન સ્કંદ પુરાણ જેવા પ્રાચિન ગ્રંથમાંથી વંચાયેલ કથા પ્રમાણે બાળ સ્વરૂપ ગણેશજીના કાપેલા માથાની અહીં એક મુર્તિ સ્થાપિત છે જેને આદિગણેશ કહે છે.બાળ સ્વરૂપ ગણેશજીની ઉત્પતી વિશેની અચરજ પમાય તેવી લોક કથામાં કહેવાય છે કે માતા પાર્વતી સ્નાન કરવા જતાં હતાં અને સ્નાનના ઉબટનમાંથી તેમણે એક બાળક આકાર ઘડ્યો અને તેમાં પ્રાણ પૂર્યા. એ સમયે આજની જેમ કોમ્યુનિકેશન મોબાઈલ ફોન હશે નહીં કે પછી મેસેજ સિસ્ટમ હશે નહીં જેથી કૈલાશ પર તપ કરવા ગયેલા મહાદેવને આ બાળક વિશે ખ્યાલ જ નહોતો. માતા પાર્વતીએ તો બાળકને તેમના સ્નાનાગારની બહાર મોકલી દીધો અને કહ્યું કે ધ્યાન રાખે કે કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશી ન શકે! માતાની આજ્ઞાનું પાલન કરી રહેલ બાળક ગણેશે તેના પિતા વિશે કંઈ સાંભળ્યું નહોતું અને જોયા પણ નહોતા. પરંતુ અચાનકથી મહાદેવ તપ કરીને પરત ફર્યા. બાલ ગણેશે તેમને અંદર પ્રવેશવાની અનુમતિ ન આપી. ક્રોધે ભરાયેલ મહાદેવે વ્રજ ઉગામ્યું અને તેમનું માથું થઈ ગયું ધડથી અલગ! આ બધી ઘટના બાદ તેમને જ્યારે પાર્વતીજીએ હકીકત કહી ત્યારે પિતા તરીકે પારાવાર દુઃખ થયું અને જે પહેલું માથું મળે એ લગાવી દેવાની ટેક લીધી અને ગણેશજીને હાથીનું સૂંઢાળું માથું જોડી દઈને સજીવન કર્યા. કહેવાય છે કે ગણેશજીનું માથું મહાદેવે સાચવીને હિમાલયની કોઈ ગૂફામાં રાખ્યું હતું. તેના વિશેની રસપ્રદ વાતો જાણીએ.ઉત્તરાખંડના પિથોરાગઢની આ ગુફા અત્યાર સુધીમાં અહીંના સ્થાનીક લોકો અને દેશ – વિદેશોથી દર્શનાર્થે આવનાર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. અહીંની જે રહસ્યમયી વાત એ છે કે આ ગુફા વિશાળકાય પહાડની આશરે 90 ફૂટ અંદર આવેલી છે. વધુ એક વાયકા મુજબ આ ગુફાની શોધ આદિશંકરાચાર્યએ કરી હતી. આ પાતાળ ભુવેનેશ્વર નામની આ ગુફામાં ભગવાન ગણેશની કપાયેલા માથાની શિલા રૂપી પ્રતિમાની બરાબર ઉપર 108 પાંદડીઓવાળું શવાષ્ટક દળ બ્રહ્મકમળ સુશોભિત છે. કહેવાય છે કે આ બ્રહ્મકળથી ગણપતિજીના શિલારૂપી મસ્તિસ્ક પર દિવ્ય જળ બિંદુઓ પડ્યા કરે છે. એથીય અલૌકિક વાત એ કે આ પવિત્ર ટીંપુ આદિ ગણેશના મુખમાં પડતું દર્શનાર્થીઓને નજરે પડે છે. એવી માન્યતા છે કે આ બ્રહ્મકમલ ભગવાન શિવે સ્વયં આ સ્થાને સ્થાપિત કર્યું હતું. આ પવિત્ર ગૂફાના સ્થાને કેદારનાથ, બદ્રીનાથ અને અમરનાથના પણ દર્શન થાય છે. જ્યાં બદ્રીનાથમાં બદ્રી પંચાયતની શિવ સ્વરૂપ મુર્તિઓ છે. જેમાં યમ-કુબેર, વરુણ, લક્ષ્‍મી, ગણેશ અને ગરુડની પ્રતિમાઓ પણ સામેલ છે. વધુમાં, અહીં તક્ષક નાગની આકૃતિ પણ આ પહાડની ગુફામાં નજરે પડે છે. આ ગુફા અને પહાડની આસપાસ બીજા અનેક પથ્થરના મોટા મોટા પહાડો ફેલાયેલા છે.